Only Gujarat

Bollywood

બોલિવૂડના આ સ્ટાર્સે બોલિવૂડ એક્ટ્રેસિસ સાથે નહીં પરંતુ પરિવારે પસંદ કરેલી યુવતી સાથે ફર્યાં ફેરા

મુંબઈ: બોલિવૂડ સ્ટાર્સ હંમેશા કોઈને કોઈ વાતને લીધે ચર્ચામાં રહે છે. સ્ટાર્સ ક્યારેક અંગત જીવન, અફેર તો ક્યારેક ફિલ્મોને લીધે ચર્ચામાં હોય છે. ઘણાં એવાં સ્ટાર છે. જેમના અફેર લાંબા સમય સુધી ચાલ્યા અને અંતે તેમણે પરિવારની મંજૂરી સાથે અરેન્જ મેરેજ કરી લીધા. તો આજે અમે તમને એવા જ સ્ટાર વિશે જણાવીએ જે લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યા પછી અરેન્જ મેરેજ કરી લીધા.

શાહિદ કપૂર
બૉલિવૂડના ‘કબીર સિંહ’ એટલે કે શાહિદ કપૂર તેમની રિલેશનશિપને લીધે ઘણીવાર ચર્ચામાં રહ્યાં છે. શાહિદનું અને કરીના કપૂરનું અફેર જગજાહેર હતું, પણ શાહિદ કપૂરે વર્ષ 2015માં મીરા રાજપૂત સાથે અરેન્જ મેરેજ કર્યાં હતાં.

ગોવિંદા
ગોવિંદાના લગ્ન પહેલાં ઘણી એક્ટ્રસ સાથે અફેરની ચર્ચા થતી હતી, પણ વર્ષ 1987માં તેમણે સુનીતા આહુજા સાથે એરેન્જ મેરેજ કરી દરેક લોકોને આશ્ચર્યચકિત કર્યાં હતાં.

નીલ નીતિન મુકેશ
નીલ નીતિન મુકેશે વર્ષ 2017માં રુકમણિ સહાય સાથે અરેન્જ મેરેજ કર્યાં હતાં. લગ્ન પહેલાં નીલનું નામ પણ ઘણી એક્ટ્રસ સાથે જોડાઈ ચૂક્યું છે.

વિવેક ઓબેરોય
વિવેક ઓબેરોય અને ઐશ્વર્યા રાયનું નામ પણ ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું, પણ વિવેકે વર્ષ 2010માં પ્રિયંકા અલ્વા સાથે લગ્ન કર્યાં હતાં. વિવેક અને પ્રિયંકાના પણ અરેન્જ મેરેજ થયાં હતાં.

રાકેશ રોશન
એક્ટર, ડિરેક્ટર અને રાઇટર રાકેશ રોશનનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. 70નાં દશકમાં પોતાની એક્ટિંગથી દર્શકોના દિલમાં ખાસ સ્થાન મેળવનાર રાકેશ રોશને પિંકી રોશન સાથે પરિવારની મંજૂરીથી અરેન્જ મેરેજ કર્યાં હતાં.

You cannot copy content of this page