Only Gujarat

Bollywood

‘કુછ કુછ હોતા હૈ’ ફિલ્મના ‘નાના સરદારે’ ગર્લફ્રેન્ડ સાથે કર્યાં સીક્રેટ વેડિંગ

મુંબઈઃ 22 વર્ષ પહેલાં આવેલી શાહરૂખ ખાન અને કાજોલની સુરપરહિટ ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’માં નાના સરદારનો રોલ પ્લે કરનારા એક્ટર પરજાન દસ્તૂરે લગ્ન કરી લીધા છે. પરજાને પોતાની ગર્લફ્રેન્ડ ડેલના શ્રોફ સાથે લગ્ન કર્યાં છે. તેમના લગ્ન પારસી રિતી-રિવાઝથી થયાં છે. લગ્ન પછી આ કપલના ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યાં છે.

ફોટોમાં પરજાન ટ્રેડિશનલ વ્હાઇટ ડ્રેસમાં જોવા મળી રહી છે. જ્યારે તેમની વાઇફ ડેલના મરુણ સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. ઉલ્લેખનીય છે કે, પરજાન અને ડેલનાએ વર્ષ 2019માં સગાઈ કરી હતી.

પરજાન દસ્તૂરે લગ્નના ફોટોમાં પત્ની ડેલના અને ખુદને ટેગ કરી લખ્યું કે, ‘સ્ટાર ઇઝ શાઇનિંગ.’ ઉલ્લેખનીય છે કે, 4 મહિના પહેલા પરજાને સોશિયલ મીડિયા પર આ વાતનો સંકેત આપ્યો હતો કે, નવા વર્ષે એટલે કે જાન્યુઆરી 2021માં તે લગ્ન કરી શકે છે.

પરજાને એક ફોટો શેર કર્યો હતો. જેમાં તે ડેલના સામે ઢીંચણ પર બેસી પ્રપોઝ કરતો જોવા મળ્યો હતો. આ ફોટો સાથે તેમણે કેપ્શનમાં લખ્યું હતું કે, ‘વર્ષ પહેલાં આ ખૂબ જ સુંદર દિવસ હતો, જ્યારે તેણે હા કહી હતી અને હવે 4 મહિના પછી લગ્ન થઈ જશે.’

પરજાન દસ્તૂરે ‘કુછ કુછ હોતા હૈ’ ઉપરાંત ફિલ્મ ‘હમ તુમ’માં પોતાનો અવાજ આપ્યો હતો. સૌથી પહેલાં પરજાન ધારા રિફાઇન્ડની જલેબીવાળી એડવર્ટાઇઝથી ફૅમશ થયો હતો. આ પછી તે વર્ષ 2009માં પીયુષ ઝાની ફિલ્મ ‘સિકંદર’માં લીડ રોલમાં પણ જોવા મળ્યો હતો.

‘સિકંદર’માં પરજાને એક ફુટબૉલરનો રોલ પ્લે કર્યો હતો. પરજાન અત્યારે પોતાનું એક પ્રોડક્શન હાઉસ ચલાવે છે. જેમાં શોર્ટ ફિલ્મો બનાવવામાં આવે છે.

પરજાને એક ઇન્ટરવ્યૂમાં એમ પણ જણાવ્યું હતું કે, ‘તે શાહરૂખ ખાન સાથે બીજીવાર કામ કરવા માગે છે.’

પરજાને ‘કુછ કુછ હોતા હૈ’ પછી ‘મોહબ્બતે’, ‘કહોના પ્યાર હૈ’, ‘હાથ કા અંડા’, ‘બ્રેક કે બાદ’, ‘કહેતા હૈ દિલ બાર બાર’, ‘હમ તુમ પરજાનિયા’ અને ‘કભી ખુશી કભી ગમ’ સહિતની ફિલ્મોમાં કામ કર્યું છે.

પત્ની ડેલના શ્રોફ સાથે પરજાન દસ્તૂર.

You cannot copy content of this page