Only Gujarat

FEATURED National

મોદી સરકારના આ ત્રણ નિર્ણયથી ચીનાઓના પેટમાં રેડાયું તેલ, હચમચી ઉઠ્યું શક્તિશાળી ચીન

નવી દિલ્લી: એક બાજુ આખી દુનિયા કોરોના વાયરસના સંકટ સામે લડી રહી છે. તો બીજી તરફ આ મહામારીની અસર આતંરરાષ્ટ્રીય સ્તરે અન્ય દેશોના સંબંધ સાથે પણ થઇ રહી છે. એક બાજુ અમેરિકા ચીન પર સતત આરોપ લગાવી રહ્યું છે અને સંબંધ ખતમ કરવાની વાત કરી રહ્યું છે. તો યુરોપના દેશો પણ પણ કોરોના ફેલાવવામાં ચીનની ભૂમિકા મુદ્દે તપાસની માંગણી કરી રહ્યું છે. હવે ચીન અને ભારત વચ્ચે પણ એલઓસી પર તણાવ જોવા મળી રહ્યો છે. આ બધી પરિસ્થિતિ વચ્ચે ભારતે ચીન સામે કેટલાક કડક પગલા લીધા છે.


1. એફડીઆઇ નિયમોમામાં કડક વલણઃ ભારતે છેલ્લા એક મહિનામાં ચીનને સીધા જ અસર કરતા કેટલાક નિર્ણયો લીધા છે. પહેલો નિયમ એફડીઆઇના નિયમોમાં ફેરફાર છે. ભારતે એપ્રિલમાં રોકાણના ઓટોમેટિલ રૂટને બંધ કરી દીધું છે. હવે ચીને ભારતમાં રોકાણ કરવા માટે ભારતની પરવાનગી લેવી અનિવાર્ય બની રહેશે. કોરોનાના કારણે ભારતીય વ્યવસાય ઠપ્પ થઇ રહ્યાં છે. આ સ્થિતિમાં ચીની કંપની તેનો ફાયદો ના ઉઠાવે માટે આ નિર્ણય લેવાયો છે.


ભારતના આ નિર્ણય બાદ ચીને નારાજગી વ્યક્ત કરી છે. ચીને જણાવ્યું કે ભારતનો આ નિર્ણય એકતરફો અને વિશ્વ વ્યાપાર સંગઠન વિરૂદ્ધ છે. આટલું જ નહીં બીજી તરફ ચીનને આ સંકટના સમયે મેડિકલ ઉપકરણની સપ્લાય પણ બંધ કરી દેવાની ધમકી આપી છે.


ચીની સરકારના મુખ્ય ન્યૂઝ પેપર ગ્લોબલ ટાઇમ્સમાં લખ્યું છે કે, મેડિકલ સપ્લાય માટે ભારત ચીન પર નિર્ભર છે. આસ્થિતિમાં ભારતીય કંપનીઓનું અધિગ્રહણ રોકવાની કોશિશ સંકટની ઘડીમાં મેડિકલ સપ્લાયના રસ્તામાં મુશ્કેલી ઉભી કરી શકે છે.


2. ભારત ચીનને પડકાર ફેંકવા તૈયારઃ કોરોનાની વચ્ચે તમામ કંપની ચીનથી બહાર આવવા માંગે છે. તમામ મીડિયા રિપોર્ટસમાં આ દાવો કરવામાં આવ્યો છે કે, ચીની કંપનીઓ ભારત આવવા માંગે છે. જોકે આ મુદ્દે ચીને જાણવ્યું છે કે. ભારત ચીનનું સ્થાન લેવાનની કોશિશ કરીી રહ્યું છે પરંતુ તે સફળ નહીં થાય. જો ચીનની ચિંતા એટલા માટે વધી ગઇ છે કે, જર્મનીની એક જૂતા કંપનીએ ચીનથી કંપનીને ઉત્તર પ્રદેશમાં સ્થાપવાનો નિર્ણય કર્યો છે.


ગ્લોબલ ટાઇમ્સે જર્મનીની કંપની ભારતમાં શિફ્ટ થવાના મુદ્દે લખ્યું હતું કે, ઉત્તર પ્રદેશે ચીનથી કંપનીઓ હટાવવા માટે તેમના રાજ્યમાં સ્થાપિત કરવ માટે એક ટાસ્ક ફોર્સ બનાવ્યું છે. જોકે આ પ્રયાસ બાદ પણ ભારત ચીનનું સ્થાન લઇ શકશે તેવી શક્યતા ઓછી છે.


3. કોરોના વાયરસની તપાસને સમર્થનઃ તાજેતરમાં જ WHOની વાર્ષિક બેઠક યોજાઇ હતી, જેમાં ભારત સહિત દુનિયાના તમામ દેશોએ કોરોના મુદ્દે ચીન વિરૂદ્ધ તપાસની માંગણી કરી હતી. આ પહેલા કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ પણ જણાવ્યું હતું કે કોરોના વાયરસ પ્રાકૃતિક નથી તે કોઇ લેબમાં પેદા થયો છે.

આ પહેલા ઓસ્ટ્રેલિયા અને યુરોપ તરફથી તપાસની માંગણી થઇ હતી. ભારતે પહેલી વખત તપાસના મુદ્દે ઔપચારિક રીતે સમર્થન આપ્યું છે. જોકે માંગણીમાં ચીનના નામનો સીધે રીતે ઉલ્લેખ કરવામાં નહોતો આવ્યો.


4. તાઇવાનના મુદ્દે પણ આપ્યો સંકેતઃ ચીન તાઇવાનને લઇને કૂટનીતિક પડકારોનો સામનો કરી રહ્યું છે.ચીન તાઇવાનને એક દેશ બે સિસ્ટમના રીતે જુવે છે. જ્યારે તાઇવાન ખુદને સ્વતંત્ર ગણાવે છે. અત્યાર સુધી ભારત આ મામલે ચીનની તરફેણમાં રહ્યુ છે અને અત્યાર સુધી કોઇ રાજનાયિક સંબંધ પણ સ્થાપિત નથી કર્યાં. જોકે, હવે ભારતે આ નીતિમાં પરિવર્તન લાવવાનો પણ સંકેત આપ્યો છે. ભારત ગત અઠવાડિયે તાઇવાનની રાષ્ટ્રપતિ સાંઇિંગ વેનના શપથ સમારોહમાં વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાયું હતું. ભાજપ તરફથી સામેલ બે સાંસદ 41 દેશોના પ્રતિનિધિઓમાં હતા. જેમણે રાષ્ટ્રપતિને શુભકામના પાઠવી હતી.

ચીનની વધતી જતી ચિંતાઃ તાઇવાનની રાષ્ટ્રપતિ સાંર્ઇ ઇંગ વેન સતત ચીનની વન નેશન ટૂ સિસ્ટમનો વિરોધ કરી રહી છે. આ સ્થિતિમાં ચીન એ દેશોનો પણ સતત વિરોધ કરે છ, જે તાઇવાનનું સમર્થન કરે છે. ગત અઠવાડિયે જ્યારે અમેરિકાના વિદેશ મંત્રીએ તાઇવાનની રાષ્ટ્રપતિને શુભકામના પાઠવી તો ચીને અમેરિકાને પણ ધમકીભર્યો સંદેશ આપ્યો હતો. આ સ્થિતિમાં મોદી સરકારનું તાઇવાનની રાષ્ટ્રપતિના શપથ સમારોહમાં સામેલ થવું ચીન માટે ચિંતાજનક વિષય છે.

You cannot copy content of this page