Only Gujarat

National

લાખોની નોકરી છોડી શરૂ કરી ખેતી ને આજે રોજ બગીચામાંથી નીકળે છે 4 ટન જેટલા હાઈ ક્વોલિટી જામફળ

મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના અંકલખોપ ગામના શીતલ સૂર્યવંશી એમબીએ કર્યા બાદ એક મલ્ટીનેશનલ કંપનીમાં જૉબ કરતા હતા.લાખોની સેલેરી હતી, 6 વર્ષ તેણે અલગ-અલગ પોસ્ટ પર કામ કર્યું. પરંતુ 2015માં તેણે નોકરી છોડી દીધી અને ઑર્ગેનિક જામફળની ખેતી શરૂ કરી. આજે રોજ 4 ટન જામફળ તેના બગીચામાંથી નિકળે છે. મુંબઈ, પુણે, સાંગલી સહિતના શહેરોમાં તે જામફળ મોકલે છે. એક સિઝનમાં 12 લાખની કમાણી થાય છે.

34 વર્ષના શીતલના પિતા ખેડૂત છે. બે ભાઈ જૉબ કરે છે, એક ડૉક્ટર છે અને એક આર્કિટેક. શીતલ કહે છે કે, જ્યારે નોકરી છોડવાનો નિર્ણય લીધો તો પરિવારે વિરોધ કર્યો. તેમનું કહેવું હતું કે સારી એવી નોકરી છોડીને ખેતી કેમ કરવા માંગે છે, ખેતીમાં નફો જ કેટલો છે? તે કહે છે કે, અમે જ્યાં રહીએ છે ત્યાં મોટાભાગના ખેડૂતો શેરડીની ખેતી કરે છે. મારા પિતા પણ શેરડીની ખેતી કરતા હતા. પરંતુ તેમાં વધુ નફો નહોતો થતો. ઊપરથી સમય પણ વધુ લાગતો હતો. એક પાક તૈયાર થતા 15 થી 16 મહિના થતા. સાથે જ ફેક્ટરીમાં વેચ્યા બાદ પૈસા પણ મોડા આવતા હતા.

એટલે મે વિચાર્યું કે કાંઈક અલગ કરું. બાકીના ખેડૂતો શેરડી વેચી રહ્યા છે એટલે અમે કાંઈક બીજું ઉગાડીશું. શરૂઆત મે દ્રાક્ષથી કરી પરંતુ તેમાં કાંઈ ખાસ નફો ન થયો. આ વચ્ચે જ મારો એક દોસ્ત મને મળ્યો. શિરડીમાં તેની જામફળની નર્સરી હતી. તેણે મને ઑર્ગેનિક જામફળની ખેતીનો આઈડિયા આપ્યો. તે બાદ હું શિરડી ગયો, ત્યાં બગીચામાં ગયો અને જામફળની ખેતી શીખી. શીતલ જણાવે છે કે, ‘જ્યારે મે મારા પિતાને જામફળ ઉગાડવા વિશે જણાવ્યું તો તેણે ના પાડી દીધી. તેઓ નહોતા ઈચ્છતા કે શેરડીની જગ્યાએ અમે બીજો કોઈ પાક ઉગાડવાનું જોખમ લઈએ. પછી મે તેમને સમજાવીને બે એકર જમીન પર જામફળ ઉગાડવાનો નિર્ણય લીધો. જે બાદ હું અલગ-અલગ શહેરોમાં ગયો. ત્યાં જામફળના બજાર, તેની કેટલી ડિમાન્ડ છે અને ત્યાં સુધી પહોંચવાનો રસ્તો શું હશે, માટી કેવી હશે, પ્લાન્ટની કઈ નસલ યોગ્ય રહેશે, આ તમામ વસ્તુને લઈને રીસર્ચ કર્યું.’

