Only Gujarat

Business TOP STORIES

આવું તો બોસ ગુજરાતી જ કરી શકે! અંબાણી પરિવારે આ શક્તિપીઠમાં માતાના ચરણે ધર્યું લાખોનું સોનું

અસમના પ્રખ્યાત કામાખ્યા દેવીના મંદિર માટે દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી તરફથી 19 કિલો સોનું દાન કરવામાં આવ્યું હોવાના સમાચાર છે. કોરોના કાળમાં લાંબા સમય માટે બંધ રહ્યા બાદ 12 ઑક્ટોબરે ખુલેલા મંદિરનો ગુંબજ બનાવવા માટે મુકેશ અંબાણી મંદિરને દિવાળીના મોકા પર દાન કરવાના છે.

ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર અંબાણી પરિવારની ભેટ હાલ મુંબઈમાં સ્થાનિક શિલ્પકારો તૈયાર કરી રહ્યા છે. રિપોર્ટ પ્રમાણે મુકેશ અંબાણી પોતે તેમાં રસ લઈ રહ્યા છે. મંદિરના ગુંજબ પાસે 3 કળશ રાખવાના છે, જે સોનાના હશે. હાલ તેનું કામ ચાલી રહ્યું છે.

રિપોર્ટના પ્રમાણે મંદિરના ગુંબજનું કામ જલ્દી જ પૂર્ણ થઈ જશે અને પછી આગળનું કામ બે અઠવાડિયામાં પૂર્ણ થશે. મુખ્ય ઢાંચો તૈયાર થઈ રહ્યો છે અને પછી તેના પર સોનાનું સ્તર ચડાવવામાં આવશે. જેને લઈને મંદિર પ્રશાસન પણ ખૂબ જ ઉત્સાહિત છે.

કામાખ્યા મંદિર ટ્રસ્ટના મુખિયા મોહિત ચંદ્ર શર્માએ કહ્યું કે, ‘કોરોના સંકટના કારણે લાંબા સમય બાદ મંદિરને ખોલવામાં આવ્યું છે. હવે આવતા શ્રદ્ધાળુઓને મંદિરમાં એક નવી અને સારી વસ્તુ જોવા મળશે. આ ફેરફારના કારણે મંદિરના શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો થવાની પણ શક્યતા છે.’

You cannot copy content of this page