Only Gujarat

Bollywood TOP STORIES

કરીનાના લાડલાનું બધું જ કામ કરે છે આયા, પગાર એટલો કે આપણે તો મહિને પણ આટલું ના કમાઈ શકીએ

કોરોના મહામારીના કારણે તમામ લોકો પરેશાન છે. દુનિયાભરમાં રોજ હજારો લોકોના મૃત્યુ થઇ રહ્યાં છે. ભારતમાં પણ કોરોનાના કારણે સ્થિતિ ભયાનક છે. સામાન્ય જનતાની જેમ જ સેલિબ્રિટીઝ પણ પોત પોતાના ઘરમાં બંધ છે. હાલ તમામ પ્રોડક્શન હાઉસ બંધ છે. એવામાં સેલિબ્રિટિઝ સાથે જોડાયેલી કેટલીક રોચક વાતો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. જેમાં એક કિસ્સો કરીના કપૂરના પુત્ર તૈમૂરની નૈની સાવિત્રીને લઇને પણ વાયરલ થઇ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તૈમૂરની નૈનીનો પગાર એન્જિનિયર, MBA અને આઇટી પ્રોફેશનલથી પણ વધુ છે. હાલના દિવસોમાં તૈમૂર પોતાના માતા-પિતા સાથે જ ટાઇમ સ્પેન્ડ કરી રહ્યો છે.

કરીના કપૂર અને સૈફ અલી ખાનના 3 વર્ષના પુત્ર તૈમૂરની ગણના સૌથી પોપ્યુલર સ્ટાર કિડ્સમાં કરવામાં આવે છે. તૈમૂરની દરેક એક્ટિવિટી પર મીડિયા નજર રાખે છે. અવાર નવાર તૈમૂરની તસવીરો સામે આવતી રહી છે. આ તસવીરોમાં મમ્મી-પપ્પા સાથે નૈની સાવિત્રી પણ નજર આવે છે.

તમને જણવી દઇએ કે નૈનીનું કામ સરળ નથી. તેઓને બાળકોને નવડાવવાથી લઇને પકડા પહેરાવવા અને ખાવાનું ખવડાવવા સુધીનું તમામ વાતનું ધ્યાન રાખવાનું હોય છે. તેમ છતા તેઓને દરેક વસ્તુની આઝાદી હોતી નથી. બાળકના માતા-પિતા જેવી સૂચના આપે તેવું જ કરવાનું હોય છે.

નૈનીને તૈમૂરની હાઇજીનનું ધ્યાન રાખવાનું હોય છે. બાળકોના હાઇજીનની સાથે સાથે પોતાના સ્વાથ્યનું પણ ધ્યાન રાખવાનું હોય છે. તૈમૂરની નૈની હંમેશા સાફ-સૂથરા કપડામાં જ નજર આવે છે.

નૈની તેમૂરનું નવડાવતી વખતે પણ સંપૂર્ણ ધ્યાન રાખે છે. બાળક ગાર્ડનમાં રમતી વખતે કોઇ ખરાબ વસ્તુ કે ઇન્ફેક્ટેડ ન થઇ જાય તેનું પણ નૈની ખાસ ધ્યાન રાખે છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે તૈમૂરની નૈનીનો બેસિક પગાર 1.5 લાખ મહિના છે. તો ઘણી વખત એકસ્ટ્રા શિફ્ટમાં પણ કામ કરવું પડે છે. તેવામાં તેમનો પગાર વધીને 1.7 લાખ રૂપિયા મહિના સુધી પહોંચી જાય છે. નૈનીને એક કાર પણ આપવામાં આવી છે જેમાં તે તૈમૂરને ફરવા લઇ જાય છે.

જ્યારે પણ કરીના-સૈફ વિદેશ જાય છે તો તેમના પુત્ર તૈમૂરનું સંપૂર્ણ ધ્યાન રાખવા નૈનીને પણ સાથે લઇ જાય છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page