Only Gujarat

International

વિશ્વના એવા 12 દેશો, જ્યાં નથી કોરોનાનું નામોનિશાન, ક્લિક કરીને જાણો નામ

કોરના વાયરસે આખી દુનિયાને જાણે બાનમાં લીધું છે. આખી દુનિયામાં કોરોના કેર વર્તાવી રહી છે.. અત્યાર સુધીમાં એક કરોડ 40 લાાખ કેસ સામે આવ્યાં છે તો 6 લાખ લોકોના મોત થઇ ચૂક્યાં છે. જો કે આ સ્થિતિમાં પણ એવા કેટલાક દેશ છે. જ્યાં કોરોના વાયરસ નથી પહોંચ્યો. દુનિયાના એવા 12 દેશો છે જ્યાં એક પણ કોરોનાનો પોઝિટિવ કેસ નથી. વર્લ્ડ મીટર્સના આંકડા મુજબ દુનિયાભરમાં 215 દેશ અને સ્વતંત્ર દ્વીપમાં આ વાયરસ ફેલાઇ ચૂક્યો છે. અત્યાર સુધીમાં 6 લાખથી વધુ લોકોના જીવ ગયા છે. આવો જાણીએ કયા 12 દેશોમાં કોરોનાનો કેસ નોંધાયો નથી તેના પર…

1. કિરિબાતી: કિરિબાતી ગણરાજ્ય પ્રશાંત મહાસાગરમાં સ્થિત એક દ્વીપ દેશ છે. આ દેશ 32 દ્વીપોથી બનેલ છે. ઓશિઆનિયા વિસ્તારના આ દેશની આબાદી માત્ર 1 લાખ 10 હજાર છે. 1979માં તે બ્રિટેનથી આઝાદ થયું હતું. 1999માં આ દેશ સંયુક્ત રાષ્ટ્રનો પૂર્ણ સદસ્ય દેશ બની ગયો. આ દેશની સીમા કોઇપણ દેશ સાથે જોડાયેલ નથી. જો કે ફીજી,નાઇરુ, માર્શલ, આઇલેન્ડ તેમના નજીકના દ્વીપ સમૂહ છે. આ દેશની આબાદી મુખ્યત્વે સમુદ્રી સંશાધનો અને પ્રવાસ પર નિર્ભર છે. અલગ ભૌગોલિક સ્થિતિના કારણે આ દેશ આજે પણ કોરોના મુક્ત છે.

2. માર્શલ આઇલેન્ડ: માર્શલ દ્વીપ સમૂહ પ્રશાંત મહાસાગરના મધ્યમાં સ્થિત એક માઇક્રોનેશિયાઇ રાષ્ટ્ર છે. જેની વસ્તી માત્ર 58,413 છે તેમજ તે કિરિબાતીના ઉત્તરમા સ્થિત છે. અહીંની મુદ્વા અમેરિકી ડોલર છે. અહીં ઇગ્લિશ માર્શલીજ ભાષા બોલાય છે. આ દેશ માત્ર 29 કોરલ અને 1159 દ્વીપોના સમૂહથી બનેલો છે. આ દેશના 3 ટકા ભાગમાં જ જમીન છે. આ દેશનું સૌથી મોટું શહેર માજૂરો આઇલેન્ડ છે.

3.માઇક્રોનેશિયા : માઇક્રોનેશિયા 2100 દ્વીપનો સમૂહ છે. પ્રશાંત મહાસાગરનો આ મુખ્ય દ્વીપ સમૂહ છે. આ દેશ 2700 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલ છે. ગુઆમ તેનો સૌથી મોટો દ્વીપ છે. કોરોલીન આઇલેન્ડ,ગિલબર્ટ, મારિયાના આઇલેન્ડ. દુનિયાભરમાંથી અહીં પ્રવાસીઓ પ્રાકૃતિક સૌંદર્યની મોજ માણવા આવે છે. પ્રવાસીઓ માટે આ દેશ આકર્ષણનું કેન્દ્ર છે.

