Only Gujarat

Bollywood

આ એક્ટ્રેસ જાહેરમાં ચોરી કરતાં પકડાઈ હતી, 18 વર્ષની ઉંમરમાં ફર્યાં હતાં ફેરા

મુંબઈઃ બંગાળી ફિલ્મોની જાણિતી એક્ટ્રસ સ્વાસ્તિકા મુખર્જી 40 વર્ષની થઈ ગઈ છે. 13 ડિસેમ્બર, 1980માં કોલકાતામાં જન્મેલી સ્વાસ્તિકા બંગાળી એક્ટર સંતૂ મુખર્જીની દીકરી છે. સ્વાસ્તિકાએ પોતાનું સ્ક્રીન ડેબ્યું બંગાળી ટીવી સિરીઝ ‘દેવદાસી’થી કર્યું હતું. આ પછી તેમણે વર્ષ 2001માં ફિલ્મ ‘હેમંતર પાખી’થી મોટા પડદા પર ડેબ્યુ કર્યું હતું. સ્વાસ્તિકાએ વર્ષ 2008માં આવેલી બોલિવૂડ ફિલ્મ મુંબઈ ‘કટિંગ’માં પણ કામ કર્યું છે. જોકે, તેમની સાથે એક ઘટના થઈ હતી જેને તે ક્યારેય યાદ કરવા માગતાં નથી.

સ્વસ્તિકા તે એક્ટ્રસ છે, જે નવેમ્બર 2014માં સિંગાપુરના એક જ્વેલરી મોલમાં ગોલ્ડ ઇયરિંગ્સ બેગમાં રાખતી પકડાઈ ગઈ હતી. સ્વાસ્તિકા બૉયફ્રેન્ડ સુમન મુખર્જી સાથે સિંગાપુરમાં એક જ્વેલરી સ્ટોરની લોન્ચિંગ ઇવેન્ટમાં સામેલ થઈ હતી. આ પછી શૉપ માલિકે ફિલ્મ ફેસ્ટિવલના ઓર્ગેનાઇઝર વિરુદ્ધ ફરિયાદ પણ કરી હતી. જોકે, સ્વાસ્તિકાએ આ એક્સિડેન્ટલી જણાવ્યું હતું.

મરવાનો કરી ચૂકી છે પ્રયત્ન
આ પહેલાં મે, 2014માં સ્વાસ્તિકા ચર્ચામાં હતી. જ્યારે તેમણે બૉયફ્રેન્ડ સુમનની ધરપકડનો વિરોધ કરતાં મરવાનો પ્રયત્ન કર્યો હતો. આ પછી સ્વાસ્તિકાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

સ્વાસ્તિકાએ 18 વર્ષની ઊંમરમાં લગ્ન કર્યાં હતાં.
વર્ષ 1998માં સ્વાસ્તિકાએ 18 વર્ષની ઊંમરમાં સિંગર પ્રોમિત સેન સાથે લગ્ન કર્યાં હતાં. જોકે, આ લગ્ન વધારે ટક્યા નહીં અને થોડા વર્ષો પછી બંને અલગ થઈ ગયાં. સ્વાસ્તિકાએ પતિ પર આરોપ લગાવ્યો હતો કે, ‘પ્રેગ્નન્સિ દરમિયાન તેમની સાથે મારઝૂડ કરવામાં આવી અને તેમને ઘરમાં બંધ કરી દેવામાં આવી હતી.’

સ્વાસ્તિકા એક દીકરીની મા છે.
સ્વાસ્તિકા મુજબ, ‘તેમના પતિએ વર્ષ 2000માં જ છૂટાછેડાની અરજી દાખલ કરી દીધી હતી, પણ જ્યારે તેમને જાણ થઈ કે, હું એક સફળ એક્ટ્રસ બની ગઈ છું તો તેમનું મન બદલાઈ ગયું.’ સ્વાસ્તિકાને એક દીકરી છે. જેનું નામ અન્વેષા છે. અન્વેષાનો જન્મ વર્ષ 2000માં થયો હતો.

સ્વાસ્તિકા પરમબ્રત ચેટર્જી સાથે રિલેશનશિપમાં રહી હતી.
રિપોર્ટ મુજબ, ફિલ્મ બ્રેક ફેઇલના સેટ પર સ્વાસ્તિકાની રિલેશનશિપ પરમબ્રત ચેટર્જી સાથે વધી હતી. કેમ કે, કાયદાકીય રીતે સ્વાસ્તિકા પ્રોમિતની પત્ની હતી, એટલે તેમણે પરમબ્રત ચેટર્જી વિરુદ્ધ અપરાધિક વ્યાભિચાર અને પરિણીત મહિલાને ફોસલાવવાનો આરોપ લગાવ્યો હતો.

સ્વાસ્તિકાએ વર્ષ 2001માં કરિયર શરૂ કર્યું.
13 ડિસેમ્બર, 1980માં કોલકાતામાં જન્મેલી સ્વાસ્તિકાએ કરિયરની શરૂઆત વર્ષ 2001માં ટીવી સિરિયલ દેવદાસીથી કરી હતી. જોકે, તેમને પહેલો લીડ રોલ વર્ષ 2004માં આવેલી ફિલ્મ ‘મસ્તાન’માં મળ્યો હતો. સ્વાસ્તિકાએ કોલકાતાની કાર્મેલ સ્કૂલ અને સેન્ટ થેરેસા સ્કૂલથી સ્ટડી કર્યું હતું.

સ્વાસ્તિકાએ CAAનો વિરોધ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે નાગરિકતા સંસોધન કાયદો એટલે CAA અને NRCના વિરોધમાં પશ્ચિમ બંગાળના કલાકારો, ડિરેક્ટર્સ અને મ્યૂઝિક ડિરેક્ટર્સે સાથે મળીને એક વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં દરેકે બંગાળી ભાષામાં કહ્યું હતું કે, ‘કાગોઝ અમરા દેખાબોના એટલે કે અમે કાગળ બતાવીશું નહીં.’

સુશાંતની છેલ્લી ફિલ્મમાં કામ કર્યું હતું.
સ્વાસ્તિકાએ સુશાંત સિંહ રાજપુતની છેલ્લી ફિલ્મ દિલ બેચારામાં પણ કામ કર્યું હતું. જેમાં તે કિઝી બસુ (સંજના સાંઘી)ની મા બની છે.

આ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
સ્વાસ્તિકાએ ‘ક્રિમિનલ’, ‘મંત્રા’, ‘ક્રાંતિ’, ‘હેલો કોલકાતા’, ‘પાર્ટનર’, ‘બ્રેક ફેલ’, ‘બૉય-બૉય બેન્કોક’, ‘નંદિની’, ‘મુંબઈ કટિંગ’, ‘માછ મિષ્ટી એન્ડ મોર‘, ‘અમી આર અમાર ગર્લફ્રેન્ડ્સ’, ‘જાતિશ્વર’, ‘એવર શાબોર’, ‘ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષી’ અને ‘સાહેબ બીવી ગોલામ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

You cannot copy content of this page