Only Gujarat

Bollywood TOP STORIES

આપણી જેમ જ આ એક્ટ્રેસિસ પણ પહેરે છે સાસુ ને માતાના કપડાં અને ઘરેણાં

મુંબઈઃ મા અને દીકરીનો સંબંધ ક્યારેય શબ્દોથી વર્ણવી શકાય નહીં. દરેક વ્યક્તિ માટે તેની મા પહેલી ગુરુ અને મિત્ર હોય છે. ભલે સંબંધમાં ઊતાર-ચઢાવ આવતાં હોય પણ, માનાં પ્રેમમાં ક્યારેય કમી આવતી નથી. તો ક્યારેક દીકરીઓને એવી સાસુ મળે છે કે, જે તેને મા કરતાં પણ વધુ પ્રેમ આપે છે. આ જ કારણે લગ્ન દીકરીઓ લગ્નથી લઈ સ્પેશિયલ ઇવેન્ટ્સમાં તેમની સ્પેશિયલ લેડીની સાડી અથવા ઘરેણાં પહેરી તેમને સન્માન આપી તેમનાં પ્રત્યેનો પ્રેમ જાહેર કરવાનો પ્રયત્ન કરે છે. જેમાં બોલિવૂડ એક્ટ્રસ સોનમ કપૂર, કરીના કપૂર અને જાહ્નવી કપૂર જેવી અનેક સેલેબ્રિટી સામેલ છે.

1) કરીના કપૂર
કરીના કપૂર અને સૈફ અલી ખાને લગ્ન ખૂબ જ સાદગીથી કરવાનું નક્કી કર્યું હતું. કરીના અને સૈફે તેમની પાર્ટીમાં નજીકના મિત્રોને જ આમંત્રણ આપ્યું હતું. પટોડી પરિવારની વહૂ બન્યા પછી કરીનાને તેની સાસુ શર્મીલા ટાગોર પાસેથી ખૂબ જ પ્રેમ મળ્યો. આ જ કારણે તેમના સન્માનમાં કરીના કપૂરે તેના સાસુના લગ્નનો શરારો પસંદ કર્યો હતો. જેમાં કરીનાનો લૂક રોયલ લાગી રહ્યો હતો.

2) સોનમ કપૂર
સોનમ કપૂરે તેનાં લગ્ન પહેલાં યોજાયેલી ચૂડા સેરેમની માટે વ્હાઇટ લહેંગો પસંદ કર્યો હતો. આ લૂકને પૂરો કરવાં માટે સોનમે અલગથી ઘરેણાં ખરીદ્યા નહોતાં, પણ તેની માના કલેક્શનમાંથી ચોકર નેકલેસથી લઈ ઝૂમકા પસંદ કર્યા અને પહેર્યા હતાં. આ ઘરણેમાં સોનમ ખૂબ જ સુંદર લાગતી હતી. આમ તો સોનમને તેની મા અને સાસુનો પ્રેમ મળે છે. સોનમ કપૂર થોડાં સમય પહેલાં એક ઇવેન્ટમાં તેની સાસુનો હાર પહેરીને આવી હતી, જેને સોનમે તેની માના ઝૂમકા સાથે મેચ કર્યાં હતાં.

3) દીયા મિર્ઝા
દીયા મિર્ઝા ભલે તેનાં પતિથી અલગ હોય, પણ લગ્નની યાદ હંમેશા તેની નજીક હશે. દિયા મિર્ઝાએ તેનાં લગ્નમાં તેની માના મોતીવાળા કંગન પહેર્યાં હતાં. દિયા મિર્ઝાએ કહ્યું હતું કે, તેની માની પાસ ખાનદાની જ્વેલરીમાંથી બસ આ જ છે, જે તેમને લગ્નમાં આપવામાં આવ્યા હતાં.

