Only Gujarat

FEATURED International

પૃથ્વીથી દૂર આવેલા આ ઉપગ્રહમાં છે એવું કંઈક આપણે બની શકીશું અબજોપતિ

વોશિંગ્ટનઃ અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસા એક એસ્ટ્રૉયડનો અભ્યાસ કરવા જઈ રહ્યું છે, જે ધરતી પર હાજર દરેક વ્યક્તિને અબજપતિ બનાવી દે. આ એસ્ટ્રૉયડ આખો લોખંડ, નિકલ અને સિલિકાથી બન્યો છે. જો તેમાં હાજર આ ધાતુઓને વેચવામાં આવે તો ધરતી પર રહેતા દરેક વ્યક્તિને 10 હજાર કરોડ રૂપિયા મળશે.


નાસાએ આ એસ્ટ્રૉયડનું નામ 16 સાઈકી(16 Psyche) રાખ્યું છે. આ આખા એસ્ટ્રૉયડ પર આવેલા લોખંડની કુલ કિંમત 1000 ક્વૉડ્રિલિયન પાઉન્ડ છે. એટલે કે દસ હજારની પાછળ 15 ઝીરો. તેના અભ્યાસ કરનાર સ્પેસક્રાફ્ટનું નામ પણ સાઈકી જ રાખવામાં આવ્યું છે. નાસાની સાયકી સ્પેસક્રોફ્ટ સાઈકી 226 કિમી પહોળા આ એસ્ટ્રૉયડનો અભ્યાસ કરશે. સ્પેસક્રાફ્ટની ક્રિટિકલ ડિઝાઈન સ્ટેજ પૂરી થઈ ચૂકી છે.

ઈન્ડિયાટાઈમ્સ ડૉટ કૉમના અનુસાર 100000 ક્વૉડ્રિલિયન પાઉન્ડ (10,000,000,000,000,000,000 પાઉન્ડ) એટલે કે ધરતી પર હાજર દરેક વ્યક્તિને લગભગ 10 હજાર કરોડ રૂપિયા મળશે. આ કિંમત તે એસ્ટ્રૉયડ પર આવેલા તમામ લોખંડની છે.

એસ્ટ્રૉયડ 16 સાઈકી મંગળ અને ગુરૂ ગ્રહ વચ્ચે ફરી રહેલા એસ્ટ્રૉયડ બેલ્ટમાં છે. સમાચાર એવા પણ છે કે નાસાએ સ્પેસ એક્સના માલિક એલન મસ્ક પાસેથી મદદ માંગતા કહ્યું હતું કે તે એસ્ટ્રૉયડ પર હાજર લોખંડની તપાસ માટે પોતાના અંતરિક્ષયાનથી મિશન શરૂ કરે.

એસ્ટ્રૉયડ 16 સાઈકી આપણા સૂરજની ચારે તરફ એક ચક્કર પાંચ વર્ષમાં લગાવતો હતો, જેનો એક દિવસ 4.196 કલાકનો હોય છે. આનું વજન ધરતીના ચંદ્રમાના એક ટકા જેટલું જ વજન છે. નાસાનું કહેવું છે કે આ એસ્ટ્રૉયડને ધરતીની નજીક લાવવાની કોઈ યોજના નથી, પરંતુ તેના પર જઈને લોખંડની તપાસ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે.

નાસાની તૈયારી છે કે તે ઑગસ્ટ 2022માં સાઈકી સ્પેસક્રાફ્ટને એસ્ટ્રૉઈડ 16 સાઈકી પર મોકલે. જો સ્પેસ એક્સ પોતાના અંતરિક્ષયાનથી કોઈ રોબોટિક મિશન આ એસ્ટ્રૉયડ પર મોકલશે તો ત્યાં જઈને અભ્યાસ કરીને પાછા આવવામાં સાત વર્ષ લગશે.

You cannot copy content of this page