Only Gujarat

International TOP STORIES

લોકડાઉનમાં ગરમીથી પરેશાન મહિલાએ પોતાના પ્રાઈવેટ પાર્ટમાં નાખી કુલ્ફી અને પછી…..

આ દિવસે દુનિયાના અનેક દેશો કોરોનાથી પ્રભાવિત છે. આ વાયરસના સંક્રમણના કારણે લોકોને ઘરની અંદર રહેવું પડી રહ્યું છે. અનેક દેશોમાં હવે ગરમીનો પ્રકોપ વધતો જઈ રહ્યો છે. ભારતમાં પણ મે મહિનામાં તાપમાન વધવાની સાથે તાપમાનમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે, તો બ્રિટેનમાં પણ આવી જ સ્થિતિ છે. તમે આજ સુધી લોકોને પંખા નીચે અથવા તો ઘરમાં એસી લગાવડાવીને ગરમી સાથે લડતા જોયા હશે. પરંતુ બ્રિટેનથી એક એવો મામલો સામે આવ્યો છે, જેને ડૉક્ટરોને મજબૂર કરી દીધા કે તેઓ લોકો માટે ચેતવણી જાહેર કરે. બ્રિટેનમાં રહેતી એક મહિલાને ડૉક્ટરે તરત જ ઈમરજન્સી વૉર્ડમાં એડમિટ કરવી પડી. ગરમીથી બેહલા આ મહિલાએ પોતાના પ્રાઈવેટ પાર્ટમાં આઈસ લૉલીઝ એટલે કે કુલ્ફી નાખી દીધી. આ મહિલાને ઠંડક મહિલાને કેટલી ઠંડક પહોંચી તે તો નથી ખબર, પરંતુ તેના તરત હૉસ્પિટલ લઈ જવાની જરૂર પડી ગઈ..ચાલો તમને જણાવીએ શું છે મામલો…

બ્રિટેનમાં હાલ તાપમાન સતત વધતું જોવા મળી રહ્યું છે. ધીમે-ધીમે અહીં ગરમી વિકરાળ રુપ ધારણ કરી રહી છે. એવામાં લોકો ગરમીથી બચવાના ઉપાયો શોધતા નજર આવી રહ્યા છે. મેટ્રો યૂકેમાં છપાયેલી ખબર અનુસાર, બ્રિટેનની એક મહિલાથી ગરમી નહોતી સહન થઈ રહી. એટલે તેણે પોતાની વજાઈનામાં કુલ્ફી નાખી દીધી.

પરંતુ થોડી જ વારમાં તેને પોતાના નિર્ણય પર અફસોસ થવા લાગ્યો. પરંતુ મહિલાનો આ આઈડિયા ખતરનાક સાબિત થયો અને તે દર્દથી તડપી ઉઠી. મહિલાને તરત જ હૉસ્પિટલ લઈ ગયા જ્યા ડૉક્ટરે ઉતાવળમાં તેની સારવાર શરૂ કરી. કલાકો સારવાર ચાલ્યા બાદ મહિલાની સ્થિતિમાં સુધારો આવ્યો. મહિલાની વજાઈના સોજી ગઈ હતી. ડૉક્ટર્સે જણાવ્યું કે આઈસલૉલીઝમાં અનેક પ્રકારના કેમિકલ્સ હોય છે. રંગ અને ટેસ્ટ માટે તેમાં વાપરવામાં આવેલા કેમિકલ્સ પ્રાઈવેટ પાર્ટને નુકસાન કરે છે.

બ્રિટેનના જાણીતા ગાયનેકોલૉજિસ્ટ ડૉ. એની હેન્ડર્સને જણાવ્યું કે, આજકાલ આઈસક્રીમમાં ફૂડ કલર મિક્સ કરવામાં આવે છે. સાથે જ ડાઈ, પરફ્યૂમ્સ અને ખાંડની વધુ માત્રાના કારણે વજાઈનાના પીએમ લેવલ પર ખૂબ જ ખરાબ અસર પડે છે. જેના કારણે વજાઈનામાં ઈન્ફેક્શન થઈ જાય છે. સાથે જ આઈસ્ક્રીમ થોડી જ વારમાં પીગળી જાય છે અને તેની ભીનાશમાં પણ અનેક પ્રકારના ઈન્ફેક્શન થઈ શકે છે.

ડૉક્ટર્સે જણાવ્યું કે જો તમે ફ્રિજમાંથી બરફ કાઢીને જીભ પર રાખો છો, તો થોડી વાર માટે જીભ સુન્ન થઈ જાય છે. આવું જ વજાઈના સાથે થાય છે. ખરેખર આ પાર્ટ તો જીભ કરતા પણ નાજુક છે.

એવામાં ડૉક્ટર્સને દુનિયાને આવું ન કરવાની વૉર્નિંગ આપી છે. સાથે જ કહ્યું કે ન માત્ર આઈસ્ક્રીમ પરંતુ પોતાના પ્રાઈવેટ પાર્ટમાં કોઈ પણ પ્રકારની ચીજ નાખવાનો પ્રયાસ ન કરે.

You cannot copy content of this page