Only Gujarat

Bollywood

સાચે જ લોકો કમાલના હોય છે, મિયા ખલીફા માટે તો લોકો લાખો રૂપિયા ઉડાવવા તૈયાર!

વોશિંગ્ટનઃ સારા કર્મો કરવાના અનેક રસ્તાઓ હોય છે. કોઈ પોતાની સૌથી મૂલ્યવાન વસ્તુનો ઉપયોગ આ કામ માટે કરી શકે છે તો કોઈ એ વસ્તુઓના માધ્યમથી અન્ય લોકોની મદદ કરે છે, જે તેમને તેમના ખરાબ ભૂતકાળની યાદ અપાવે છે. અમેરિકાની પોર્ન સ્ટાર મિયા ખલીફા હાલ ચર્ચામાં છે, પરંતુ આ વખતે સારા કામના કારણે.આ અમેરિકાની પોર્ન સ્ટાર પોતાના ચશ્માને, જેને તે પોતાની જિંદગીની ખરાબ યાદોમાં સામેલ કરે છે, તેને નીલામ કરી રહી છે. રવિવાર, 16 ઓગસ્ટના રોજ બપોરે તેની હરાજી કરવામાં આવી હતી. આ ચશ્મા માટે 75 લાખની બોલી લગાવવામાં આવી છે. જેને વેચીને મળતા પૈસાથી મિયા ખલીફા લેબનાનના બૈરુતમાં થયેલા વિસ્ફોટના ઘાયલોના ઈલાજ માટે ડોનેટ કરશે. લોકોએ મિયાના આ કદમની ખૂબ જ સરાહના કરી.

અમેરિકી પોર્ન સ્ટાર મિયા ખલીફા પોતાની કૉન્ટ્રોવર્શિયલ લાઈફના કારણે ચર્ચામાં રહે છે, પરંતુ આ વખતે તે સમાજ માટે કાંઈક સારું કરીને ચર્ચામાં આવી છે. મિયાનો જન્મ લેબનાનના બૈરુતમાં થયો હતો. જો કે તે બાદ તે અમેરિકામાં સ્થાયી થઈ ગઈ. બૈરુતમાં પોતાના કનેક્શનના કારણે તે બૈરુત વિસ્ફોટથી પ્રભાવિત થઈ હતી. તેણે ત્યાંની રેડ ક્રૉસ સોસાયટી માટે કાંઈક કરવાનો નિર્ણય લીધો છે. તેણે ઘાયલોની મદદ માટે પૈસા એકઠા કરવાનો નિર્ણય લીધો.

તેના માટે તેણે પોતાના ચશ્મા નીલામી માટે મૂક્યા. કેટલાક જ દિવસોમાં આ ચશ્માની 75 લાખ સુધીની બોલી લાગી. હવે આ ચશ્માને વેચીને મળનારા પૈસા મિયા દાન કરી દેશે. આટલી રકમ મળવા બદલ મિયાએ પોતાની પ્રતિક્રિયા આપી. તેમણે લોકોને આ સારા કામમાં મદદ કરવા બદલ આભાર માન્યો.

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા બૈરુતના બંદર પર 2700 પાઉન્ડ એમોનિયમ નાઈટ્રેટના કન્ટેનરમાં વિસ્ફોટ થયો હતો, જેમાં અનેક લોકોના જીવ ગયા હતા. ન્યૂઝ એજન્સી રૉયટર્સના પ્રમાણે, લેબનાનના સુરક્ષા અધિકારીઓએ દેશના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીને ચેતવ્યા હતા કે બંદર પર 2700 પાઉન્ડ એમોનિયમ નાઈટ્રેટ એક ગંભીર મામલો છે અને ગમે ત્યારે વિસ્ફોટ થઈ શકે છે. તેના બે અઠવાડિયા બાદ જ વિસ્ફોટ થયો.

સ્થાનિક અધિકારીઓના અનુસાર આ વિસ્ફોટમાં 163 લોકો માર્યા ગયા હતા. 6 હજાર લોકો ઘાયલ થયા હતા અને એટલી જ ઈમારતોને નુકસાન થયું હતું. તબાહીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો.

You cannot copy content of this page