Only Gujarat

Religion TOP STORIES

જૂન મહિનામાં 5 ગ્રહ બદલશે તેમની ચાલ, આ 7 રાશિના જાતકોને મળે શકે છે ધનલાભ

જૂનમાં ગ્રહોની સ્થિતિ બદલાવાના કારણે 12 રાશિઓ પર તેનો પ્રભાવ પડશે. જ્યોતિષ અનુસાર જૂનમાં સૂર્ય, મંગળ, બુધ અને ગુરૂ રાશિ પરિર્વર્તન કરશે. આ સિવાય બુધની ચાલ ઊંધી થશે અને શુક્ર સીધી ચાલ ચાલશે. ગ્રહોની આવી સ્થિતિના કારણે કેટલાક લોકોના સારા દિવસો શરૂ થશે, તો કેટલાક લોકોની મુશ્કેલીઓ વધશે. આ મહિને મેષ, વૃષભ, કર્ક, તુલા, વૃશ્ચિક, ધન અને મીન રાશિના જાતકોને ધનલાભ થઈ શકે છે. નોકરી અને બિઝનેસમાં સમય સારો રહેશે. આ સિવાય મિથુન, સિંહ, કન્યા, મકર અને કુંભના જાતકોએ આખો મહિનો સાચવીને ચાલવું. તણાવ અને ધનના નુકસાનની શક્યતા છે.

મેષ: મહિનાની શરૂઆતમાં સુખમાં વધારો થશે. નોકરિયાત અને બિઝનેસ કરતા લોકોને પ્રગતિની તક મળશે. નવાં કામની શરૂઆત થશે. કેટલાક લોકોને નવી નોકરી પણ મળી શકે છે. મહત્વનાં રોકાણ અને લેણ-દેણમાં સફળતા મળવાની શક્યતા છે. આ મહિને ઘણી બાબતે તમારો આત્મવિશ્વાસ વધશે. મંગળની સ્થિતિ જોતાં આ મહિને તમારી મહેનત વધશે અને તમને તેનો ફાયદો પણ મળશે. સ્વાસ્થ્યની બાબતમાં આ મહિનો સાચવવું. લવ લાઇફ અને લગ્નજીવનમાં ઉતાર-ચઢાવ આવી શકે છે.

વૃષભ: આ મહિને કામકાજ સારું ચાલશે. નોકરી કરતા હોય તો, તમારાં કામનાં વખાણ થશે. બિઝનેસ કરતા લોકોને વધારે ફાયદો મળશે. મહેનત વધારે રહેશે અને તેનો ફાયદો પણ મળી શકે છે. આ મહિને તમને કોઇ સારા સમાચાર મળી શકે છે. પ્રોપર્ટીની બાબતમાં પરિવારમાં તણાવ ઊભો થઈ શકે છે. તમારે તમારા વ્યવહાર પર ધ્યાન આપવું. આ મહિને મિત્રો અને સાથે કામ કરતા લોકોની મદદ મળી શકે છે. કાયદાકિય બાબતોમાં સફળતાના યોગ છે.

મિથુન: આખો મહિનો સાચવવું. વિવાદ, તણાવ અને ધનના નુકસાનની શક્યતા છે. માતા-પિતાના સ્વાસ્થ્યની ચિંતા રહેશે. વગર વિચાર્યે બોલવાથી તમારી ઇમેજ બગડી શકે છે. કોઇ સાથે વિવાદથી શક્યતા છે. સમય તણાવભર્યો રહી શકે છે. પ્રોપર્ટી કે ફોર વ્હીલર ખરીદવાની ઇચ્છા થઈ શકે છે. દૂર રહેતા લોકોની મદદ ન મળી શકવાથી દુ:ખી રહેશો. વાહન સાચવીને ચલાવવું. વાગવાની શક્યતા છે. દુશ્મન તમારા પર હાવી થવાનો પ્રયત્ન કરશે. સાચવીને રહેવું.

