Only Gujarat

Bollywood

22 વર્ષમાં આવી દેખાવા લાગી શાહરૂખની ‘દીકરી’, જાણો આજે શું કરે છે?

મુંબઈઃ શાહરૂખ ખાનની સુપરહિટ ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ (1998)માં તેમની દીકરી અંજલીનો રોલ પ્લે કરનારી સના સઇદ 32 વર્ષની થઈ ગઈ છે. 22 સપ્ટેમ્બર, 1988માં મુંબઈમાં જન્મેલી સનાએ જ્યારે આ ફિલ્મમાં કામ કર્યું ત્યારે તેની ઉંમર માત્ર 10 વર્ષ હતી. સનાએ ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે ફિલ્મ ‘હર દીલ જો પ્યાર કરેગા’ અને ‘બાદલ’માં પણ કામ કર્યું છે. સનાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર તેના કેટલાક ફોટો શેર કર્યાં છે, જેમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. ઉલ્લેખનીય છે કે, એક સમય એવો પણ હતો કે, જ્યારે સનાને તેમના ઘરવાળાની નારાજગીનો સામનો કરવો પડ્યો હતો.

સના સઇદે એક્ટિંગમાં તેની બીજી ઇનિંગ વર્ષ 2014માં આવેલી કરણ જોહરની ફિલ્મ ‘સ્ટૂડન્ટ ઑફ ધી યર’થી શરૂ કરી હતી.

ફિલ્મ સાથે તે ટીવી શૉ ‘ઝલક દીખલાજા 6’(2013), ‘એમટીવી સ્પિલટ્સવિલા સેક્સી સના’ (2013), ‘નચ બલિયે 7’ (2014) અને ‘ફિયર ફેક્ટર ખતરો કે ખિલાડી 7’(2016)માં પણ પાર્ટિસિપેટ કર્યું છે.

સનાની પર્સનલ લાઇફની વાત કરીએ તો તેનું નામ ડિજે અને આર્ટિસ્ટ દીપેશ શર્મા સાથે જોડાઈ ચૂક્યું છે. દીપેસ સાથે જ સનાએ ‘નચ બલિયે સીઝન 7’માં પાર્ટિસિપેટ કર્યું હતું. દીપેક એક બિઝનેસમેન પણ છે. તેમને ગોવામાં પોતાનું ક્રોનિકલ નામનું એક રેસ્ટોરાં છે.

આ પછી ચર્ચા હતી કે, સના સઇદ જહીર રત્નસીને ડેટ કરી રહી છે. જહીર સલમાનના ફ્રેન્ડ ઇકબાલ રત્નસીનો દીકરો છે.

સના સઇદ જ્યારે ‘સ્ટૂડન્ટ્સ ઓફ ધી યર’માં કામ કરી રહી હતી ત્યારે તેમણે ઘરવાળાના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. તેમના પિતા નહોતા ઇચ્છતાં કે તે એક્ટિંગામાં તેનું કરિયર બનાવે.

એવામાં જ્યારે સનાના પેરેન્ટ્સને જાણ થઈ કે, ‘સ્ટૂડન્ટ ઑફ ધી યર’માં તેમની દીકરી બિકિની અને ખૂબ જ રિવીલિંગ કપડાં પહેરવાની છે તો તે ભડકી ગયાં હતાં.

આ વિશે સનાએ કહ્યું હતું કે, ‘મારા પેરેન્ટ્સ તે જનરેશનના છે જેમાં ઢીંચણથી ઉપર સ્કર્ટ પહેરવાનું વિચારતાં પણ નહોતા. તેમને તે વાતનો ડર લાગતો હતો કે, ક્યાંક આવાં એક્સપોઝરથી કંઈક ખોટું ના થઈ જાય.’

સના સઇદ મુજબ, ‘મારા ઘરવાળાના મનમાં બોલિવૂડની ખોટી છબી છે, પણ શું કરવું છે અને શું કરવું નથી, તેનો અંતિમ નિર્ણય હું ખુદ લવ છું.’

સના સઇદે વર્ષ 2018માં ટીવી શૉ ‘કૉમેડી સર્કસ’માં જોવા મળી હતી. આ પછી તે ‘કિચન ચેમ્પિયન’માં ગેસ્ટ તરીકે જોવા મળી હતી.

સના સઈદે અત્યાર સુધી ‘બાબુલ કા આંગન છૂટે ના’, ‘લો હો ગઈ પૂજા ઇસ ઘર કી’, ‘ઝલક દિખલા જા 6’, ‘યે હે આશિકી’, ‘ઝલક દિખલા જા 7’ અને સીઝન 9 અને ‘લાલ ઇશ્ક’ જેવા ટીવી શૉમાં જોવા મળી છે.

ફિલ્મોની વાત કરીએ તો સના સઈદે ‘સ્ટૂડન્ટ ઓફ ધી યર’ ઉપરાંત ‘ફગલી’ અને શોર્ટ ફિલ્મ ‘કૉટ ધ વેબ’માં કામ કર્યું છે. તેમની એક ફિલ્મ ‘સ્ટ્રેન્જર ગ્રુપ’ અત્યારે પ્રોસેસમાં છે.

You cannot copy content of this page