4.નાઉરુ : દક્ષિણ પ્રશાંત મહાસાગરના દેશ નાઉરૂની આબાદી માત્ર 12,704 છે. આ માર્શલ આઇલેન્ડના દક્ષિણમાં સ્થિત છે. જનસંખ્યાના હિસાબે આ દેશ તુવાલૂ બાદ દુનિયાનો સૌથી નાનો દેશ છે. ક્ષેત્રફળની દષ્ટીએ મોનાકો બાદ આ દેશનો બીજો નંબર આવે છે..પ્રશાસનિક મામલામાં અહીં ઓસ્ટ્રેલિયાનો પ્રભાવ જોવા મળે છે. અહીંની કરન્સી પણ ઓસ્ટ્રેલિયન ડોલર છે. બીજા વિશ્વયુધ્ધ બાદ નવેમ્બર 1947માં સંયુક્ત રાષ્ટ્ર હેઠળ અહીં ટ્રસ્ટ ક્ષેત્ર બન્યું હતું. સામાન્ય દિવસોમાં અહીં પ્રવાસીઓ આવે છે પરંતુ હાલ કોરોનાના કારણે બધું જ બંધ છે. કોઇપણ બીજા દ્વીપ કે બીજો દેશ અહીંથી માત્ર 200 મીલના અંતરે છે.

5.ઉત્તર કોરિયા: ઉત્તર કોરિયામાં કિમ જોન ઉનનું શાસન છે. આ દેશમાં કોરોનાનો એક પણ કેસ નથી નોંધાયો. ઉત્તર કોરિયા અન્ય દેશોથી કપાયેલા દેશથી અહીંથી કોઇપણ સૂચના બહાર નથી જઇ શકતી. ઉત્તર કોરિયાથી અન્ય દેશોમાં જનાર અને અન્ય દેશમાંથી ઉત્તર કોરિયામાં આવનારની સંખ્યા પણ નહિવત છે. આ કારણથી આ દેશ વિશે કોઇ કંઇ જ જાણી શકતું નથી. એક બાજુ જ્યાં પાડોશી દેશ દક્ષિણ કોરિયામાં 13 હજારથી વધુ કોરોનાના પોઝિટિવ કેસ છે. તો ઉત્તર કોરિયામાં હજુ સુધી એક પણ કેસ નથી નોંધાયો.

6.પલાઉ : પલાઉ પ્રશાંત મહાસાગરના વિસ્તારનો એક ભાગ છે. 340 દ્વીપ તેના ભાગમાં આવે છે. ઉત્તરમાં તેની સમદ્રી સીમા જાપાનને જોડે છે. જ્યારે પૂર્વમાં માઇક્રોનેશિયા, દક્ષિણમાં ઇન્ડોનેશિયા અને પશ્ચિમમાં ફિલિપાઇન્સ છે. આ દેશની જનસંખ્યા 17, 907 છે. 29 નવેમ્બર 1994માં સંયુક્ત રાષ્ટ્રમાં આ દેશ સામેલ થયો.

7. સમોઆ: બે મોટા દ્વીપોથી બનેલા દેશની વસ્તી 1,96,130 છે. હવાઇ દ્વીપ અને ન્યુઝિલેન્ડની વચ્ચે સમાઓ છે. વિન્ટર વેકેશન માટે આ દેશ લોકોની પંસદગીની જગ્યા છે.ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને ન્યૂઝિલેન્ડથી લોકો અહીં ફરવા માટે આવે છે. જેનાથી આ દેશની ઇકોનોમી ચાલે છે. જો કે કોરોના કાળમાં હાલ અહીં પ્રવાસીઓનો પ્રવેશ બંધ છે.

8. સોલોમન આઇલેન્ડ :ઓશિઆનિયા વિસ્તારમાં સ્થિત સોલોમન આઇલેન્ડ 6 મોટા અને 900 નાના દ્વીપોથી બનેલો છે. પાપુઆ ન્યૂ ગિનિયાના પૂર્વમાં સ્થિત આ દેશની વસ્તી માત્ર 65,858 છે. પ્રવાસીઓનું આ પસંદગીનું સ્થળ છે. જો કે હાલ કોરોના કાળમાં બધું જ બંધ છે.આ દેશમાં અત્યાર સુધીમાં કોરોનાનો એક પણ કેસ નથી આવ્યો. ફેસબુક પર કોરોનાની એન્ટ્રીની વાત લખીને ખોટી અફવા ફેલાવનાર પર કેસ ચાલી રહ્યો છે.

