Only Gujarat

International

મહિલા સાથે માણતો હતો સેક્સને થયું મોત, ઓપરેશન કરીને કરવો પડ્યો અલગ

ચીનની એક વીડિયો શેરિંગ વેબસાઈટ ‘મિયાઓપાઈ’માં પહેલી વાર એક એવો વીડિયો બતાવવામાં આવ્યો છે કે, જેમાં હોસ્પિટલનો સ્ટાફ ‘એક આધેડ વયના માણસને સ્ટ્રેચર પર લઈ જઈ રહ્યા છે અને એક વેશ્યા પણ તેની સાથે ચોંટેલી છે.’ સ્ટ્રેચરની ઉપર બ્લેન્કેટ લગાવવામાં આવ્યું છે, જેના પર બંનેને લઈ જવામાં આવી રહ્યા છે.


પરંતુ, ધાબળાની અંદરથી સ્ત્રી હાથ અને પગ ચલાવતી હોય તેવું લાગે છે. બંનેને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે, જેથી સર્જરી દ્વારા બંનેને અલગ કરી શકાય. ડોક્ટરોનું કહેવું છે કે બંને સાથે સંભોગ માણતાં સમયે એક એવી ઘટના ઘટી કે બંને એકબીજા સાથે ચોંટી ગયા છે અને આ દુર્લભ સ્થિતિને ‘પિનિસ કેપ્ટીવિયસ’ કહેવામાં આવે છે.


જેક પોલ્ડને મેલઓનલાઇન માટે લખ્યું છે કે, હાલમાં જ એક હેરાન કરી દે તેવો વીડિયો સામે આવ્યો છે, જેમાં એક મહિલાનું શરીર આધેડ વયના વ્યક્તિના શરીર સાથે બંધાયેલું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ આધેડનું મોત કથિત રીતે સંભોગ માણવાના કારણે થયું હતું.


આ ઘટના અંગેનો પહેલો વીડિયો ચીનની વીડિયો શેરિંગ વેબસાઈટ ‘મિયાઓપાઈ’ પર જોવા મળ્યો અને બાદમાં તેને ‘લાઈવલીક’ના યૂઝર્સે જોયો. એવું માનવામાં આવી રહ્યું છે કે, આ ઘટના ચીનમાં બની છે, પરંતુ તેના ચોક્કસ ઠેકાણાં વિશે કોઈ જાણકારી મળી નથી.


એવું માનવામાં આવી રહ્યું છે કે, બંનેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જેથી ઓપરેશન કરીને મૃતક વ્યક્તિની લાશને અલગ કરી શકાય. યુકેના ડૉ. જ્હોન ડીન કહે છે કે, આ સ્થિતિ એકાએક કાર્ડિયોવેસ્ક્યુલર એટેકને કારણે સર્જાય છે. આ સ્થિતિમાં સ્ત્રીની યોનિમાર્ગના સ્નાયુઓ અસામાન્ય રીતે સંકોચાઈ જાય છે, જ્યારે કોઈ સ્ત્રીને અત્યંત આનંદનો અનુભવ થાય છે ત્યારે તેનો પેલ્વિક ફ્લોર લયબદ્ધ રીતે સંકોચાય છે અને જ્યારે પણ યોનિમાર્ગમાં લિંગ ખૂબ ઊંડે સુધી પહોંચે છે ત્યારે તે ત્યાં જ ફસાઈ જાય છે.


સામાન્ય કિસ્સામાં એવું બને છે કે, જ્યારે યોનિમાર્ગના સ્નાયુઓ ઢીલા પડી જાય છે ત્યારે શિશ્નમાંથી લોહીનો પ્રવાહ તીવ્ર બને છે અને પછી પુરુષ સરળતાથી પોતાનું શિશ્ન બહાર કાઢે છે. આવા લોકોને અલગ પાડવાનો એક રસ્તો એ છે કે, મહિલાને એક ઇન્જેક્શન આપવામાં આવે છે જે મહિલાના ગર્ભાશયને પહોળું કરે છે. આ વીડિયો ચીનમાં વાયરલ થયો છે, તેથી લોકોને શંકા છે કે તે બનાવટી છે.

You cannot copy content of this page