કર્ક: આ મહિને અટકેલાં કામ પૂરાં થઈ શકે છે. પ્રોપર્ટી સંબંધિત બાબતોમાં ફાયદો થશે. અટકેલું ધન પાછું મળી શકે છે. જૂના રોકાણ અને લેણ-દેણમાં ફાયદો મળવાના યોગ છે. અધિકારીઓ સાથે સંબંધ સારા રહેશે. મોટા લોકોની મદદ મળી શકે છે. નોકરિયાત લોકોનાં કામનાં વખાણ થશે. આ મહિને પ્રમોશન પણ મળી શકે છે. લવ લાઇફ અને લગ્ન જીવનમાં સુખ વધશે. નવાં અને જરૂરી કામોની યોજનાઓ બનશે. સ્વાસ્થ્ય બાબતે સાવધાન રહેવું. ખાન-પાન પર ધ્યાન આપવું.

સિંહ: આ મહિને તમારી મહેનત વધી શકે છે. જૂની મુશ્કેલીઓ વધી શકે છે. કોઇ મહત્વની વ્યક્તિ સાથે અણબન કે વિવાદ થઈ શકે છે. પાર્ટનરશિપમાં નુકસાનની શક્યતા છે. સાચવીને રહેવું. વિપરિત પરિસ્થિતિઓના કારણે તમારી મહેનતમાં ઘટાડો આવશે. જેની સીધી અસર તમારા સ્વાસ્થ્ય અને કામકાજ પર દેખાશે. સ્વાસ્થ્ય બાબતે સાવધાન રહેવું. આ મહિને પરિવાર પર ખર્ચ વધી શકે છે. સેવિંગ પણ ખર્ચાઇ શકે છે. મોટાભાગની બાબતોમાં આ મહિને સાચવીને રહેવું.

કન્યા: આ મહિને તમારી મહેનત વધી શકે છે. તમે પરેશાન થઈ શકો છો. નોકરી કે બિઝનેસમાં કોઇ સાથે વિવાદ થઈ શકે છે. પારીવારિક બાબતોમાં તણાવ વધી શકે છે. સ્વાસ્થ્યની બાબતમાં સાવધાન રહેવું. વાગી શકે છે. પગ સાથે જોડાયેલ કોઇ રોગ થઈ શકે છે. એડીમાં દુખાવો વધી શકે છે. ડોક્ટરની સલાહ લઈ તપાસ કરાવી લેવી. વાહન સાવધાનીથી ચલાવવું. સેવિંગ, રોકાણ અને લેણ-દેણની ચિંતા રહેશે. સમજી-વિચારીને બોલવું. નહીંતર તમારી વાતનો કોઇ ખોટો અર્થ કાઢી શકે છે. આ મહિને તમારી કોઇ ગુપ્ત વાત બહાર આવવાની શક્યતા છે. સાચવીને રહેવું.

તુલા: આ મહિને કામ-કાજ અસ્તવ્યસ્ત રહેશે પરંતુ નવાં કામોની શરૂઆત થઈ શકે છે. ધીરે-ધીરે મુંજવણો દૂર થશે. આ મહિને કરેલી ઘણી મહેનતનો ફાયદો 50 દિવસ બાદ મળશે. તમારાં કામકાજ અને મહેનતમાં વખાણ થશે. નોકરિયાત અને બિઝનેસ કરતા લોકોને વધારાની આવક મળી શકે છે. સ્વાસ્થ્યની બાબતમાં આ મહિનો ઠીક રહેશે. નવા લોકો સાથે મુલાકાતના યોગ બની રહ્યા છે. પારીવારિક મુંજવણો ખતમ થઈ શકે છે. આ મહિને નવી યોજનાઓ બની શકે છે અને તેના પર કામ શરૂ થઈ જશે.

વૃશ્ચિક: મહિનાની શરૂઆતમાં રોજગારની નવી તકો મળી શકે છે. નોકરીમાં અધિકારીઓ તમારા કામથી ખુશ થશે. ઓફિસમાં કોઇ નવું પદ પણ મળી શકે છે. રાજકારણ સાથે જોડાયેલા લોકોને ફાયદો મળશે. જૂના ચાલ્યા આવતા તણાવથી મુક્તિ મળી શકે છે. ભાઇઓ સાથે સંબંધો મધુર બનશે. તમે સફળતાના રસ્તે આગળ વધશો. પારીવારિક વિવાદ ખતમ થશે અને મધુરતા વધશે. ધનલાભના યોગ બની રહ્યા છે. લવ લાઇફ માટે સમય ઠીક રહેશે. આ મહિને સ્વાસ્થ્ય બાબતે સાવધાન રહેવું. દુશ્મન તમને હેરાન કરવાની યોજના બનાવી શકે છે.

