Only Gujarat

TOP STORIES

બેડરૂમમાં અચાનક પત્ની બની ગઈ રોમેન્ટિક, થપ્પો રમવાના બહાને પતિના ચાકુથી આંતરડા બહાર કાઢી નાંખ્યા

ગાંધીનગર: ગુજરાતના પાટનગરમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. ગાંધીનગર શહેરમાં પત્નીએ જ તેના પતિને ઝેર આપી દીધું હતું પણ પતિ મર્યો નહી એટલે ‘ક્રાઈમ પેટ્રોલ’ના પ્લોટની જેમ પત્નીએ પતિ સાથે બેડરૂમમાં રમતી રમી અને પતિને પતાવી દીધો હતો.શ્વાસ અદ્ધર કરી દેતી ઘટનાઃ ગાંધીનગરમાં જે ઘટના બની છે, તે વાંચીને એક વાર ભલભલાના શ્વાસ અદ્ધર થઈ જાય તેમ છે. લગ્નના સાત ફેરા સાથે ફરીને આજીવન સાથ આપનાર પત્નીએ પતિ સાથે હિચકારું કૃત્ય કર્યું હતું. પતિ-પત્ની બનાસકાંઠાના થરાદ નજીક રહેતા વાકજી ચૌધરી તથા પત્ની ઉમિયા ચૌધરી હજી 10 દિવસ પહેલાં જ આ મકાનમાં ભાડેથી રહેવા આવ્યા હતાં.

માનવામાં આવે છે કે ઉમિયાને વારંવાર પિયર જવાની આદત હતી અને આ જ કારણે પત્નીને વાંધો હતો. ઘરમાં સતત કંકાસ તથા આર્થિક સમસ્યા રહેવાને કારણે ઉમિયા પતિ માટે ભભૂત લાવી હતી. જોકે, આ ભભૂત નહોતી પરંતુ ઉંદર મારવાની દવા હતી.

હાલમાં જ ઉમિયાએ પતિને ભભૂતના નામ ઉંદર મારવાનો પાવડર પતિને ખવડાવી દીધો હતો. નસીબજોગે પતિને આ ઝેરની અસર બે કલાક સુધી થઈ નહોતી. આ જોઈને પત્નીને મનમાં અનેક શંકા-કુશંકા થવા લાગી હતી. આમ પણ પત્નીને ‘ક્રાઈમ પેટ્રોલ’ તથા તેના જેવી જ સીરિયલ જોવાનો ચસકો હતો. તેના મગજમાં તરત જ અન્ય પ્લોટ ઘડાઈ રહ્યો હતો. આ પ્લોટ હેઠળ પત્નીના મનમાં પતિને ભયંકર રીતે મોત આપવાનો વિચાર હતો.

ઝેરની અસર ના થવાને કારણે પત્નીના શાતિર મગજે તરત જ પતિ સાથે રોમેન્ટિક વાતો કરવાનું શરૂ કર્યું હતું અને રોમેન્ટિક વાતોના ભાગ રૂપે તે પતિ સાથે રમત રમવા લાગી હતી. તેણે પતિ સાથે થપ્પો રમવાનું કહ્યું હતું અને પતિ પણ પત્નીની વાતોમાં આવી ગયો હતો. જોકે, અચાનક જ પત્નીએ તીક્ષ્ણ ચાકુથી પતિ પર એક પછી એક ચાકુના ઘા કર્યાં હતાં. પત્નીએ એટલાં ક્રૂર રીતે ચાકુના ઘા માર્યાં હતાં કે પતિના આંતરડાં બહાર આવી ગયા હતાં. પતિ લોહીના ખાબોચિયામાં પડ્યો હતો.


પતિને માર્યાં બાદ પત્નીના ચહેરા પર કોઈ જાતનો પસ્તાવો જોવા મળ્યો નહોતો. તેણે ઘણી જ સહજતાથી પિતાને ફોન કરીને પતિની તબિયત સારી ના હોવાનું કહ્યું હતું. આટલું જ પત્નીએ એકદમ શાંતિથી ચાકુ ધોઈ નાખ્યું હતું. જોકે, પછી ત્યાં પોલીસ આવી ગઈ હતી અને પોલીસની કડક પૂછપરછમાં ઉમિયા ભાંગી પડી હતી અને થોડીક જ વારમાં આ આખો કેસ ઉકેલાઈ ગયો હતો.

You cannot copy content of this page