Only Gujarat

National

નાની અમથી ભૂલ ને તમે જીવ ગુમાવશો એ નક્કી, હિંમત હોય તો જ આ રસ્તા પર ડ્રાઈવિંગ કરવું

મનાલીઃ હિમાચલના રોહતાંગમાં વિશ્વની સૌથી લાંબી સુરંગ અટલ સુરંગ બની ગઈ છે. પીએમ મોદી દ્વારા આ ટનલનું ઉદ્ધાટન કરવામાં આવશે. આ ટનલના કારણે મનાલી અને લેહ વચ્ચેનું અંતર 46 કિ.મી. જેટલું ઓછું થઈ જશે. આ સમયે અમે તમારી સમક્ષ હિમાચલ અને દેશના એવા જોખમી માર્ગો વિશે જણાવી રહ્યાં છીએ જ્યાં ડ્રાઈવ કરતા સમયે ભલભલા ડ્રાઈવર્સનો જીવ તાળીયે ચોંટી જતો હોય છે. જ્યારે મુસાફરોની ઊંઘ ઉડી જતી હોય છે. અહીં જરા એવી ભૂલ પણ જીવલેણ સાબિત થઈ શકે છે.

પહાડોથી ઘેરાયેલા હિમાચલ પ્રદેશની સુંદરતા જગજાહેર છે અને તેના કારણે જ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. પરંતુ અહીં ઘણા એવા રસ્તા છે જ્યાં નાનકડી ભૂલ પણ લોકોના જીવ લઈ શકે છે. આવો જ એક માર્ગ છે કિન્નૌર જીલ્લામાં, જ્યાં ખડકને તોડી રોડ બનાવવામાં આવ્યો છે. જોકે અહીં સમયાંતરે અકસ્માત થતા રહે છે.

બીજો એક માર્ગ છે હિમાચલ પ્રદેશના કેલૉન્ગથી કિશ્તવાડ વચ્ચેનો, જે પણ જોખમી છે. અહીં વાહન ચલાવતા સમયે ભલભલા ડ્રાઈવર્સને પરસેવો વળવા લાગે છે. કેલૉન્ગ કિશ્તવાર રોડ વિશ્વના સૌથી સુંદર અને જોખમી રસ્તાઓમાંથી એક છે.

લેહ થી શ્રીનગર જતા સમયે 11 હજાર ફૂટની ઊંચાઈએ બનેલો જોજી લા રોડ પણ કોઈનો જીવ લઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, જ્યારે અહીં હિમવર્ષા થતી હોય છે ત્યારે આ રોડ સામાન્ય દિવસો કરતા વધુ જોખમી બની જાય છે.

સિક્ક્મમાં આવેલો દેશનૌ સૌથી સુંદર અને ગોળાકાર રોડ પણ ઘણો જોખમી છે. આ માર્ગ સમુદ્ર તટથી 11,200 ફૂટની ઊંચાઈએ આવેલો છે. આ રોડ પર ચાલતા સમયે તમને ઘણા સુંદર દ્રશ્યો જોવા મળી શકે છે.

માથેરાન-નરેલ રોડ જે માથેરાન અને નરેલને જોડવાનું કામ કરે છે, તે સર્પાકાર હોવાના કારણે અહીં ડ્રાઈવિંગ કરવી તમામ લોકો માટે સરળ રહેતી નથી. આ રોડ એટલો સાંકડો છે કે તમે ગાડીની સ્પીડ વધારી શકતા નથી. અહીં નાનકડી ભૂલ પણ જીવ લઈ શકે છે.

તામિલનાડુના નમક્કલ જીલ્લામાં કોલી હિલ્સ એક સુંદર ટૂરિસ્ટ ડેસ્ટિનેશન છે. જ્યાં જતા સમયે એક ખતરનાક રોડનો સામનો કરવો પડી શકે છે. આ રોડની તસવીરો જ તેની ભયાનકતા દેખાડવા માટે પૂરતી છે. આ રોડની ભયાનકતાના કારણે જ તેને ‘મોતનો પહાડ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

ખારડુંગ લા રોડ કોઈપણ અન્ય રોડ કરતા સાંકડો રોડ છે. અહીં એક નાનકડી ભૂલ પણ અકસ્માતને આમંત્રણ આપવા માટે પૂરતી છે.

લેહ-મનાલી હાઈવેઃ આ રોડ હિમાચલમાં આવે છે, અહીંની ઊંચાઈ 13 હજાર ફૂટથી વધુ છે, જે સૌથી ખતરનાક હાઈવેમાંથી એક છે. પહાડો પર બનેલો આ હાઈવે ટૂ-વે છે, જ્યાં ઘણીવાર ટ્રાફિક જામ જેવી ઘટના જોવા મળે છે.

રોહતાંગ દર્રા હાઈવેઃ આ વિસ્તાર જેટલો સુંદરતા માટે જાણીતો છે તેટલો જોખમ માટે પણ છે. એક તરફ હિમવર્ષાના કારણે સુંદર લાગતા પહાડ અને બીજી તરફ કાદવવાળા ગોળાકાર માર્ગો તથા ખીણ. આ દર્રા સમુદ્રી તટથી 4111 મીટરની ઊંચાઈ પર સ્થિત છે. સંપૂર્ણ વર્ષ અહીં બરફ જામેલો જોવા મળે છે.

You cannot copy content of this page