Only Gujarat

Bollywood

સાઉથના આ સુપરસ્ટારનું છે આ એક ટોપ સીક્રેટ, નથી ચાહકોને ખબર

મુંબઈઃ બોલીવુડની સાથે-સાથે ટૉલીવુડ ઈન્ડસ્ટ્રીમાં અનેક સુપરસ્ટાર્સ છે, જેમના ચાહકો દુનિયાભરમાં છે. તેમાંથી કેટલાકે બોલીવુડ ફિલ્મોમાં પણ કામ કરીને ખૂબ નામ કમાયું છે. આમ તો, આ તમામ વાતો તો તમે જાણતા હશો પરંતુ કદાચ કેટલીક એવી વાત હશે તે ઓછા લોકો જાણતા હશે. અને તે છે તેમના સાચા નામ. આજે અમે તેમને પેકેજમાં નાગાર્જુનથી લઈને મહેશ બાબૂ, પ્રભાસ અને જૂનિયર એનટીઆરના સાચા નામ જણાવવા જઈ રહ્યા છે. જલ્દી જ તેમાંથી કેટલાકની ફિલ્મ રિલીઝ થવાની છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે સાઉથના સુપરસ્ટાર નાગાર્જુનની સાચું નામ અક્કિનેણી નાગાર્જુન છે. તો મહેશ બાબૂનું સાચું નામ મહેશ ઘટ્ટા માનેની છે.

બાહુબલી સ્ટાર પ્રભાસનું સાચું નામ એટલું લાંબુ છે કે તમને આખું યાદ પણ નહીં રહે. પ્રભાસનું આખું નામ છે વેંકટ સત્યાનારાયણ પ્રભાસ રાજૂ ઉપ્પલપતિ.

‘આરઆરઆર’ સ્ટાર જૂનિયર એનટીઆરનું સાચું નામ ખૂબ જ લાંબુ છે. તેમનુ નામ છે નંદામુરી તારક રામા રાવ જૂનિયર.

સુપર સ્ટાર રજનીકાંતનું સાચું નામ શિવાજી રાવ ગાયકવાડ છે.

સુપરસ્ટાર મમૂટીનું સાચું નામ જાણીને સૌ કોઈ આશ્ચર્યમાં મુકાઈ જશે. તેમનું સાચું નામ છે મુહમ્મદ કુટ્ટી ઈસ્માઈલ પૈનીપરમ્બિલ.

સાઉથ સ્ટાર સૂર્યાનું સાચું નામ સરવાનન શિવકુમાર છે.

રજનીકાંતના જમાઈ ધનુષનું સાચું નામ વેંકટેશ પ્રભુ છે.

ચિરંજીવીના ભાઈ પવન કલ્યાણનું સાચું નામ કોનિદેલા કલ્યાણ બાબૂ છે.

ચિરંજીવીનું સાચુ નામ પણ ખૂબ લાંબું છે. તેમનું નામ કોનિદેલા શિવ શંકર વારા પ્રસાદ છે.

ફિલ્મ ‘આઈ’ના એક્ટર વિક્રમનું સાચું નામ કેન્નડી જૉન વિક્ટર છે.

You cannot copy content of this page