Only Gujarat

International TOP STORIES

6 વર્ષના આ છોકરાની સિકસ પેક બોડી, સ્ફુર્તિ જોઈને તમારી આંખો પણ થઈ જશે પહોંળી

આરત હોસૈની નામનો 6 વર્ષનો ઈરાની છોકરો આજકાલ નેટિઝન્સનો ફેવરિટ છે. સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. એટલું જ નહીં, સર્બિયાના દિગ્ગજ ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચે પણ તેના વખાણ કરી રહ્યા છે. ચાલો જાણીએ કેમ બધાંનું ધ્યાન ખેંચી રહ્યો છે આ નાનકડો છોકરો…

બાળપણ છે જ કમાલ
કહેવાય છે કે પુત્રના પારણામાંથી….આવું જ કાંઈક આરત માટે સાચું છે. બાળપણથી આરત કમાલ હતો અને તેને જોઈને પિતાએ તેને ફિટનેસ માટે પ્રોત્સાહિત કર્યો. આ તસવીર ત્યારની છે જ્યારે આરત માત્ર 10 જ મહિનાનો હતો. જે ઉંમરમાં બાળકો માંડ ચાલતા શીખતો હોય ત્યારે આરત અઘરી અઘરી કસરતો કરતો હતો.

કમાલની છે તેની સ્ફુર્તિ
આરતનું ઈન્સ્ટાગ્રામ પર આરત.જીમ કરીને અકાઉન્ટ છે. જેના પર તેને અનેક લોકો ફૉલો કરે છે. આરતના ઈન્સ્ટાગ્રામ પર 3.9 મિલીયલ ફૉલોઅર્સ છે. આરત વીડિયો પોસ્ટ કરે છે અને તેને હજારો લાઈક્સ મળે છે. આરતની સ્ફુર્તિ ભલભલાને મ્હાત આપે તેવી છે.

ફિટનેસમાં પણ અવ્વલ
વાત ફિટનેસની આવે તો, આરત તે મામલામાં કોઈનાથી પાછળ નથી. તેની તસવીરો ઘણું જણાવે છે. આવડી ઉંમરમાં તેના સિક્સ પેક એબ્સ છે. આરત પહેલી વાર 2017માં ચર્ચામાં આવ્યો હતો. છ વર્ષની ઉંમરમાં બાળકનું આવું શરીર હોવું સામાન્ય વાત નથી. આરતની સ્ફુર્તિ અને ચપળતા સૌ કોઈને પ્રેરણા આપે છે.

આરતનો વીડિયો થાય છે વાયરલ
આરતના વીડિયો ખૂબ જ વાયરલ થઈ જાય છે. તે સોશિયલ મીડિયા પર હિટ છે અને લોકો તેને ખૂબ જ પસંદ કરે છે. આરત તેની ઉંમરના છોકરાઓની સાથે મોટેરાઓનો પણ ફેવરિટ છે. નાના છોકરાઓને આરત કસરત કરવા અને સ્ફુર્તિવાન બનવા પ્રેરિત કરે છે.

ફૂટબૉલ છે પ્રિય રમત
આરતની પ્રિય રમત ફૂટબૉલ છે. તે પોતાની ફૂટબૉલ સ્કીલ્સ સોશિયલ મીડિયા પર શો ઑફ કરતો રહે છે. આરતને મેસી ખૂબ જ પસંદ છે. મોટાભાગના વીડિયોઝમાં આરત બાર્સિલોનાની 1 નંબરની જર્સી પહેરેલો નજર આવે છે, જે મેસીનો જર્સી નંબર છે. મેસીએ આરત સાથે વાત કરી તેના વખાણ પણ કર્યા હતા. આરત મોટો બનીને ફેમસ ફૂટબૉલર બનવા માંગે છે.

જોકોવિચે પણ કર્યા હતા વખાણ
આરતના ચાહકોમાં સેલેબ્સ પણ સામેલ છે. દિગ્ગજ ટેનિસ પ્લેયર નોવાક જોકોવિચ પણ આરતના વખાણ કરી ચુક્યા છે. જોકોવિચે કહ્યું કે, તે પોતાના દીકરા સાથે આરતના વીડિયો જુએ છે. અને આરત તેની ઉંમરના બાળકો માટે પ્રેરણા સમાન છે.

જોકોવિચે તેને અને તેના માતા-પિતાને શુભેચ્છા પણ પાઠવી હતી. આમ, 6 વર્ષનો આ છોકરો પોતાની મહેનત અને ટેલેન્ટના જોરે લોકોના દિલ જીતી રહ્યો છે.

You cannot copy content of this page