Only Gujarat

FEATURED International

મેકડોનાલ્ડમાં જતા પહેલાં થઈ જજો સાવધ, આ યુવતીએ હોસ્પિટલમાં થવું પડ્યું એડમિટ

જો તમે પણ મેકડોનાલ્ડનાં સ્નેક્સ ખાવાના શોખીન છો તો તમારે આ સમાચાર વાચવા બહુજ જરૂરી છે. જો તમે પણ મેકડોનાલ્ડથી ખાવાનું ઓર્ડર કરો ચો તો તેમાથી પણ આવી વસ્તુ નીકળી શકે છે. વાસ્તવમાં લીડ્સ યુકેમાં એક છોકરીએ મેક-ડીમાંથી ચિકન નગેટ્સ શેર બોક્સ ઓર્ડર કર્યુ હતુ. પરંતુ તેને ખાધા બાદ અચાનક તેની તબિયત લથડી હતી. અને તેને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યુ હતુ. વાસ્તવમાં નગેટ અડધા ખાધા બાદ તેને તેની અંદર લાલ અને ભૂરા રંગનો કંઈક પદાર્થ દેખાયો હતો. લીલીનું કહેવું છેકે, તેને ખાધા બાદ જ તેની તબિયત બગડી છે.

પોતાના લઝીઝ ખાવાને લઈને મેકડોનાલ્ડ દુનિચાભરમાં ફેમસ છે. બળકોથી લઈને મોટાઓને મેક-ડીના ફ્રેન્ચ ફ્રાઈઝ, બર્ગર અને નગેટ્સ ખૂબજ પસંદ છે. આ જ કારણે દુનિયાભરમા દરેક ખૂણાએ તેના આઉટલેટ્સ બનેલાં છે. જ્યાં લોકો ખવાની મજા માણે છે.

હાલમાં જ લીડ્સમાં એક 23 વર્ષની લલી ડેંટને મેક-ડીની હોમ ડિલીવરીની સર્વિસ લેતા ચિકન નગેટ્સ શેર બોક્સ ઓર્ડર કર્યુ હતુ. ડિલીવરી થયા બાદ તેણે તેને પોતાની 3 વર્ષની દિકરી સાથે તેને શેર કરી ખાધુ હતુ.

જેવું તેણે ખાવાનું શરૂ કર્યુ તો અડધુ ખાધા બાદ તેને અંદર લાલ અને ભુરા રંગનું કંઈક દેખાયુ હતુ. જે બાદ તેણે તેને ખાવાનું બંધ કરી દીધુ, પરંતુ અડધુ ખાધા બાદ તેની તબિયત અચાનક જ ખરાબ થઈ ગઈ હતી.

લીલીની હાલત એટલી ખરાબ થઈ કે તેણે દોસ્તની મદદથી હોસ્પિટલમાં દાખલ થવું પડ્યુ હતુ. તેણે જણાવ્યુકે, નગેટ્સ ખાધા બાદ તેને પેટમાં દુખાવો અને ઉલ્ટી થવા લાગી હતી. સાથે જ તેની દિકરીને પણ ગળામાં ખારાશ થઈ રહી હતી.

ડોક્ટર્સે જણાવ્યુકે, તે ડાયેરિયાથી ગ્રસિત થઈ ગઈ છે. રિપોર્ટસ મુજબ, નગેટ્સ ખાધા બાદ તેનાં શરીરમાં કેમ્પલીલોબેક્ટર મળ્યા હતા, જે ફૂડ પોઈઝનિંગ માટે જવાબદાર છે.

હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ તે ઘણી નબળાઈનો અનુભવ કરી રહી છે. તેણે કહ્યુકે, એક સમયે મને એવું લાગી રહ્યુ હતુકે, હું બચી શકીશ નહી.

જો આ બધા બાદ મેકડોનાલ્ડનાં મેનેજરે તેની માફી જરૂર માંગી છે પરંતુ લીલી કહે છેકે, હવે તે ક્યારેય પણ મેક-ડીમાંથી ખાવાનું ઓર્ડર નહી કરે.

You cannot copy content of this page