Only Gujarat

Bollywood TOP STORIES

કોણ છે સુશાંતની નજીકની આ બે વ્યક્તિ, જેમણે રિસિવ નહોતો કર્યો એક્ટરનો કોલ

મુંબઈઃ બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપુતના મૃત્યુ પછી આ મામલે તપાસ કરી રહી છે. સુશાંત સિંહના મોબાઇલ રેકોર્ડ મુજબ, તેમણે મૃત્યુ પહેલાં છેલ્લો કૉલ રિયા ચક્રવર્તી અને મહેશ શેટ્ટીને કર્યો હતો પણ, બંનેએ સુશાંતનો કૉલ રીસિવ કર્યો નહોતો. હવે પોલીસ આ બંનેની પૂછપરછ કરશે. ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહ રાજપુતના મૃતદેહના પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં કોઈ જહેર કે મૃત્યુનું અન્ય કોઈ કારણ સામે આવ્યું નથી. સુશાંતના શરીરના વિસેરા સાચવીને રાખવામાં આવ્યા છે, જેની ફોરેન્સિક તપાસ થશે. સુશાંત સિંહ રાજપુતના પિતા તેમના સંબંધીઓ સાથે પટનાથી મુંબઈ આવી ગયા છે. મુંબઈના વિલે પાર્લે સેવા સમાજ સ્મશાન ગૃહમાં સુશાંત સિંહ રાજપુતના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.

રિપોર્ટ મુજબ, સુશાંત સિેહ રાજપુતે 13 જૂને રાતે12 વાગ્યે રિયા ચક્રવર્તી અને મહેશ શેટ્ટીને કોલ કર્યો હતો, પણ બંનેએ કોલ રીસિવ કર્યો નહોતો. સુશાંત સિંહ રાજપુત 14 જૂને સવારે 6.30 વાગ્યે ઊઠી ગયા હતા, સવારે 9.30 તેમને બહેન સાથે ફોન પર વાત કરી હતી. લગબગ 10.30 વાગ્યે સુશાંત તેમના રૂમની બહાર નીકળ્યા અને જ્યૂસ પીને ફરી રૂમમાં જતાં રહ્યા હતા. થોડીવાર પછી સુશાંત સિંહ રાજપુતના નોકરે લન્ચ માટે દરવાજો ખોલવા કહ્યું પણ તેમણે દરવાજો ખોલ્યો નહોતો. સાથે રહેતાં મિત્રો અને નોકરોએ સુશાંતને ફોન પણ કર્યો હતો, પણ તેમને ફોન રીસિવ કર્યો નહોતો. જેનાથી બધા ઘબરાઈ ગયા હતાં.

સુશાંત સિંહ રાજપુતે રૂમ ન ખોલતાં ચાવી બનાવનારને બોલાવવામાં આવ્યો હતો. ચાવી બનાવનારે લૉક ખોલી દીધું હતું. રૂમમાં પંખા પર સુશાંતનો મૃતદેહ લટકતો જોઈ દરેકના હોશ ઊડી ગયો હતો. પોલીસને જાણ કરાતાં પોલીસ ઘરે આવી અને તપાસ કરી તો કોઈ સ્યૂસાઇડ નોટ પણ હાથમાં લાગી નહીં અને અન્ય માહિતી પણ મળી નહોતી.

સુશાંત સિંહના મૃત્યુ કારણ જાણવા પોલીસ સતત પ્રયત્ન કરી રહી છે. પોલીસ રિયા અને મહેશ ઉપરાંત સુશાંતના અન્ય મિત્રોની પણ પોલીસ પૂછપરછ કરશે. ઉલ્લેખનીય છે કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ સુશાંત સિંહનું મોત ગળેફાંસાને લીધે ગુંગળામણથી થયું છે.

રિયા ચક્રવર્તી જાણીતી મૉડેલ અને એક્ટ્રસ છે. સુશાંત સાથે તેમના અફેરની પણ ચર્ચા હતી. બંને થોડાં દિવસો પહેલાં વેકેશન પર પણ સાથે ગયા હતાં. તો મહેશ શેટ્ટી સુશાંત સાથે ‘પવિત્ર રિશ્તા’ સીરિયલમાં સાથે કામ કરી ચૂક્યા છે. તે સુશાંતના કો એક્ટર અને મિત્ર પણ છે.

You cannot copy content of this page