Only Gujarat

International

આ દેશના રાષ્ટ્રપતિએ કોરોના સંક્રમણની એવી વાત કહી કે લોકો ભયભીત થઇ ગયા

ઇરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ શનિવારે એવું કહીને સૌને ચૌંકાવી દીધા કે, ઇરાનમાં 2.5 કરોડ લોકો કોરોના સંક્રમિત છે. તેમજ લગભગ 3.5 કરોડ શંકાસ્પદ છે. ઇરાનના સત્તાવાર આંકડા પર નજર કરીએ તો રવિવારે કોરોના સંક્રમણના કેસની સંખ્યા 2,73,788 પહોંચી હતી. જ્યારે મૃત્યુઆંક 14,188 સુધી પહોંચ્યાં.

ઇરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ આપેલા આંકડા અને સતાવાર જાહેર થયેલા આંકડામાં બહુ મોટો ફરક છે. ઇરાનના રાષ્ટ્રપતિના આંકડાને લઇને જુદી જુદી શંકાઓ જાગી છે. જો રૂહાનીએ આપેલા આંકડા સાચા હોય તો ઇરાનની ત્રીજા ભાગની વસ્તી સંક્રમિત છે. હાલ સમગ્ર દુનિયામાં કોરોનાના 1.4 કરોડથી વધુ પોઝિટિવ કેસ છે. આ આંકડાના હિસાબે જોઇએ તો ઇરાન સમગ્ર દુનિયામાં સૌથી વધુ સક્રમિત દેશ છે.

જો ખરેખર ઇરાનમાં 2.5 કરોડ લોકો સંક્રમિત હોય તો કહી શકાય કે ઇરાન હર્ડ ઇમ્યુનિટી તરફ પણ આગળ વધી રહ્યું છે. આ સ્થિતિમાં એ પણ શક્ય છે કે, ઇરાનના કેટલાક વિસ્તાર હર્ડ ઇમ્યુનિટી જનરેટ કરવા માટેના આંકડા પાર કરી ચૂક્યું હોય.ઇરાનના સ્વાસ્થ્ય મંત્રાલયે રૂહાનીના 2.5 કરોડના અંદાજિત આંકડાના અનુમાનને નકાર્યો છે.ઇરાનના સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવ્યું કે, રાષ્ટ્રપતિ રૂહાનીનો અનુમાન સેરોલોજિકલ બ્લ્ડ ટેસ્ટ આધારિત હતો. જેમાં બીમાર વ્યક્તિની વર્તમાન સ્થિતિનો ખ્યાલ નથી આવતો.

ઇરાન મીડિયામાં પ્રકાશિત સ્વાસ્થ્ય મંત્રાલયના નિવેદન મુજબ, રૂહાનીએ આપેલા આંકડા તેમના મંત્રાલ્યના ડેપ્યૂટીએ તૈયાર કર્યાં હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના નિવેદન મુજબ બીમારની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવા માટે સેરોલોજિકલ ટેસ્ટ પર આધાર ન રાખી શકાય. જ્યારે રૂહાનીને સેરોલોજિકલ ટેસ્ટના આધારે આંકડા કર્યાં હતા.

સેરોલોજિકલ ટેસ્ટમાં એ તપાસમાં આવે છે કે, શખ્સમાં એન્ડી બોડી વિકસિત થઇ છે કે નહીં? જો કોઇ વ્યક્તિમાં એન્ટીબોડી વિકસિત થયેલી મળે તો તે એવું માનવામાં આવે છે કે., આ વ્યક્તિને પહેલા કોરોના સંક્રમિત થઇ ગઇ હતી. કેટલીક વખત એવું પણ જોવા મળે છે કે, કોરોના વાયરસના સંક્રમણ બાદ તેમનામાં એન્ટી બોડી વિકસિત થઇ ગઇ હોય અને તે સંપૂર્ણ સ્વસ્થ થઇ ગયો હોય. બહુ બધા દેશોમાં હાલ કોરોના સંક્રમણની માત્રા જાણવા માટે પણ ટેસ્ટિંગ થઇ રહ્યાં છે. જેમાં લક્ષણોવાળા સંક્રમિત. લક્ષણો વિના સંક્રમિત અને ગંભીર લક્ષણો ધરાવતા સંક્રમિતના સેમ્પલ લેવાય છે.

ઇરાન સરકાર તરફથી બનાવેલ કોરોના વાયરસ ટાસ્ક ફોર્સની સાયન્ટિફિક કમિટીના અધ્યક્ષ મુસ્તફાએ કાનેઇની ઇરિન વેબસાઇટમાં જણાવ્યું છે કે, સેરોલોજિકલ ટેસ્ટથી માત્ર એટલું જ જાણી શકાય છે કે, વ્યક્તિ કોરોના સંકમણનો શિકાર થયો છે કે નહીં. દર્દીને કોરોના પોઝિટિવ છે કે નહીં તે જણાવવા માટે નાક અને ગળાના સેમ્પલ લઇને પીસીઆર કરાવવો જરૂરી છે.

ઇરાન મધ્ય-પૂર્વ એશિયામાં કોરોના મહામારીએ કહેર વર્તાવ્યો છે. એપ્રિલ માસના મધ્યમાં જ્યારે લોકોને બહાર જવા માટે છૂટ આપવામાં આવી તો કોરોના પોઝિટિવ કેસ અને મૃત્યઆં ક વધતો જોવા મળ્યો.જો કે હસન રૂહાનીએ આપેલા આંકડાએ બધાને ચૌંકાવી દીધા છે. આંકડાકિય માહીતી મુદ્દે વિવાદ સર્જાયા બાદ સાંસદના ઉપાધ્યક્ષ અલીરેજા સલીમીએ સરકાર સામે માંગણી કરી છે કે. માત્ર સતાવાર આંકડા જ જાહેર કરવામાં આવે.

શનિવારે ઇરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ કોરોના સંક્રમિતોનો આંકડો 2.5 કરોડ જણાવ્યો હતો. જો કે એ સમયે એવું સ્પષ્ટ ન હતું કરાયું કે, આ આંકડા ક્યાં ટેસ્ટના આધારે સામે આવ્યા છે. રૂહાનીએ જણાવ્યું છે કે ઇરાનમાં 3-3.5 કરોડ લોકો કોરોનાની ઝપેટમાં આવે તેવો અનુમાન લાગાવાઇ રહ્યો છે. કોરોના વાયરસ ટાસ્ક ફોર્સના અધિકારીએ શનિવારે જણાવ્યું કે, 2.5 કરોડ સંક્રમિતોનો આંકડો માત્ર સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીનો છે. જેમાં કોઇ પ્રકારના ગંભીર લક્ષણો નથી.

You cannot copy content of this page