Only Gujarat

Bollywood

હજી તો માંડ 27 વર્ષની છે આલિયા ને મુંબઈમાં ખરીદ્યા બે-બે ઘર ને એક છે લંડનમાં

મુંબઈઃ બોલિવૂડ કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ઘણાં સમયથી રિલેશનશિપમાં છે. બંનેના લગ્ન અંગે ઘણીવાર સમાચાર સામે આવતાં રહે છે. થોડાં દિવસ પહેલા ચર્ચા હતી કે, આલિયા અને રણબીર આ વર્ષના અંતમાં લગ્ન કરી લેશે. જોકે, આ લગ્ન ક્યારે થશે તે કહી શકાતું નથી, પણ આ વચ્ચે સમાચાર આવી રહ્યાં છે કે, આલિયાએ રણબીર કપૂરની બિલ્ડિંગમાં જ પોતાના માટે એક એપાર્ટમેન્ટ ખરીદ્યું છે.

રિપોર્ટ્સ મુજબ, આલિયા ભટ્ટે બાંદ્રાના પાલી હિલ સ્થિત તે બ્લિડિંગમાં એપાર્ટમેન્ટ ખરીદ્યું છે, જેમાં રણબીર કપૂર પહેલાંથી રહે છે. આલિયાનું આ નવું ઘર 2460 સ્ક્વેયર ફૂટનું છે.

રણબીરનું એપાર્ટમેન્ટ આ બિલ્ડિંગના 7માં માળ પર છે. તો આલિયાએ 5માં માળે એપાર્ટમેન્ટ ખરીદ્યો છે. રિપોર્ટ મુજબ, આલિયાના આ નવા ઘરની કિંમત 32 કરોડ રૂપિયા છે. અત્યારે આલિયા પોતાની મોટી બહેન શાહિન ભટ્ટ સાથે જુહૂ સ્થિત ઘરમાં રહે છે. એવા સમાચાર આવી રહ્યા છે કે, તે પોતાના નવા એપાર્ટમેન્ટમાં શિફ્ટ થઈ જશે.

આલિયા પોતાના નવા એપાર્ટમેન્ટનું ઇન્ટેરિઅર ડિઝાઈનિંગ શાહરૂખ ખાનની પત્ની ગૌરી પાસે કરાવશે. ગૌરી ખુદ ઇન્ટેરિઅર ડિઝાઈનર છે અને તેમણે પોતાનો દિલ્હીવાળો આલિશાન બંગલો ખુદ ડેકોરેટ કર્યો છે.

આલિયા ભટ્ટ અત્યારે જુહૂ સ્થિત જે ઘરમાં રહે છે, તેની કિંમત લગભગ 23 કરોડ રૂપિયા છે. આલિયાનું આ ઘર 2300 સ્ક્વેયર ફૂટનું છે. આલિયાના આ ઘરને ઇન્ટેરિયઅર રિચા બહલે ડિઝાઈન કર્યું છે.

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ઘણાં સમયથી રિલેશનશિપમાં છે. થોડાં દિવસ પહેલાં સમાચાર સામે આવ્યાં હતાં કે, આલિયા-રણબીર આ વર્ષે ડિસેમ્બર મહિનામાં ડેસ્ટિનેશન વેડિંગ કરશે. પછી સમાચાર સામે આવ્યાં કે ફંક્શન 21 ડિસેમ્બરે શરૂ થશે અને આગામી 4 દિવસો સુધી ચાલશે. હવે કહેવામાં આવી રહ્યું છે કે, ‘બ્રહ્માસ્ત્ર’ના રિલીઝ પછી બંને લગ્ન કરી શકે છે.

આ વર્ષે 30 એપ્રિલે રિશી કપૂરના નિધન પછી કપૂર પરિવારે લગ્ન ટાળવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત કોરોના વાઇરસ અને અન્ય કારણોને લીધે પણ અત્યારે લગ્નને ટાળવાનો નિર્ણય કર્યો છે. જોકે, કપૂર પરિવાર તરફથી આ અંગે કોઈ વાત કહેવામાં આવી નથી.

ઉલ્લેખનીય છે કે, આલિયા-રણબીર મે, 2018માં સોનમ કપૂરના લગ્નમાં સાથે આવ્યાં હતાં. અહીંથી બંનેના અફેરની જાણ થઈ હતી. આમ તો આલિયા અને રણબીરને ઘણીવાર સાથે જોવા મળ્યાં છે, પણ ગત ડિસેમ્બર મહિનામાં કરીના કપૂરની ક્રિસમસ પાર્ટીના કેટલાક ફોટો સામે આવ્યાં હતાં, જેમાં રણબીર, આલિયાની બાહોમાં જોવા મળી હતી.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રણબીર અને આલિયા પહેલીવાર એક સાથે ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે. ડિરેક્ટર અયાન મુખર્જીની આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, નાગાર્જુન, મૌની રોય અને ડિમ્પલ કપાડિયા લીડ રોલમાં છે. આ ફિલ્નું પ્રોડક્શન કરણ જોહરનું ધર્મા પ્રોડક્શન અને ડિરેક્શન અયાન મુખર્જી કરી રહ્યાં છે.

You cannot copy content of this page