Only Gujarat

Bollywood FEATURED

સેટ પર હતાં બધા મસ્તીના મૂડમાં, એક્ટરે પાણી પીધું ને અચાનક જ બગડી હાલત

ચેન્નઈઃ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. મલયાલમ એકટર પ્રેવેશ ચકલાકલનું શૂટિંગ દરમિયાન નિધન થઇ ગયું. આ સમયે તેઓ કેરળમાં કોચ્ચિમાં શૂટિંગ કરી રહ્યાં હતા. 44 વર્ષિય પ્રબીશ એક યૂટ્યૂબ ચેનલ ‘કોચ્ચિન કોલેજ’ માટે વીડિયો શૂટ કરી રહ્યાં હતાં. આ દરમિયાન તેમની હાલત બગડી અને હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેમનું નિધન થઇ ગયું.

અવેરનેસ પ્રોગ્રામનું શૂટિંગઃ પ્રવશે ચકલાકલ એક અવેરનેસ પ્રોગ્રામ માટે શૂટ કરી રહ્યાં હતા, જે કોલેજના વેસ્ટ મેનેજમેન્ટ પ્રોગ્રામ પર આધારિત છે. આ વીડિયો દ્વારા તે લોકોને વેસ્ટમેનેજમેન્ટની ટિપ્સ આપવાના હતા. આ વીડિયોમાં તે એક વિદેશી નાગરિકની ભૂમિકા અદા કરી રહ્યાં હતા, જેમાં તે વિસ્તારની સુંદરતાની વચ્ચે કચરા તરફ લોકોનું ધ્યાન ખેંચે છે. આ વીડિયોના શૂટિંગ બાદ તેમની આખી ટીમ મસ્તી મૂડમાં હતી અને ફોટો સેશન ચાલી રહ્યું હતું. આ સમય દરમિયાન તેમની અચાનક તબિયત બગડી.

પાણી પીધા બાદ પડી ગયાઃ મળતી માહિતી મુજબ તબિયત ખરાબ થવાની જાણ તેમણે તેમના વીડિયોગ્રાફરને કરી હતી અને એક ગ્લાસ પાણી માંગ્યું હતું. જો કે પાણી પીતા જ તે તરત પડી ગયા. ત્યાં હાજર લોકોએ તાબડતોબ તેમને હોસ્પિટલ પહોંચાડવાની કોશિશ કરી પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેમનું મૃત્યું થઇ ગયું. તેમના પરિવારમાં પિતા જોસેફ, પત્ની જૈની અને દીકરી તાન્યા છે.

You cannot copy content of this page