Only Gujarat

FEATURED National

પાર્ટીના ચેરમેનના ઘરે દરોડા, એક કરોડ રોકડ અને દોઢ કરોડનું સોનું જોઈ CID થઈ દંગ

હૈદરાબાદઃ હૈદરાબાદમાં તેલુગુદેશમ પાર્ટીના ચેરમેન શ્રીનિવાસુલના ઘરે સીઆઇડીએ દરોડા પાડ્યા હતાં. તેમના ઘરમાંથી ત્રણ કિલો સોનું અને હિરાના ઘરેણાંની સાથે અંદાજે 1 કરોડ રૂપિયા કેશ મળી આવ્યા હતાં. ઘરમાંથી મળેલા સોનાની કિંમત અંદાજે દોઢ કરોડ રૂપિયાની આસપાસ છે. આટલી મોટી રકમ જોઇ તમામ લોકો હેરાન રહી ગયા. શ્રીનિવાસુલના ઘરમાંથી ત્રણ કિલો સોનું અને હિરાની જ્વેલરી સિવાય અંદાજે એક કરોડ રૂપિયા કેશ મળ્યા. સોનાની પણ આ સમયે કિંમત દોઢ કરોડ રૂપિયા અંદાજે છે.

તેલુગુદેશમ પાર્ટીના કાર્યકાળમાં એપીસીઓ (આંધ્ર પ્રદેશ સ્ટેટ હેંડલૂમ વેવર્સ કોપરેટિવ સોસાયટી)ના ચેરમેન રહેલા ગુજ્જુલા શ્રીનિવાસુલના ઘરે CIDએ દરોડા પાડ્યા તો ત્યાં સોનાની ચમક જોઇ દંગ રહી ગયા.

CIDએ આ દરોડા ત્યારે માર્યા જ્યારે ટીડીપી સરકારના રાજમાં આંધ્રપ્રદેશમાં એપીસીઓના ચેરમેર રહી ચૂકેલા ગુજ્જુલા શ્રીનિવાસુલ વિરુદ્ધ અનિયમિતા દાખવવાના આરોપમાં FIR દાખલ કરવામાં આવી હતી.

FIRમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે પૂર્વ ચેરમેન અને અન્ય લોકોએ નકલી બની સહકારી સમિતીઓની મદદથી સરકારી ધનની હેરાફેરી કરી. તેમણે સ્કૂલના બાળકો, પોલીસ અને સ્વચ્છતા કર્મચારીઓને હેન્ડલૂમની જગ્યાએ પોલિસ્ટરના કપડાં આપ્યાં હતાં.

આ દરોડા કડપ્પા જિલ્લામાં મયદુકરુ સિવાય 10 વધુ સ્થળો પર પણ કરવામાં આવ્યા હતા, જે પૂર્વ ચેરમેન સાથે તાર જોડાયેલા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

You cannot copy content of this page