Only Gujarat

Bollywood FEATURED

પરિણીત ને એક દીકરીનો બાપ હોવા છતાંય મહેશ ભટ્ટનું હતું પરવીન બાબી સાથે અફેર

મુંબઈઃ સુશાંત સિંહ રાજપુતના નિધન પછી ફિલ્મમેકર મહેશ ભટ્ટ સતત ચર્ચામાં છે. રિપોર્ટ મુજબ, મહેશ ભટ્ટે જ રિયા ચક્રવર્તીને સુશાંત સાથે સંબંધ તોડવાની સલાહ આપી હતી. મહેશ ભટ્ટની સલાહ પર જ રિયાએ 8 જૂને સુશાંતનું ઘર છોડી દીધું હતું. ઘર છોડ્યા પછી રિયાએ મહેશ ભટ્ટને વોટ્સએપમાં મેસેજ કર્યાં હતાં જેના સ્ક્રીનશૉટ સોશિયલ મીડિયામાં ફરતાં થયાં છે. એવામાં સુશાંતના ફેન્સ તેમના શંકાસ્પદ મોત મામલે મહેશ ભટ્ટ પર સતત સવાલ ઊભા કરી રહ્યાં છે અને અત્યારે તે ફરી વિવાદમાં ફસાઈ ગયા છે.

71 વર્ષના મહેશ ભટ્ટ ડિરેક્ટર, પ્રોડ્યુસર અને સ્ક્રીન રાઇટર છે. તેમણે હિન્દી સિનેમામાં ઘણી સારી ફિલ્મો આપી છે પણ, તે વાત નકારી ન શકાય કે તેમની પર્સનાલિટી ખૂબ જ વિવાદીત છે.

20 સપ્ટેમ્બર 1948, મુંબઈમાં જન્મેલા મહેશ ભટ્ટના પિતા હિન્દુ હતાં અને તેમની મા મુસ્લિમ હતી. મહેશ ભટ્ટનો સ્કૂલ અભ્યાસ ડૉન બૉસ્કો સ્કૂલ, માટુંગા, મુંબઈથી થયો હતો. સ્કૂલ દરમિયાન જ તેમણે રૂપિયા કમાવવા માટે સમર જૉબ્સ શરૂ કરી હતી. આ ઉપરાંત તેમણે પ્રોડક્ટની એડવર્ટાઇઝ બનાવી હતી.

લેરિયન બ્રાઇટ સાથે પહેલાં લગ્ન કર્યાં
મહેશ ભટ્ટ ખાસ તો તેમની લવ લાઇફ અંગે ચર્ચામાં રહ્યાં છે. જ્યારે તે 20 વર્ષની ઉંમરમાં કૉલેજમાં સ્ટડી કરી રહ્યાં હતાં ત્યારે, તે લેરિઅન નામની છોકરી પર તેમનું દિલ આવી ગયું હતું. લેરિઅન કૈથોલિક હતી અને મુંબઈના અનાથાલયમાં રહીને ભણતી હતી.

એક ઇન્ટરવ્યૂમાં મહેશ ભટ્ટે કહ્યું હતું કે, ‘હું અનાથાલયની દીવાલ કૂદીને તેમને મળવા જતો હતો, પણ એકવાર જ્યારે અમે પકડાઈ ગયાં તો તેને તે જગ્યા છોડવી પડીહતી. મેં YMCAમાં તેમનું એડમિશન કરાવી દીધું કેમ કે, તે ત્યાં ટાઇપિસ્ટ બનીને પોતાના માટે કંઈક કરી શકે. હું પણ કામ કરતો હતો. મેં ડાલડા અને લાઇફ બૉય માટે એડ બનાવી’.

આ પછી 20 વર્ષની ઉંમરમાં લેરિઅન અને મહેશે લગ્ન કરી લીધાં હતાં. લેરિઅને તેમનું નામ બદલીને કિરણ રાખ્યું હતું. લગ્ન પછી લેરિઅને દીકરી પૂજાને જન્મ આપ્યો પણ, જલદી જ લેરિઅન અને મહેશ ભટ્ટના સંબંધમાં મનભેદ થવા લાગ્યાં હતાં. બંનેએ અલગ થયાં પણ છૂટાછેડા લીધા નહોતાં.

