Only Gujarat

Sports

ક્રિકેટર નટરાજનનું ભારતમાં થયું જોરદાર સ્વાગત, લહેરાવ્યો તિરંગો

ભારતના યંગ ક્રિકેટર અને ફાસ્ટ બૉલર ટી નટરાજન ગુરુવારે ભારત પાછો આવી ગયો છે. ઑસ્ટ્રેલિયામાં જડબાતોડ પ્રદર્શન કરનારા નટરાજનનું તેમના ગામમાં ભવ્ય સ્વાગત થયું હતું. તેમના માટે ઘોડાગાડીની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં તે સવાર થઈને ઘરે પહોંચ્યા હતાં. આ દરમિયાન તેમના ઘર સુધી પ્રશંસકોની ભીડ ભેગી થઈ હતી. રથ પર સવાર નટરાજને તિરંગો લહેરાવ્યો હતો અને તેમની આસપાસ ઢોલ-નગારા વાગતાં હતાં.

નટરાજનના સ્વાગતનો જબરદસ્ત વીડિયો શેર કરી પૂર્વ ક્રિકેટર અને ઑપનર વિરેન્દ્ર સહેવાગે લખ્યું કે, ‘સ્વાગત નહીં કરોગે? આ ભારત છે. અહીં ક્રિકેટ માત્ર રમત નહીં. આ તેના કરતાં વધારે છે. સલેમ જિલ્લાના ચિન્નપ્પમપટ્ટી ગામ પહોંચેલા નટરાજનનું ભવ્ય સ્વાગત, શું કહાણી છે.’

ઉલ્લેખનીય છે કે, નટરાજનને IPL પછી ઑસ્ટ્રેલિયા પ્રવાસમાં નેટ બૉલર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પણ ત્યાં તેમના નસીબે જોર કર્યું અને નટરાજને વન-ડે, ટી-20 અને ટેસ્ટ મેચમાં પણ ડૅબ્યૂ કર્યું હતું. આમ તે દુનિયાના એવા ખેલાડી બની ગયા છે જેમણે એક જ પ્રવાસમાં ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ડેબ્યુ કર્યું હોય.

નટરાજન માટે છેલ્લાં કેટલાક મહિના ખૂબ જ શાનદાર રહ્યાં હતાં. IPLની 13મી સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદે તેમણે ઇન્જર્ડ ભૂવનેશ્વરની જગ્લાએ પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કર્યો હતો. જેમાં 29 વર્ષીય ફાસ્ટ બૉલરે જબરદસ્ત પર્દર્શન કર્યું હતું. તેમણે આખી સિઝનમાં 16 મૅચમાં 16 વિકેટ લીધી હતી. આ પછી તેમણે 60થી વધુ યૉર્કર બૉલ પણ ફેંક્યા હતાં. IPLમાં તેમના પ્રદર્શનનો જોઈ તેમને ઑસ્ટ્રેલિયા પ્રવાસ માટે નેટ બૉલર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યાં હતાં.

આ પ્રવાસ દરમિયાન વરુણ ચક્રવર્તી ઇન્જર્ડ થયા અને નટરાજનને ટી-20 સ્ક્વૉડમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ પછી તેમણે પહેલી વન-ડે માટે નવદીપ સૈનીના બૅકઅપ તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. તેમણે ત્રીજી વનડેમાં ડેબ્યૂ કર્યું અને માર્નસ લાબુશેનની વિકેટ પોતાના નામે કરી હતી. આ પછી તેમણે ટી20માં ડેબ્યૂ કરી 30 રન આપી ત્રણ વિકેટ લીધી હતી. આ પછી ટીમ ઇન્ડિયાના મુખ્ય બૉલર ઘાયલ થતાં તેમને છેલ્લી ટેસ્ટમાં ડૅબ્યુ કરવાની તક મળી હતી.

નટરાજનના જીવનની કહાણી ખૂબ જ ભાવૂક કરનારી છે. તામિલનાડૂના સાલેમ જિલ્લામાં સ્થિત ચિન્નપ્પમપટ્ટી ગામમાં નટરાજનના પિતા થંગારાસુ કરઘા કારીગર હતા. મા શાંતા એક નાનકડો ફૂડ સ્ટૉલ ચલાવે છે.

કારઘાનું કામ છૂટી જતાં તેમના પિતા પણ આ દુકાનમાં કામ કરવા લાગ્યા હતાં. ક્રિકેટનો સામાન ખરીદવાની વાત તો દૂર, એક જોડી નવા જૂતા ખરીદવા માટે પણ પહેલાં નટરાજનને મહિના સુધી વિચાર કરવો પડતો હતો. 11 વર્ષની ઊંમરમાં ક્રિકેટ સાથે જોડાયેલાં નટરાજને પોતાની મહેનતથી નસીબ બદલ્યું હતું.

You cannot copy content of this page