Only Gujarat

International

આ છે 2020માં દુનિયાના પાંચ સૌથી અમીર બાળકો, સંપત્તિનો આંકડો જાણી તમને પણ નવાઈ લાગશે

વર્ષ 2020માં પ્રિન્સ જોર્જ અલેક્જેન્ડર લુઈસ દુનિયાનો સૌથી અમીર બાળક છે. જોર્જ બ્રિટિશ રોયલ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. પ્રિન્સ વિલિયમ્સ અને કેટ મિડલટન તેના માતા-પિતા છે. 22 જુલાઈ 2013માં જન્મેલ જોર્જ કુલ એક અરબ ડોલરની સંપત્તિનો વારિસ છે.

બિલ ગેટ્સ અને મિલિંડા ગેટ્સની પુત્રી ફોએબે અડેલ ગેટ્સ પણ દુનિયાના અમીર બાળકોના લિસ્ટમાં પોતાની બનાવેલી છે. ફોએબ અડેલે ગેટ્સ ચર્ચામાં ઓછી રહે છે. ફોએબે અડેલે ગેટ્સ પોતાના માતા-પિતાની અંતિમ સંતાન છે. પરંતુ ફોએબે પોતાના માતા-પિતાની સંપત્તિમાં એક મોટો હિસ્સો ધરાવે છે. સુત્રો પ્રમાણે, 14 સપ્ટેમ્બર 2020ના રોજ જન્મેલ ફોએબે 1 અરબ ડોલરની વારિસ છે.

દુનિયાના વર્ષ 2020માં સૌથી અમીર બાળકોની લિસ્ટમાં બ્લૂ આઈવી કાર્ટરનું નામ પણ સામેલ છે. બ્લૂ આઈવી કાર્ટર પણ તે સૌભાગ્યશાળી બાળકોના લિસ્ટમાં સામેલ છે, જે કરોડો રૂપિયાની વારિસ છે. એવું અનુમાન છે કે, બ્લૂ આઈવી કાર્ટરની સંપત્તિ પણ 1 અરબ ડોલરથી વધારે છે. 7 જાન્યુઆરી 2012ના રોજ પેદા થયેલ બ્લૂ આઈવી કાર્ટર અમેરિકા સિંગર બિયોન્સ અને રેપર જે-જીની પુત્રી છે.

2020ના અમીર બાળકોના લિસ્ટમાં આગળનું નામ સુરી ક્રુઝનું છે. 18 એપ્રિલ 2006ના રોજ જન્મેલ સુરી ક્રુઝ અમેરિકી એક્ટર ટોમ ક્રુઝ અને કેટી હોમ્સની પુત્રી છે. એવું અનુમાન છે કે, સુરી ક્રુઝ લગભગ 80 કરોડ ડોલરની વારિસ છે.

અમેરિકન અભિનેતા બ્રેડ પિટ અને એન્જલિના જોલીના સંતાનો પણ કરોડો સંપત્તિના વારિસ છે. નોક્સ જોલી પિટ અને વિવિયન જોલી પિટ જુડવા છે અને તે 20 કરોડ ડોલરની સંપત્તિના વારિસ છે. બન્ન બાળકોની પહેલી તસવીર 10 લાખ ડોલરમાં વેચવામાં આવી હતી જે અત્યાર સુધીની સૌથી મોંઘી ચાઈલ્ડ તસવીર છે.

You cannot copy content of this page