Only Gujarat

Sports

અમીર અને સુંદરતા બાબતે ખૂબ જ આગળ છે આ 5 ક્રિકેટર્સની પત્ની

ભારતીય ક્રિકેટર્સની દુનિયાભરમાં ખૂબ જ લોકપ્રિયતા છે. આજે વિરાટ કોહલી, રોહિત શર્મા, કે એલ રાહુલ, રવિન્દ્ર જાડેજા સહિતના ક્રિકેટર્સ પોતાના પર્ફોમન્સને લીધે ભારત સહિત આખી દુનિયામાં ફેન્સના દિલ પર રાજ કરે છે. ભારતીય ક્રિકેટર્સ પોતાના શાનદાર પર્ફોમન્સને લીધે ફેમસ છે તો તે પોતાની અંગત જિંદગીને લીધે પણ ખૂબ જ ચર્ચામાં રહે છે. માત્ર ક્રિકેટર્સ પણ નહીં તેમની પત્નીઓ પણ ખૂબ જ ચર્ચામાં રહે છે. આજે અમે તમને એવા પાંચ ક્રિકેટર્સની પત્ની વિશે જણાવીએ જે સુંદર હોવાની સાથે અમીર પણ છે અને તે વૈભવી લાઇફ જીવવાનું પસંદ કરે છે. તો અમે તમને જણાવીએ ભારતના પાંચ ક્રિકેટર્સની પત્ની અંગે.


ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા તેમના શાનદાર પર્ફોમન્સને લીધા જાણીતા છે. તે સારી બોલિંગ કરવાની સાથે જ શાનદાર બેટિંગ પણ કરે છે. જ્યારે તેમની ફિલ્ડિંગ પણ જબરદસ્ત છે. રવિન્દ્ર જાડેજાની પત્નીનું નામ રીવાબા સોલંકી છે. બંનેએ વર્ષ 2016માં લગ્ન કર્યા હતાં.


રીવાબા અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં નેતા છે અને તે વૈભવી લાઇફ સ્ટાઇલ જીવે છે. તો રીવાબા ખૂબ સુંદર પણ છે. કહેવામાં આવી રહ્યું છે કે, રીવાબા ભાજપમાં રહીને રાજનીતિમાં કરિયર બનાવવા માગે છે.


ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન રોહિત શર્મા પોતાની આક્રમક બેટિંગ માટે ઓળખાય છે. રોહિતના ફેન્સ તેમને હિટમેનના નામથી ઓળખે છે. 34 વર્ષના રોહિત શર્માએ વર્ષ 2015માં રિતિકા સજદેહ સાથે લગ્ન કર્યા હતાં. જે એક સ્પોર્ટ્સ મેજેનર છે. બંનેની જોડી ફેન્સ વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે.


રિતિકા પણ સુંદરતા મામલે કોઈ બોલિવૂડ એક્ટ્રેસ કરતાં ઓછી દેખાતી નથી. ઘણીવાર રિતિકા પોતાના પતિ રોહિત શર્મા અને ભારતીય ટીમને ચીયર કરતી સ્ટેડિયમમાં જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે, રોહિત અને રિતિકા એક દીકરીના માતા-પિતા છે.


દિનેશ કાર્તિક અને દીપિકા પલ્લીકલ : દિનેશ કાર્તિકે બે લગ્ન કર્યા છે. પહેલી પત્ની સાથે દગો મળ્યો હતો. આ પછી તેમણે બીજા લગ્ન ઈસાઈ ધર્મથી સંબંધિત દીપિકા પલ્લીકલ સાથે કર્યા હતાં.


ઉલ્લેખનીય છે કે, દીપિકા ભારતની સૌથી પ્રસિદ્ધ અને સફળ સ્કૈસ ખેલાડીમાંથી એક છે. તેમણે ખૂબ જ નામ કમાયું છે. તો દિનેશ કાર્તિકે પણ ક્રિકેટમાં સારી લોકપ્રિયતા મેળવી છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ બંને જુડવા બાળકના માતા-પિતા બન્યા છે.


વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા : હિન્દી ફિલ્મ એક્ટ્રેસ અનુષ્કા શર્માને કોઈ ઓળખની જરૂર નથી. જોકે, છતાં અમે તમને જણાવી દઈએ કે, અનુષ્કા આજના સમયમાં સૌથી મહાન ક્રિકેટર અને ભારતીય ટેસ્ટ અને વનડે ટીમના કેપ્ટન વિરાટ કોહલીની પત્ની છે. વિરાટ અને અનુષ્કા બંનેએ માત્ર ભારત જ નહીં પણ દુનિયાભરમાં ખાસ ઓળખ ઊભી કરી છે.


ક્રિકેટ અને બોલિવૂડની આ જોડીના કરોડો ફેન્સ છે. અનુષ્કાની સુંદરતા અને તેમની વૈભવી લાઇફસ્ટાઇલ અંગે લોકો જાણે છે. અનુષ્કા પણ ઘણીવાર પતિ વિરાટ અને ભારતીય ટીમને સ્ટેડિયમની અંદર સપોર્ટ કરે છે, ઉલ્લેખનીય છે કે, વિરાટ અને અનુષ્કાની જોડીને ફેન્સ વિરુષ્કાના નામથી બોલાવે છે. આ વર્ષે બંનેએ 11 જાન્યુઆરીએ દીકરી વામિકાને જન્મ આપ્યો હતો.


કેદાર જાધવ અને સ્નેહલ જાધવ : આ લિસ્ટમાં એક જાણીતા ક્રિકેટર કેદાર જાધવની પત્ની સ્નેહલ જાધવીનું નામ પણ સામેલ છે. ઉલ્લેખનીય છે કે, કેદાર જાધવ આંતરરાષ્ટ્રીય સ્ટેજ પર ભારત માટે ઘણી મેચ રમ્યા છે. એટલું જ નહીં જાધવની પત્ની પણ ખુદ ક્રિકેટર છે. તેમણે આંતરરાષ્ટ્રીય રીતે ભારતનું પ્રતિનિધિત્વ નથી કર્યું પણ સ્નેહલ મહારાષ્ટ્ર અને વેસ્ટ જોન માટે રમી ચૂકી છે.

You cannot copy content of this page