4) રવીના ટંડન
રવીના ટંડના લગ્ન ભલે ઘણાં વર્ષ પહેલાં થયાં હોય, પણ, તેની સ્પેશિયલ મોમેન્ટ્સ આજે પણ રવિનાને યાદ હશે. રવિનાએ તેનાં લગ્નને સ્પેશિયલ બનાવવા માટે તેની માના લગ્નનો લહેંગો પહેર્યો હતો. જે લગભગ 30 વર્ષ જૂનો હતો. આ કારણે રવીનાએ ડિઝાઇનર માનવ ગંગવાનીની મદદ લીધી હતી, જેમાં લહેંગાને મોર્ડન ટચ આપવામાં આવ્યો હતો.

5) જાહ્નવી કપૂર
જાહ્નવી કપૂરની માનું અચાનક મોત થવાથી કપૂર પરિવાર ખૂબ જ દુખમાં હતો. જાહ્નવીએ ખુદ કહ્યું હતું કે, માને ગુમાવ્યા પછી એકલતા સામે ઝઝૂમી રહી છું. આમ તો જાહ્નવી કપૂર તેની માને અનેકવાર સોશિયલ મીડિયા પર યાદ કરતી રહે છે, પણ તેમના પ્રત્યે પ્રેમ અને સન્માન માટે જાહ્નવીએ 65માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં ખાસ શ્રીદેવીની સાડી પહેરી હતી. તે કંજીવરમ સાડી શ્રીદેવીના પર્સનલ કલેક્શનનો ભાગ હતી, જેને પહેર્યાં પછી જાહ્નવીમાં તેની માની ઝલક જોવાં મળી હતી.

6) શ્રદ્ધા કપૂર
શ્રદ્ધા કપૂર તેનાં આ ફોટોમાં પર્પલ કલરની સાડી પહેરેલી જોવાં મળી રહી છે. આ સાડી શ્રદ્ધાએ તેની માના વોર્ડરોબમાંથી લીધી હતી. શ્રદ્ધાએ તેને ગોલ્ડના ચોકર નેકલેસ, ઝૂમકા અને ચૂડા સાથે મેચ કરી હતી. તો વાળને સ્લીક ટચ આપવાં ઝૂડો બનાવ્યો હતો. શ્રદ્ધાએ વાળમાં ગજરો લગાવ્યો હતો, જેને લીધે તેની સુંદરતામાં વધારો થયો હતો.

7) ઐશ્વર્યા લક્ષ્મી
સાઉથની એક્ટ્રસ એશ્વર્યા લક્ષ્મીએ થોડાં સમય પહેલાં જ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો, જેમાં તેણે બ્લૂ સાડી પહેરી હતી. એશ્વર્યાએ તેનાં ફેન્સને કહ્યું હતું કે, જે સાડી પહેરી છે, તેની માની સાડી છે. એશ્વર્યાએ આ સાથે જ તેનો અને તેની માનો ફોટો શેર કર્યો હતો, જેમાં બંનેએ એક જ સરખી સાડી પહેરી હતી. આ ફોટાના તેનાં ફેન્સે ખૂબ જ વખાણ કર્યાં હતાં.

8) ઈશા અંબાણી
ઇશા અંબાણી ભલે એક્ટ્રસ ના હોય, પણ તે એક સેલેબ્રિટી છે. ઈશા અંબાણી અને તેમની માતા નીતા અંબાણી વચ્ચે ખૂબ જ પ્રેમ અને લાગણી છે. ઈશા અનેકવાર માતાના ઘરેણા પહેર્યાં હોય તેવું જોવાં મળે છે. ઈશા અંબાણી તેનાં લગ્ન દરમિયાન પહેરેલાં લહેંગા ઉપર જે લાલ દુપટ્ટામાં જોવા મળી હતી. તે તેમની માતા નીતા અંબાણીની સાડી હતી જેને દુપટ્ટાનો લૂક આપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, નીતા અંબાણીની તે સાડી લગભગ 35 વર્ષ જૂની હતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page