Only Gujarat

National

હવે પેટ્રોલના ભાવ ગમે તેટલા વધે, આ પટેલ યુવકના દેસી જુગાડથી માઈલેજ કરો ડબલ

દેશમાં સતત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. જે રીતે વધારો થઈ રહ્યો છે તે જોતાં એવું લાગે છે કે, ઘણાં રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ 100 રૂપિયા કરતાં પણ વધુ થઈ જશે. જોકે, 40થી 50 કિલોમીટર પ્રતિ લીટર એવરેજ આપતું તમારું બાઇક જો એક લીટર પેટ્રોલમાં ડબલ એવરેજ આપવા લાગે તો?, આ વાત તમને મજાક લાગતી હશે, પણ ખરેખર આ સંભવ કરી બતાવ્યું છે કૌશાંબીના રહેવાસી વિવેક કુમાર પટેલે. વિવેકે જુગાડ કરી ફ્યૂલ ઇજેક્શન સિસ્ટમમાં સામાન્ય ફેરફાર કરી બાઇકની એવરેજને ડબલ કરી દીધી છે. એવરેજ ડબલ થઈ જવાથી પેટ્રોલનો ખર્ચો પણ અડધો થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, વિવેક તે ક્ષણની રાહ જોઈ રહ્યો છે કે, ઑટોમોબાઇલ સેક્ટરના વિશેષજ્ઞ આ ટેકનિક સ્વીકારી લે.

વર્ષ 2016માં પહેલી સફળતા મળી હતી
કૌશાંબીના પિપરી પહાડપુર નિવાસી ટેક્નિશિયન વિવેક કુમાર પટેલે પોતાના આ જુગાડ ટૅક્નીકને કાર્બોરેટર જેટનું નામ આપ્યું છે. 12મું પાસ વિવેક આમ તો ઘરમાં શટરિંગનું કામ કરે છે, પણ તેમને હંમેશાં તેમનું મન કંઈક નવું કરવા પ્રેરિત કરે છે. વિવેકે જણાવ્યું કે, ” તે છેલ્લાં બે દશકથી આ પ્રયત્ન કરતાં હતા કે, ટુ વ્હીલરની એવરેજ કેવી રીતે વધારી શકાય. શરૂઆતના વર્ષોમાં તેમને કોઈ ખાસ સફળતા મળી નહોતી, પણ હાલના વર્ષોમાં તેમને સફળતા મળી ગઈ. પોતાના કામમાંથી સમય કાઢી તેમણે બાઇકની કે ટેકનીક સમજી અને તેના પર ઘણું મંથન કર્યું, આ પછી  તેમને વર્ષ 2016માં એવરેજ વધારમાં થોડીક સફળતા મળી હતી.”

CM યોગી આદિત્ય નાથે 25000 હજાર રૂપિયાનું પુરસ્કાર આપ્યું હતું
વિવેકની સફળતા માટે વિજ્ઞાન અને પ્રૌધોગિક વિભાગ દ્વારા તેમને 25 000 હજાર રૂપિયાનું નવોન્મેષક પુરસ્કાર આપવામાં આવ્યો હતો. જે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા તેમને પોતાના હાથે 23 ઑક્ટોબર 2018માં આપવામાં આવ્યો હતો. શરૂઆતી સફળતા અને પુરસ્કારે વિવેકને નવો જુસ્સો મળ્યો અને તે આ પાછળ તનતોડ મહેનત કરવા લાગ્યા. અંતે તેમણે ફ્યૂલ ઇજેક્શન ટેક્નીક પર આધારિત કાર્બોરેટર જેટનો આવિષ્કાર કર્યો. જેની મદદથી તેમણે ટુ વ્હીલરની એવરેજ ડબલ કરી દીધી હતી.

500 વાહનોમાં ટૅક્નીક લગાડી છે.
વિવેકના આ જુગાડની ટૅક્નીકની બધી જગ્યાએ ચર્ચા થવા લાગી હતી. તેમનું કેહવું છે કે, અત્યાર સુધી તેમણે 500 ટુ વ્હીલરમાં પોતાનું બનાવેલું કાર્બોરેટર જેટ ફિટ કર્યું છે. જેટ લગાવનારા ઘણાં વાહન ચાલકોનું કહેવું છે કે, આ લગાવ્યા પછી કોઈ મુશ્કેલી થઈ નથી. જોકે, એન્જીન પર થોડીક અસર પડવાની શંકા છે. એવામાં જો ઑટોમોબાઇલ વિશેષજ્ઞ આને મંજૂરી આપે તો આ આશંકા પણ દૂર થઈ શકે છે.

કેવી રીતે આ ટૅક્નીક કામ કરે છે.
ટુ વ્હીલર વાહનોમાં ફ્યૂલ ઇજેક્શન ટેક્નીકથી એન્જિનમાં પેટ્રોલ જાય છે અને વાષ્પીકૃત થઈને એન્જિનને ચલાવે છે. વિવેકે જણાવ્યું કે, આમાં જે કાર્બોરેટર લગાવવામાં આવ્યા છે તેના સૌથી નીચેના ભાગમાં લગભગ 2mmનો હોલ છે. જેથી અડધું પેટ્રોલ વેસ્ટ થઈ જાય છે. તેમાં બદલાવ કરી તે હોલને બંધ કરી ઉપર અડધાથી 1mmના બે હોલ કરી દીધા છે. જેથી જરૂરિયાત મુજબ પેટ્રોલનો ઉપયોગ થાય છે અને એવરેજ વધતી જાય છે.

You cannot copy content of this page