Only Gujarat

International

નર્સની એક ભૂલથી આ મહિલા થઈ પ્રેગ્નન્ટ ને કરી દીધો કેસ ને પછી…

અમેરિકાના સિએટલમાં જજે એક પરિવારને 74 કરોડ રૂપિયાથી વધુ રકમ આપવાનો ચુકાદો આપ્યો છે કારણ કે નર્સ દ્વારા મહિલાને ખોટું ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. મહિલા બર્થ કંટ્રોલના ઈંજેક્શન માટે કોમ્યુનિટી ક્લિનિકમાં ગઈ હતી, પરંતુ તેને ફ્લૂ શોટ આપવામાં આવ્યો હતો.

વાસ્તવમાં, ખોટું ઈન્જેક્શન આપ્યા પછી, દંપતીને ત્યાં અપંગ પુત્રીનો જન્મ થયો હતો. જજે બાળકીને 55 કરોડ રૂપિયા, જ્યારે દંપતીને ક્ષતિપૂર્તિ માટે 18 કરોડ રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપ્યો હતો.

જજે કહ્યું કે યુવતીને સારવાર, અભ્યાસ અને અન્ય ખર્ચ માટે પૈસા આપવામાં આવી રહ્યા છે. અહેવાલ મુજબ, યેસેનીયા પચેકો નામની સ્ત્રીને માતા બનવાની ઇચ્છા નહોતી, પરંતુ નર્સના ખોટા ઈન્જેક્શનને કારણે તે ગર્ભવતી થઈ હતી.

મહિલાને સરકારી ક્લિનિકમાં ઇન્જેક્શન આપવામાં આવ્યું હોવાથી, યુએસ સંઘીય સરકારને ભૂલ માટે જવાબદાર ઠેરવવામાં આવી હતી. જોકે, આ દંપતીએ લગભગ 5 વર્ષ કોર્ટમાં લડાઈ લડવી પડી હતી.

યેસેનીયા પચેકો 16 વર્ષની ઉંમરે શરણાર્થી તરીકે અમેરિકા આવ્યા હતા. આ ઘટના સમયે તે બે બાળકોની માતા હતી અને તે પરિવાર વધારવા માંગતી ન હતી. નર્સે પેચેકોનો ચાર્ટ જોયા વિના ફ્લૂની રસી આપી.

You cannot copy content of this page