Only Gujarat

National TOP STORIES

મહાકાલના મંદિરની સામે ધોમધખતા તાપમાં નતમસ્તક થઈ ગયા SP સાહેબ, વાયરલ થઈ તસવીર

ઉજ્જૈનનના SP મનોજ સિંઘની તસવીર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે. મનોજ સિંઘ થોડા સમય પહેલા જ ઉજ્જૈનના SP બન્યાં છે. વાયરસ તસવીરમાં મનોજસિંઘ મહાકાળ મંદિરની સામે બળબળતા તાપમાં રોડ પર નતમસ્તક થતાં જોવા મળે છે. થોડો સમય તેમણે મહાકાલ મંદિરની સામે પ્રાર્થના કરી પ્રણામ કર્યું અને પછી આગળ નીકળી ગયા.

મહાકાલની નગરી ઉજ્જૈનમાં પણ કોરોના કેર વર્તાય રહ્યો છે. કોરોનાના કેરને જોતા જ થોડા દિવસ પહેલા સરકારે જિલ્લાના ક્લેક્ટર અને SPની ટ્રાન્સફર કરી દીધી હતી. હવે મનોજ સિંઘ ઉજ્જૈનના SP છે. ઉજ્જૈનનો કાર્યભાર સંભાળતા પહેલા જ તેમણે મહાકાલ મંદિરના સામે દંડવત પ્રણામ કર્યો હતા અને મહાદેવના આશીર્વાદ લીધા હતા ત્યારબાદ કાર્યભાર સંભાળ્યો હતો. આ તસવીર 23 મેની હોવાનુ મનાઇ રહ્યું છે.

મહાકાલને કર્યો પ્રણામ
ઉજ્જૈનના SP મનોજ સિંઘ 23 મેએ મહાકાલ મંદિર પાસેથી પસાર થઇ રહ્યાં હતા. આ સમય દરમિયાન તેમણે મંદિરની સામે તેમની ગાડી રોકી અને ગાડીમાં જ જૂતા ઉતાર્યાં અને ધગધગતા રોડ પર ચાલી મંદિર સામે પહોંચ્યાં. SP મનોજ સિંઘે મહાકાલના બહારથી દર્શન કર્યાં.

મંદિરની સામે થયા નતમસ્તક
મંદિરની સામે પ્રણામ કર્યાં બાદ ઉજ્જૈનના SP સાહેબે મહાકાલને તપતા રોડ પર દંડવત પ્રણામ કર્યાં. તેમની આ તસવીર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે. આ તસવીરને જોઇને તો એવું લાગી રહ્યું છે કે SP સાહેબ ઉજ્જૈન શહેર સહિત દુનિયાની કોરોના મુક્ત કરવાની પ્રાર્થના કરી રહ્યાં છે.

કોરોનાથી મુક્તિ માટે SP સાહેબની પ્રાર્થના
તસવીર વાયરલ થયા બાદ ઉજ્જૈનના એસપીએ જણાવ્યું કે, તેમણે મહાકાલને જિલ્લા કોરોના ફ્રી કરવા માટે પ્રાર્થના કરી હતી. કોરોનાના વધતાં જતાં કેસના કારણે ઉજ્જૈન રેડ ઝોનમાં આવી ગયું છે. તો બીજી તરફ કોરોનાનો રોજ બરોજ કોરોનાના રોજ મોટી સંખ્યામાં કેસ વધી રહ્યાં છે.

મંદિર બંધ છે
હાલ લોકડાઉનના કારણે મંદિર બંધ છે. આ સ્થિતિમાં SP સાહેબે પણ નિયમનું પાલન કર્યું અને એક સામાન્ય વ્યક્તિની જેમ જ બહારથી મહાકાલને દંડવત પ્રણામ કર્યાં અને જિલ્લાના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી. નોંધનિય છે કે ઉજ્જૈનમાં થોડા દિવસ પહેલા જ એક અધિકારીએ દર્શન માટે મંદિર ખોલાવ્યું હતું અને કેટલાક લોકોને દર્શન કરાવ્યાં હતા જો કે લોકડાઉનનું ઉલ્લંઘન થતાં તેમની સામે કાયદાકિય કાર્યવાહી કરવામાં આવી હતી.

કોરોનાનો આંકડો 600ની પાર
રવિવાર સુધીમાં ઉજ્જૈનમાં કોરોનાના 533 દર્દી હતી. તો અત્યાર સુધીમાં શહેરમાં કોરોના કારણે 45 લોકોના મોત થઇ ગયા છે. માત્ર રવિવારે માત્ર એક જ દિવસમાં 50 નવા કેસ નોંધાયા હતા. લાખ માનવીય પ્રયાસ બાદ પણ કોરોનાનો કેર થંભવાનું નામ જ નથી લેતો તો સ્વાભાવિક છે હવે માત્ર ભગવાનનો જ સહારો છે.

You cannot copy content of this page