Only Gujarat

Bollywood

લોકડાઉનમાં આ TV અભિનેત્રી થઈ ગંભીર બીમારીનો શિકાર, જાણો કેમ

મુંબઈઃ કોરોના વાઇરસને લીધે દેશમાં લૉકડાઉન રાખવામાં આવ્યું છે. એવામાં સેલેબ્સ તેમના ઘરમાં કેદ છે. આ દરમિયાન સેલિબ્રિટિઝ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ત્યારે ટીવી એક્ટ્રસ ઉર્વશી ઢોલકિયા તેનો વર્ચુઅલ શૉ ચલાવી રહી છે. ઉર્વશીએ ખુલાશો કર્યો છે કે, તેને ટેનિસ એલ્બો થઈ ગયો છે. આ વાતની જાણ તેણે ખૂદ શેર કરી હતી.

ફોનનો વધારે યૂઝ કરવાથી થયેલા પ્રોબ્લેમ પર એક ઇન્ટર્વ્યૂમાં ઉર્વશીએ કહ્યું કે, ‘કેટલાંક દિવસો પહેલાં મને ટેનિસ એલ્બો થઈ ગયો હતો. ફોનને પકડી સતત વપરાશને લીધે આવું થયું છે, કેમ કે મારું કામ ફોન પર જ થાય છે. શૉ માટે કેટલીકવાર હું ખુદ એડિટ કરું છું. તમે જેટલા એપિસોડ જોયાં છે તેમાંથી મોટાંભાગના મેં ખુદ એડિટ કર્યાં છે.’

સોશિયલ મીડિયા પર ઉર્વશી ખૂબ જ એક્ટિવ છે. તે તેનાં ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. ઉલ્લેખનીય છે કે, ઉર્વશીએ ‘દેખ ભાઈ દેખ’ શૉથી શરૂઆત કરી હતી. તે પછી તે ‘શક્તિમાન’, ‘ઘર એક મંદિર’, ‘કભી સેતાન કભી સહેલી’, ‘મહેંદી તેરે નામ કી’ જેવા શોમાં કામ કર્યું હતું. જોકે, ‘કસોટી જિંદગીમાં’ કોમોલિકાના પાત્રથી ઉર્વશીને જબરદસ્ત સફળતા મળી હતી.

ટેનિસ એલ્બો એક એવી સમસ્યા છે, જેમાં કોણીમાં ખૂબ જ દુખાવો થાય છે. કોણીના હાડકાં અને માંસપેશીઓ પર વધારે વજન આવવાથી ટેનિસ એલ્બોનો પ્રોબ્લેમ થાય છે.

શારિરીક ગતિવિધિ દરમિયાન કાંડુ અને આંગળિયોની મૂવમેન્ટથી માંસપેશીઓમાં ખેચાણને લીધે કોણીમાં સોજો આવે છે. જેને ટેનિસ એલ્બોના નામથી ઓળખવામાં આવે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page