Only Gujarat

FEATURED National

પ્રેમીએ કેમ કરી હતી નવપરીણિત મહિલાની હત્યા, સામે આવ્યું ચોંકાવનારું કારણ

ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગર જનપદમાં ખતૌલી પોલીસે નવપરીણિત મહિલા રૂચિની હત્યા અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પોલીસે હત્યાના આરોપીની ધરપકડ કરી લીધી છે. મૃતકાના પિતા રાજેન્દ્રએ મેરઠ જિલ્લાના ફલાવદા થાનાના ગુડમ ગામમાં રહેતા આરોપી સોહનવીર ઉર્ફ સોની ગુર્જર પુત્ર બલજીત વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો હતો.

એસપી સિટી સતપાલ અંતિલે જણાવ્યું કે સોની અને રૂચી વચ્ચે ઘણા દિવસોથી પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો હતો. સાત દિવસ પહેલા 28 જુને રુચીના લગ્ન થઇ ગયા હતા. આ લગ્નથી રોષે ભરાઇને સોનીએ રૂચીની હત્યાનો નિર્ણય લીધો હતો.

લગ્ન બાદ રૂચી પિયર રોકાવા આવી ગઇ હતી. તેણે ફોન કરી રૂચીને મકાન પાછળ મળવા માટે બોલાવી હતી. જ્યાં સોની અગાઉથી જ ધારદાર હથિયાર સાથે લઇને આવ્યો અને રૂચીનું ગળું કાપી હત્યા કરી દીધી. પોલીસે હત્યામાં વપરાયેલું ધારદાર હથિયાર અને મૃતકાનો મોબાઇલ ફોન જપ્ત કર્યો છે. એસપી સિટીએ જણાવ્યું કે હત્યાના આરોપીને જેલ મોકલી દેવામાં આવ્યો છે.

ખતૌલી થાના ક્ષેત્રના ગામ કઢલીમાં લગ્ન બાદ પિયર આવેલી નવવિવાહિતા રૂચીનું ગળું કાપી હત્યા કરી દેવામાં આવી હતી. તે રવિવારે રાતે સંદિગ્ધ પરિસ્થિતિમાં ગુમ થઇ ગઇ હતી. સોમવારે સવારે રૂચીનો મૃતદેહ ઘરની પાછળ આવેલા ખેતરમાંથી મળી આવ્યો હતો. રુચીના પિતાએ ગામ ગુડમમાં રહેતા યુવક વિરુદ્ધ હત્યાની નામજોગ ફરિયાદ દાખલ કરાવી હતી.

રુચી કઢલી ગામમાં રહેતા રાજેન્દ્ર કુમારની પુત્રી હતી અને તેના લગ્ન 28 જુને મવાના ક્ષેત્રના ગામ ખેડલીમાં રહેતા યુવક સાથે થયા હતા. ત્રણ જુલાઇએ તે પિયર આવી ગઇ હતી. પરિવારજનોના જણાવ્યા પ્રમાણે રવિવારની રાતે અંદાજે નવ વાગ્યે તેના મોબાઇલ પર ગુડમ ગામમાં રહેતા સોની ગુર્જર નામના યુવકનો કોલ આવ્યો પછી તે થોડીવારમાં આવશે તેમ કરી ઘરેથી નીકળી ગઇ. ત્યારબાદ આખી રાત તે ઘરે પરત આવી ન હતી.

પરિવારજનોએ તલાશ પણ કરી પરંતુ તેની કોઇ ભાળ મળી નહીં. સોમવાર સવારે કેટલાક ગ્રામજનો રાજેન્દ્રના ઘરની પાછળ આવેલા ખેતરમાં પહોંચ્યા જ્યાં લોહીલુહાણ હાલતમાં રૂચીનો મૃતદેહ પડ્યો હતો. ધારદાર હથિયારથી રૂચીનું ગળું કાપવામાં આવ્યું હતું.

સૂચના મળતા જ સીઓ આશીષ પ્રતાપ સિંહ તથા ઇન્સ્પેક્ટર ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ડોગ સ્ક્વોડને પણ તપાસ માટે બોલાવવામાં આવી હતી પરંતુ તેની મદદથી કોઇ પૂરાવા હાથ લાગ્યા નહીં. પિતાની અરજી પર પોલીસે સોની ગુર્જર વિરુદ્ધ હત્યાનો રિપોર્ટ લખ્યો હતો. પરિવારજનોએ પોલીસને જણાવ્યું કે આરોપી ઘણા સમયથી તેના ઘરે આવજાવ કરતો હતો.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page