Only Gujarat

National TOP STORIES

લોકડાઉનના કારણે આર્થિક સંકટમાં ફસાયું દુનિયાનું સૌથી ધનવાન મંદિર, લીધો ચોંકવનારો નિર્ણય

તિરુપતિ બાલાજી મંદિરનું સંચાલન કરતા તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ(ટીટીડી) ટ્રસ્ટના પ્રમાણે કોરોના વાયરસ લોકડાઉનના કારણે અત્યાર સુધી મંદિરને 400 કરોડ રૂપિયાનું નુકસાન થઈ ચુક્યું છે. સંસ્થા હવે એ યોજના પર કામ કરી રહ્યું છે કે મંદિરના 8 ટન સોનું અને 14 હજાર કરોડની એફડી તોડ્યા વિના કોઈ પણ રીતે કર્મચારીઓને વેતન આપવામાં આવે.

તિરુમાલા તિરુપતિ દેવસ્થાને પોતાની 50 અચલ સંપત્તિઓને નીલામ કરવાની યોજના બનાવી છે. આ સંપત્તિઓ તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, ઉત્તરાખંડ અને ઋષિકેશમાં છે. ટીટીડી બોર્ડના ચેરમેન વાઈબી સુબ્બા રેડ્ડીએ જણાવ્યું કે નીલામ કરવા માટે નક્કી કરવામાં આવેલી સંપત્તિઓમાં નાના ઘર, પ્લોટ અને ખેતીની જમીનનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું કે આ સંપત્તિઓ શ્રદ્ધાળુઓએ મંદિરને અનેક દશકો પહેલા દાનમાં આપવામાં આવી હતી. ટીટીડી માટે તેમની દેખરેખ મુશ્કેલ થઈ રહ્યું છે. જેથી તેની હરાજી કરવાની યોજના બનાવવામાં આવી છે. રેડ્ડીના પ્રમાણે આ હરાજીથી મંદિર વ્યવસ્થાપન ટ્રસ્ટને લગભગ 24 કરોડની આવક થશે, જેનો ઉપયોગ વેતન આપવામાં અને અન્ય કામમાં થશે.

સામાન્ય દિવસોમાં મંદિરમાં 60થી 80 હજાર અને ઉત્સવના દિવસોમાં 1 લાખ શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાન ટ્રસ્ટનું મંદિરના પ્રબંધન અને સંચાલન માટે રોજનું 2500 કરોડનું બજેટ છે.

દર મહિને મંદિરની આવક 200 થી 220 કરોડ રૂપિયા છે પરંતુ લૉકડાઉનના કારણે છેલ્લા બે મહિનાથી બંધ હોવાના કારણે મંદિરને કોઈ આવક નથી થઈ. નાણાંકીય વર્ષ 2020-21 માટે ટીટીડીએ 3309.89 કરોડનું બજેટ રાખ્યું હતું પરંતુ માર્ચમાં લૉકડાઉન થઈ જવાના કારણે મંદિરને દાનમાં મળતી રકમ જે, 150 થી 175 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ સિવાય સ્પેશલ સેવા ટિકિટ, સ્પેશલ દર્શન ટિકિટ, પ્રસાદ અને ગેસ્ટ હાઉસની આવકનો મોટો સ્ત્રોત છે, પરંતુ લૉકડાઉનના કારણે તેનાથી થનારી આવક પણ લગભગ શૂન્ય થઈ ગયું છે.

આ મંદિરમાં વાળ ચડાવવાની પણ પરંપરા છે અને વાળની હરાજી કરવાથી મંદિર વ્યવસ્થાપનને રોજના 400 કરોડની આવક થાય છે. હજારો કર્મચારીઓની સેલેરી અને બીજા ખર્ચમાં વર્ષના 1385.09 કરોડનો ખર્ચ થાય છે.

ટીટીડીને દરેક મહીને પોતાના કર્મચારીઓના વેતન પર 120 કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. લૉકડાઉનના કારણે આવક કાંઈ જ નથી અને ખર્ચ એટલો જ છે. સાથે જ ટીટીડી તરફથી ચલાવવામાં આવેલી મફત હૉસ્પિટલ માટે વર્ષના 400 કરોડની ગ્રાન્ટ આપવી પડે છે.

You cannot copy content of this page