પરવીન બાબી સાથે હતું અફેર
લેરિઅન સાથે છૂટાછેડા વગર મહેશ ભટ્ટનું પરવીન બાબી સાથે અફેર હતું. પરવીન બાબી મહેશ ભટ્ટને ત્યારે મળી હતી જ્યારે તેમનું કરિયર ટૉપ પર હતું. બંને લિવ ઇનમાં સાથે રહેવા લાગ્યા હતાં પણ આ પ્રેમ કહાણીનો કરુણ અંત આવ્યો હતો.

ડૉક્ટરે જણાવ્યા મુજબ, ‘પરવીન માનસિક રીતે બીમાર હતી અને તેમની બીમારીની સારવાર સંભવ નહોતી.’ મહેશ ભટ્ટે અમેરિકા સુધી પરવીનની સારવાર કરાવી, પણ તે સ્વસ્થ થઈ નહીં. જેનાથી હેરાન થઈ મહેશ ભટ્ટે પરવીનને છોડી દીધી અને પહેલી પત્ની કિરણ પાસે પાછા જતાં રહ્યાં હતાં. આ દરમિયાન તેમના દીકરા રાહુલ ભટ્ટનો જન્મ થયો હતો.

આ પછી મહેશ ભટ્ટ પર પરવીન બાબીએ તેમના સ્ટારડમનો ફાયદો ઉઠાવવાનો અને તેમનો ઉપયોગ કરવાનો પણ આરોપ લગાવ્યો. આ દરમિયાન મહેશ ભટ્ટે ફિલ્મ ‘અર્થ’ લખવાની શરૂઆત કરી હતી., જે તેમની જિંદગીની હકીકત હતી. પરવીને તેમના જીવનના અંતિમ દિવસો એકલા જ પસાર કર્યા અને 22 જાન્યુઆરી, 2005માં તેમનું મોત થયું. ત્યારે તેમની ડેડ બૉડી ક્લેમ કરવા માટે મહેશ ભટ્ટ આગળ આવ્યાં હતાં.

ધર્મ બદલી સોની રાજદાન સાથે લગ્ન કર્યાં
પરવીન પછી દૂર થયાં પછી મહેશ ભટ્ટની સોની રાજદાન સાથે સંબંધો વધ્યા હતાં. સોનીએ તેમની ફિલ્મ ‘સારાંશ’માં કામ કર્યું હતું. બંને એકબીજાના પ્રેમ કરતાં હતાં અને સોનીએ મહેશને ખરાબ યાદમાંથી બહાર કાઢ્યા હતાં.

સોનીના પિતાએ મહેશ ભટ્ટને કહ્યું કે, ‘દીકરીના લગ્ન કર્યાં પહેલાં તે કિરણ સાથે પહેલાં લગ્ન તોડી દે’, પણ તેમણે એવું કર્યું નહીં. ત્યારે મહેશ ભટ્ટે ઇસ્લામ ધર્મ અપનાવી સોની સાથે લગ્ન કર્યાં હતાં. આ પછી મહેશ ભટ્ટ દીકરી શાહીન અને આલિયાના પિતા બન્યાં હતાં.

દીકરી સાથેનું ફોટોશૂટ હતું ચર્ચામાં
મહેશ ભટ્ટનું દીકરી પૂજા સાથે એક મેગેઝીન માટે કરાવેલું ફોટોશૂટ સૌથી વધુ ચર્ચામાં હતું. વર્ષો પહેલાં સ્ટારડસ્ટ મેગેઝીન માટે કેમણે પૂજા સાથે લિપલૉકનો પોઝ આપ્યો હતો. આ ફોટો મેગેઝીનના કવર પેજ પર છાંપવામાં આવ્યો હતો. આ કવર પેજની હેડલાઇન હતી, ‘જો પૂજા મારી દીકરી ના હોત તો તેની સાથે હું લગ્ન કરી લેત’ આ ફોટોએ એટલો વિવાદ ઊભો કર્યો હતો કે, પૂજા અને મહેશ ભટ્ટ બંનેએ આ ફોટોને ફેક ગણાવ્યો હતો.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page