તેઓ જણાવે છે કે, ‘ઑગસ્ટ 2015માં મે 2 પ્રકારના જામફળનો પાક લગાવ્યો. એક લલિત અને બીજી જી વિલાસ. પહેલા વર્ષે જ 20 ટનનું ઉત્પાદન થયું. 3 થી 4 લાખની આવક થઈ. અમારું મનોબળ વધ્યું અને આગામી સીઝનમાં વધુ જમીન પર જામફળ ઉગાડવાનો નિર્ણય કર્યો.’ શીતલ આજે 4 એકર જમીન પર જામફળ ઉગાડી રહ્યા છે. 5 લોકો તેની સાથે કામ કરે છે. હર એકરમાં 10 ટન જામફળ નિકળે છે. હાલ લલિત, જી બિલાસ અને થાઈલેન્ડ પિંકનું ઉત્પાદન થાય છે. લલિતની સાઈઝ નાની હોય છે, જ્યારે જી બિલાસ અને થાઈલેન્ડ પિંકની સાઈઝ મોટી હોય છે. શીતલ જણાવે છે કે, ‘શેરડીની ખેતીમાં સમય તો લાગતો જ હતો, વધુ પાણી અને દર વર્ષે ખેડવાની પણ જરૂર રહેતી હતી. પરંતુ જામફળમાં એવું નથી. એક વાર પ્લાન્ટેશન કર્યું એટલે 10-12 વર્ષની શાંતિ.’

તેઓ જણાવે છે કે, ગયા વર્ષે પૂરમાં અમને નુકસાન થયું હતું. આ વખતે જ્યારે કોરોનાના કારણે લૉકડાઉન લાગ્યું તો નુકસાન થયું. 4 થી 5 ટન જામફળ સડી ગયા. પરંતુ હવે સ્થિતિ સામાન્ય થઈ રહી છે અને ધીમે-ધીમે પાટા પણ ચડી રહ્યું છે. હવે અમે ફરી માર્કેટમાં જામફળ સપ્લાય કરી રહ્યા છે. તેઓ કહે છે કે દર વર્ષે મોટી સંખ્યામાં જામફળ પાકીને નીચે પડી જાય છે. અનેક વાર બધા જામફળ વેચાત પણ નથી. એટલે અમે એક પ્રોસેસિંગ પ્લાન્ટ લગાવવવાનું વિચારી રહ્યા છે. જેથી જામફળના અન્ય પ્રોડક્ટ્સ બનાવી શકાય.

કેવી રીતે કરી શકાય ખેતી
શીતલ જણાવે છે કે, ઑર્ગેનિક જામફળની ખેતી શરૂ કરતા પહેલા રિસર્ચ જરૂરી છે. સ્થાનિક માર્કેટ, ટ્રાન્સપોર્ટેશન અને ડિમાન્ડની જાણકારી હોવી જોઈએ. સાથે જ જે જમીન પર ખેતી કરવાની છે તે ઓછા પાણી વાળી હોવી જોઈએ. રાસાયણિકની જગ્યાએ ઑર્ગેનિક ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. જેથી ઉપજ વધે છે. બે છોડ વચ્ચે નિયત અંતર હોવું જોઈએ. જુલાઈથી સપ્ટેમ્બર મહિનામાં છોડ લાગે છે.

કેટલો સમય લાગે તૈયાર થતા
સારા પ્રકારના જામફળના છોડ લગભગ એક વર્ષમાં તૈયાર થઈ જાય છે. પહેલા વર્ષેમાં એક છોડમાંથી 6 થી 7 કિલો જામફળ નિકળે છે. તેના કેટલા સમય બાદ 10 થી 12 કિલો ઉત્પાદન થાય છે.

શું સાવધાની રાખવી
શીતલ જણાવે છે કે, આ ખેતી માટે યોગ્ય સમય અને માટી જરૂરી છે. ઓછી માટી વાળી જમીન પર પ્લાન્ટ કરવું જોઈએ. વાતાવરણ અને વરસાદ માટે પહેલાથી તૈયારી કરવી જોઈએ. વધુ પાક લેવા માટે રાસાયણિક ખાતરની લાલચ ન રાખવી જોઈએ. કારણ કે તે પાક અને જમીન બંને માટે હાનિકારક છે.

 

 

You cannot copy content of this page