Only Gujarat

TOP STORIES

ગુજરાતમાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો સંપૂર્ણ માહિતી

અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે વધુ એકવાર વરસાદને લઈને આગાહી કરી છે. આગાહીના પગલે મોડી સાંજે ગાંધીનગર-અમદાવાદ સહિત ગુજરાતના ઘણાં વિસ્તારોમાં ભારે પવન સાથે ધમાકેદાર વરસાદ શરૂ થયો છે. જેના કારણે સમગ્ર વિસ્તારમા ઠંડક પ્રસરી ગઈ છે. આગામી 48 કલાકમાં ગજુરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે, હાલ ગુજરાતના અનેક વિસ્તારોમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે.

આઈએમડીના જણાવ્યા પ્રમાણે, ઉત્તરપશ્ચિમી રાજ્યોમાં વરસાદ વધુ પડવાની આગાહી છે. આગામી કલાકમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવવાનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે. જેને લઈને ગુજરાત સહિત છ રાજ્યોમાં ભારે વરસાદ પડે તેવી સંભાવનાા છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ અને ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતમાં આગામી 9 તારીખથી લઈને 11 તારીખની વચ્ચે ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે 10થી 11 તારીખ દરમિયાન ગુજરાતમાં ભારેથી અતી ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. ભારે વરસાદ વરસે તે પહેલાં જ આજે એટલે બુધવાર સાંજે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે.

ગુજરાતમાં હજુ ચોમાસું સત્તાવાર રીતે બેઠું નથી ત્યાં તો રાજ્યમાં વરસાદી માહોલ જામી ગયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, ગુજરાતમાં હાલ સમુદ્રથી 3.1 અને 3.6 કિલોમીટર ઊંચાઈએ અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. જેના કારણે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગર, અમરેલી, રાજકોટ અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં દરિયા કિનારે આવેલા વિસ્તારોમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આ ઉપરાંત ગાજવીજ સાથે વરસાદ પડે તેવી શક્યતા છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાંથી સુરત, વલસાડ, નવસારીમાં હળવોથી મધ્યમ વરસાદ પડશે.

આગામી પાંચ દિવસ અમદાવાદમાં વરસાદી માહોલ રહે તેની પૂરી સંભાવના છે. ગુજરાતમાં હજુ સત્તાવાર રીતે ચોમાસું બેઠું નથી. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આગામી 17થી 21 જૂન વચ્ચે ચોમાસાનો પ્રારંભ થાય તેવી સંભાવના છે.

હવામાન વિભાગે આગાહી ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગર, અમરેલી, રાજકોટ, બોટાદ, જામનગર, કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.

You cannot copy content of this page