Only Gujarat

Gujarat TOP STORIES

વાતાવરણમાં પલ્ટો: સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ, ખેતરોમાં પાણી ભરાયા

ગાંધીનગર: ગુજરાતમાંથી આ વખતે વરસાદ વિાદાય લેવાનું નામ જ નથી લેતો. આજે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઘણી જગ્યાએ વરસાદી ઝાપટાં જોવા મળ્યાં હતાં. જેમાં જૂનાગઢના માંગરોળ અને માળિયા હાટીનામાં ભારે વરસાદ પડ્યો હતો જેના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતાં. નોંધનીય છે કે, હવામાન વિભાગે બે દિવસ પહેલા કમોસમી વરસાદની આગાહી કરી હતી.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનમાં સર્જાયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રાજસ્થાન તરફ આગળ વધતાં સોમવારે સૌરાષ્ટ્ર-કચ્છ, અને ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાં જોવા મળ્યાં હતાં. જ્યારે આજે અમદાવાદમાં સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. જેના કારણે પતંગરસિયાઓમાં અને ખેડૂતોમાં ચિંતા છવાઈ ગઈ છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે સૌરાષ્ટ્ર,-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાં પડ્યા હતાં. કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. આ ઉપરાંત ગુજરાતમાં અનેક જગ્યાએ ધુમ્મસના પણ જોવા મળ્યું હતું. કમોસમી વરસાદને કારણે પાકોને નુકસાન થાય તેવી સંભાવના જોવા મળી રહી છે.

આજે સવારે જૂનાગઢ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. જિલ્લાના માળિયા હાટીના અને માંગરોળમાં ભારે વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત અનેક ગામડાંઓમાં પણ કમોસમી વરસાદ જોવા મળ્યો હતો. વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા જેના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ હતી.

રવિવાર બપોર બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલ્ટો આવતાં મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.

આજે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના મોટા ભાગના જિલ્લાોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ઘણી જગ્યાએ તો વરસાદ પડતાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું હતું. કમોસમી વરસાદના કારણે પાક નિષ્ફળ જવાની પણ સંભાવના જોવા મળી રહી છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page