Only Gujarat

Bollywood

રણવીર સિંહના ગેરેજમાં પડી છે 9 કરોડની કાર તો ગોવામાં છે કરોડોનો બંગલો, જીવે છે શાહી ઠાઠથી

મુંબઈઃ બહુ થોડા સમયમાં જ બોલિવૂડ પર રાજ કરનાર રણવીર સિંહ 35 વર્ષના થઇ ગયા. 6 જુલાઇએ તેમનો જન્મદિવસ હતો. 6 જુલાઇ 1985માં મુંબઇમાં તેમનો જન્મ થયો હતો. જો કે રણવીર સિંહની લાઇફ સ્ટાઇલ લક્ઝૂરિયસ છે. તેમની પાસે 224 કરોડ રૂપિયાથી પણ વધુની પ્રોપર્ટી છે. તેમને લક્ઝૂરિયસ કારનો પણ શોખ છે. તેમની પાસે આલિશાન 3 બંગલા છે. તેમણે 10 વર્ષમાં 13 ફિલ્મોમાં કામ કર્યું. ત્રણ વર્ષ સંઘર્ષ કર્યાં બાદ તેમને 2010માં ‘બેન્ડ બાજા બારાત’ ફિલ્મ મળી હતી. આ ફિલ્મમાં અનુષ્કા શર્મા લીડ રોલમાં હતી. રણવીર સિંહ અપકમિંગ ફિલ્મ ’83’માં ક્રિકેટર કપિલદેવની ભૂમિકા ભજવશે.

2018માં રણવીરે દીપિકા પાદુકોણ સાથે ઇટલીમાં ધૂમધામથી લગ્ન કર્યાં હતા. ત્યારબાદ બેંગલુરુ તથા મુંબઈમાં બોલિવૂડ સેલેબ્સ, મિત્રો અને સગાસંબંધીઓ માટે ગ્રાન્ડ રિસ્પેશન યોજ્યું હતું. રણવીરનો ગોવામાં 9 કરોડનો બંગલો છે. આ સિવાય 10-10 કરોડના ગોરેગાંવ મુંબઇમાં તેમનો એક-એક ફ્લેટ છે. પ્રભાદેવી મુંબઇમાં સી- ફેસિંગ એક ફ્લેટ છે. આ ફ્લેટને તેમણે 13 કરોડમાં ખરીદ્યો હતો.

રણવીર કારના પણ શોખીન છે. તેમની પાસે અનેક સારી મોડલની લક્ઝૂરિયસ કાર છે. તેમની પાસે 3.29 કરોડની Aston Martin Rapide છે. 2.5 કરોડની લેન્ડ રોવર રેન્જ વોગ તેમજ 1.7 કરોડની જુગુઆર એકસ જેએલ, 1.04 કરોડની ટોયેટા લેન્ડ ક્રૂઝ પરડો છે. 83 લાખની મર્સિડીઝ બેંચ જીએલએસ, 70 લાખની મર્સિડીઝ બેંચ ઇ ક્લાસ, 59.78 લાખની ઓડી ક્યૂ-5 અને 10.97 લાખ રૂપિયાની મારૂતી સીઆઝ છે.

આ સિવાય રણવીર પાસે એક વિન્ટેજ મોટર સાઇકલ છે, જેની કિંમત 6.8 લાખ છે. રણવીર પાસે જે એસ્ટર્ન માર્ટિન કાર છે. જે જેમ્સ બોન્ડ ફિલ્મમાં જોવા મળતી કલ્ટ કાર છે. જે રીતે રણવીર પાસે કારનું કલેકશન છે. તેવી જ રીતે તેમની પાસે જૂતાનું પણ શાનદાર કલેકશન છે. તેમની પાસે 1 હજાર જૂતા છે. જેની કિંમત 68 લાખથી પણ વધુ છે.

દસ વર્ષની કરિયરમાં રણવીરે માત્ર 13 ફિલ્મમાં જ કામ કર્યું છે. તેમણે 2010માં આવેલી ફિલ્મ ‘બેન્ડ બાજા બારાત’થી ડેબ્યૂ કર્યું હતું. આ સિવાય તેમણે ‘લેડીઝ વર્સિસ રિકી બહલ’, ‘રામલીલા’, ‘ગુંડા’, ‘દિલ ધડકને દો’, ‘બાજીરાવ મસ્તાની’, ‘સિંબા’, ‘પદ્માવત’, ‘ગલી બોય’ જેવી ફિલ્મમાં કામ કર્યું. તેમની અપકમિંગ ફિલ્મ ’83’ અને ‘જયેશભાઇ જોરદાર’ છે.

You cannot copy content of this page