Only Gujarat

National

શાકભાજીને તાજી, ચમકદાર અને કલરફુલ બતાવવા માટે આ રીતે કરવામાં આવે છે લોકોના જીવ સાથે રમત

રાજગઢમાં શાકભાજીને તાજી, ચમકદાર અને કલરફુલ બતાવવા માટે શાકભાજીમાં કેમિકલની ભેળસેળ કરી લોકોના જીવ સાથે રમત કરવામાં આવી રહી છે. આ ફોટો શાકભાજીમાંથી કેમિલકની ભેળસેળ કરી હોવાનું સબૂત છે.


રાજગઢ નિવાસી એક યુવકે શાકભાજીના આ ફોટો શેર કરી જણાવ્યું છે કે, માર્કેટમાંથી કોથમીર અને લીલા મરચા ખરીદ્યા હતાં. તેને ઘરે જઈને ચોખ્ખા પાણીથી તેને ધોયા તો તેમાંથી લીલો કલર નીકળ્યો હતો. જેને પાણી પણ લીલા કલરનું થઈ ગયું હતું. આ પછી શાકભાજીને ફેંકી દીધા અને તેને સોશિયલ મીડિયા પર કલરની ભેળસેળનો વીડિયો વાઇરલ કરી દીધો હતો.


રાજગઢના શાક માર્કેટમાં વેચાતા લીલા શાકભાજીને તાજા, ચમકદાર અને કલરફુલ બતાવવા માટે તેમાં મેલાઇન ગ્રીન નામના કેમિકલનો ઉપયોગ થઈ રહ્યો છે.


શાકભાજીને તાજી બતાવવા માટે મેલાકાઇટ ગ્રીન કેમિકલના મિશ્રણમાં શાકભાજી ડૂબાડી દેવાથી જૂના શાકભાજી પણ નવા અને ચમકદાર થઈ જાય છે. તો આ પ્રકારના શાકભાજીના ઉપયોગથી કેન્સર જેવી બીમારીઓ થવાનો પણ ખતરો વધી જાય છે.

You cannot copy content of this page