9.ટોંગા: ટોંગા ગણરાજ્ય 169 દ્વીપોનો બનેલો દેશ છે. અહીંની જનસંખ્યા 100,651 છે. 1970 સુધી તે બ્રિટિશના પ્રોટેકશનમાં હતો. ત્યારબાદ માત્ર વિદેશી મામલા બ્રિટન હસ્તગત છે. જો કે 2010માં આ દેશે કેટલાક પ્રશાસનિક ફેરફાર કર્યાં અને દેશ સંપૂ્ર્ણ આઝાદ થઇ ગયો.આ દેશ ફીજીની નજીક છે. સાયક્લોન, ભારે વરસાદ અહીંની મોટી પ્રાકૃતિક આફત છે. રવિવારે સવારે ટોંગા આઇલેન્ડ પર 6.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જો કે આ દેશ તેમની ભૌગોલિક સ્થિતિના કારણે અન્ય દેશો સાથે જોડાયેલ ન હોવાથી આજદિન સુધી કોરોનાથી મુક્ત છે.

10.તુર્કમેનિસ્તાન: મધ્ય એશિયાનો દેશ તુર્કમેનિસ્તાન 1991માં સોવિયત સંઘથી અલગ થયો અને એક સ્વતંત્ર દેશ બન્યો. અહીની આબાદી 56 લાખની આસપાસ છે. એક બાજુ જ્યાં રશિયામાં કોરોનાના સતત કેસ વધી રહ્યાં છે. તો બીજા બાજુ આ દેશ સંપૂર્ણ કોરોનાથી મુક્ત છે. તુર્કમેનિસ્તાનના ઉત્તર પશ્ચિમમાં કઝાકિસ્તાન અને ઉત્તરમાં ઉજબેકિસ્તાન આવેલ છે.

11.તુવાલૂ : ઓશેનિયા ક્ષેત્રનો દેશ તુવાલૂ પણ કોરોના સંક્રમણથી હજુ બચેલો છે. આ હવાઇ દ્વીપ અને ઓસ્ટ્રોલિયાના રસ્તેમાં આવેલ દેશ છે. અહીંની જનસંખ્યા 11,508 છે. જેનો ક્ષેત્રફળ 26 વર્ગ કિલોમીટરનું છે. આ દેશની નજીક દ્વીપ સમૂહ, ફિજી, સોલોમન, આઇલેન્ડ, નાઉરુ, સમોવા દ્રીપ સમૂહ છે. આ દેશ વર્ષ 2000થી સંયુક્ત રાષ્ટ્રનો સદસસ્ય દેશ છે. વિશ્વ બેન્ક અને એશિયન ડેવલપમેન્ટ બેન્કનો પણ એ ભાગ છે.

12.વાનૂઆતૂ : વાનૂઆતૂ પ્રશાંત વિસ્તાર એક દેશ છે. જે 1980માં ફ્રાંસ અને બ્રિટનથી આઝાદ થયો હતો. સંયુક્ત રાષ્ટ્રની સદસ્યતા 1981માં મળી. આ દેશની જનસંખ્યા 292, 680 છે. ઓસ્ટ્રેલિયા, ન્યૂ ગિનિયા, સોલોમન, આઇલેન્ડ અને ફિજીની પાસે આવેલો છે. આ દેશ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. જો કે હાલ કોરોના કાળના કારણે ફ્લાઇટસ બંધ હોવાથી પ્રવાસીઓ નથી આવી રહ્યાં. આ દેશ પણ હજુ સુધી કોરોના વાયરસથી મુક્ત છે. અહીં એક પણ કોરોનાનો કેસ નથી નોંધાયો.

You cannot copy content of this page