Only Gujarat

Sports

હાર્દિક પંડ્યાનો લાડલો થયો બે મહિનાનો, દાદી સાથે કરે છે ધમાલ-મસ્તી

મુંબઈઃ એક્ટ્રેસ-મૉડલ નતાશા સ્ટેનકોવિક અને ક્રિકેટ હાર્દિક પંડ્યાનો દીકરો અગસ્ત્ય 2 મહિનાનો થઈ ગયો છે. આ સમયે નતાશાએ દીકરા અગસ્ત્ય સાથેની પોતાની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ ઉપરાંત તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર અગસ્ત્યની દાદી નલિની પંડ્યા સાથેની તસવીર પણ શેર કરી હતી. અગસ્ત્યની દાદીએ પણ સોશિયલ મીડિયા પર પૌત્ર સાથેની સુંદર યાદોને શેર કરી હતી.

આ તસવીરોમાં હાર્દિક પંડ્યાની માતા પૌત્રને ગોદમાં લઈ વહાલ કરી રહ્યાં છે અને દાદી તરીકેનો આનંદ તેમના ચેહરા પર જોવા મળી રહ્યો છે. જ્યારે અગસ્ત્ય જીભ કાઢી કેમેરા સામે જોતો જોવા મળી રહ્યો છે. નલિની પંડ્યાએ પૌત્ર સાથેની વધુ તસવીરો પણ શેર કરી છે. આ અગાઉ જ્યારે અગસ્ત્ય એક મહિનાનો થયો હતો ત્યારે પણ નલિની પંડ્યાએ પૌત્ર સાથેની તસવીર શેર કરી હતી. જેમાં અગસ્ત્ય તેમના ખોળામાં સુતો જોવા મળ્યો હતો.

હાલમાં નતાશાએ શેર કરેલી અન્ય તસવીરમાં નતાશા અને નલિની પંડ્યા અગસ્ત્યના દાદા એટલે હાર્દિક પંડ્યાના પિતા હિમાંશુ પંડ્યા સાથે જોવા મળે છે. આ ઉપરાંત અગસ્ત્ય પણ તસવીરમાં જોવા મળે છે. આ સમયે કેક કટિંગ સેરેમની પણ રાખવામા આવી હતી.

હાલમાં નતાશાએ શેર કરેલી અન્ય તસવીરમાં નતાશા અને નલિની પંડ્યા અગસ્ત્યના દાદા એટલે હાર્દિક પંડ્યાના પિતા હિમાંશુ પંડ્યા સાથે જોવા મળે છે. આ ઉપરાંત અગસ્ત્ય પણ તસવીરમાં જોવા મળે છે. આ સમયે કેક કટિંગ સેરેમની પણ રાખવામા આવી હતી.

નતાશાની પ્રેગ્નન્સીની જાહેરાત સમયે પણ નલિની તેની સાથે જ હતા. હાર્દિક પંડ્યાની વાત કરીએ તો તે હાલ આઈપીએલ 2020 માટે દુબઈમાં છે અને મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી રહ્યો છે. આ દરમિયાન તે દીકરા અને પત્ની સાથે વાત કરવાનો સમય કાઢી જ લેતો હોય છે.

હાર્દિકે તાજેતરમાં નતાશા અને દીકરા અગસ્ત્યની તસવીર શેર કરી તેમને પોતાના ચિયર સ્કવૉડ ગણાવ્યા હતા. નતાશા પણ દીકરા સાથે હાર્દિકને ઘરે રહીને ચિયર કરતી રહે છે. આ ઉપરાંત પતિની હિંમત વધારવાનું કામ કરે છે.

ઉલ્લેખનીય છે કે, હાર્દિક અને નતાશાએ જાન્યુઆરીમાં પોતાની સગાઈની જાહેરાત કરી અને પછી મેના અંતિમ દિવસોમાં પોતાના ઘરે આવેલા નવા સભ્યની જાહેરાત કરી હતી.

You cannot copy content of this page