ધન: મહિનાની શરૂઆત સારી રહેશે. આ મહિને પ્રોપર્ટી સાથે જોડાયેલ મહત્વની બાબતો પર નિર્ણય થઈ શકે છે. જૂના ચાલ્યા આવતા વિવાદમાં જીત મળવાના યોગ છે. તમારાં કામ-કાજનાં વખાણ થશે. તમે યોગ્ય દિશામાં આગળ વધશે, જેનાથી બિઝનેસમાં ફાયદો થશે. લવ-લાઇફ માટે સમય સારો છે. પરિવાર સાથે સમય પસાર થશે. જોકે આ દિવસોમાં કામનું ભારણ વધશે અને નોકરી અને બિઝનેસમાં કેટલાક પડકારોનો પણ સામનો કરવો પડી શકે છે. મહિનાના મધ્ય કાળમાં સમય શુભ ફળ આપનારો રહેશે. કોઇ ખાસ ઇચ્છા પૂરી થવાના યોગ બને છે. પૈસા કમાવાનાં નવાં સાધન પણ મળી શકે છે.

મકર: આ મહિનો મુશ્કેલીઓવાળો રહી શકે છે. પરિવાર અને કામકાજમાં તણાવ વધી શકે છે. કોઇ ખાસ બાબતે બીક કે ચિંતા સતાવશે. પરિવારના કોઇ સભ્યના સ્વાસ્થ્યની ચિંતા રહેશે મનમાં. કામકાજમાં અડચણો આવી શકે છે. કામમાં મન નહીં લાગે. આ મહિને કોઇ રહસ્યની વાત બહાર આવી શકે છે. જેનાથી તમારા પૈસા અને સમય બંને વેડફાશે. કાયદાકિય બાબતોમાં ગુંચવણો વધી શકે છે. જોખમી કામોથી બચવું. વાહન સાવધાનીથી ચલાવવું. વાગી શકે છે. આર્થિક બાબતોમાં સાચવવું. ધનનું નુકસાન થઈ શકે છે.

કુંભ: ગ્રહોની સ્થિતિ ઠીક નથી. આ મહિને સ્વાસ્થ્ય બાબતે સાવધાન રહેવું. સંતાન અને માતાના સ્વાસ્ય્થની ચિંતા રહેશે. પારિવારિક બાબતોમાં ખર્ચ વધી શકે છે. ભાગ-દોડ અને તણાવ પણ રહેશે. નોકરો અને બિઝનેસમાં રિસ્ક લેવાથી બચવું. બનતાં કામ બગડી શકે છે. આ મહિને દુશ્મનો વધી શકે છે. અજાણતાં થયેલી કોઇ ભૂલ તમારી મુશ્કેલીઓ વધારી શકે છે. પ્રોપર્ટી સંબંધિત વિવાદ સામે આવશે. રોકાણ અને લેણ-દેણમાં સાવધાની રાખવાની જરૂર છે. નિર્ણય સમજી-વિચારીને લેવા. ધન-હાનિ થઈ શકે છે. આ મહિને કોઇને ઉધાર આપેલા પૈસા પાછા નહીં મળી શકે.

મીન: મહિનાની શરૂઆત સારી રહેશે. આ મહિને પારિવારિક સુખ વધશે. નોકરી-બિઝનેસ, પરિવાર, પ્રોપર્ટી અને બીજી બાબતોમાં ચાલી રહેલ ઉથલ-પાથલ ખતમ થશે. જીવનમાં ઠરાવપણું આવશે. આ મહિને તમારે ધીરજથી કામ લેવાનું રહેશે. જેનાથી પરિસ્થિતિઓ તમારા પક્ષે બની શકે છે, આ દિવસોમાં તમારી પ્રતિષ્ઠા વધી શકે છે, આ મહિને પ્રોપર્ટીનું સુખ મળશે. ધનલાભ પણ થઈ શકે છે. આ દિવસોમાં કોઇ સારા સમાચાર પણ મળી શકે છે. મોટા લોકો સાથે મુલાકાત પણ થઈ શકે છે. સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. આ મહિને સાચવીને રહેવું.

You cannot copy content of this page