Only Gujarat

Bollywood FEATURED

બહુ જ આલિશાન છે સૈફ અને કરીના કપૂરનું નવું ઘર, ઘરે બેસીને નિહાળો INSIDE તસવીરો

બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર પોતાનું જૂનું ઘર છોડીને નવા ઘરમાં શિફ્ટ થઈ ગઈ છે. પ્રેગ્નેન્ટ કરીનાએ તેના નવા ઘરની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ તસવીરો કરીને કેપ્શનમાં લખ્યું હતું કે, નવી શરૂઆતનો દરવાજો. બીજી તસવીરો પણ શેર કરી હતી જેમાં બેબો, તૈમુર અને સૈફ અલી ખાન પણ મસ્તી કરતી જોવા મળ્યાં હતાં. હાલ કરીના પ્રેગ્નેન્સી એન્જોય કરી રહી છે. હાલ કરીનાને આઠમો મહિનો ચાલે છે.

કરીના કપૂરે નવા ઘરના દરવાજાનો લુક શેર કર્યો હતો. ઘરના દરવાજો જોવામાં બહુ જ ડિસેન્ચ લાગી રહ્યો છે જ્યારે ઘરની બહારનો વ્યૂ પણ બહુ જ સુંદર લાગી રહ્યો છે.

કરીનાએ તૈમુર અને પતિ અને પતિ સૈફ અલી ખાનની સાથે સેલ્ફી પણ શેર કરી હતી. આ તસવીરોમાં ત્રણેય બહુ જ ખુશ જોવા મળી રહ્યાં છે.

સૈફ અને કરીના બન્ને આ તસવીરોમાં બહુ જ ખુશ લાગી રહ્યાં છે. તૈમુર તેના માતા-પિતાને નજીક રાખવાની કોશિશ કરી રહ્યો છે.

હાલમાં જ કરીનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો. આ ફોટોમાં કરીનાની સાથે તેની બહેન કરિશ્મા, મલાઈકા અરોરા, અમુ અરોરા અને મલ્લિકા ભટ્ટ જોવા મળી હતી. આ તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.

કરીનાએ પોતાની બહેન કરિશ્મા કપૂરની સાથે પણ ફોટો શેર કર્યો હતો. આ તસવીરમાં બન્ને બહુ જ ખુશ જોવા મળી રહ્યાં છે. ઘણાં લાંબા સમયથી કરિશ્મા બહેન કરીનાની સાથે રહે છે.

You cannot copy content of this page