Only Gujarat

International TOP STORIES

ડ્રેગન ચીનની ચાલાકી અંતે પકડાઈ; લેબમાં જ તૈયાર કરવામાં આવ્યો છે કાળમુખો કોરોના, વૈજ્ઞાનિકનો ખુલાસો

ન્યૂ યોર્કઃ ચીનથી ડરીને અમેરિકા ભાગી આવેલી એક વાયરોલૉજિસ્ટે દાવો કર્યો છે કે, કોરોના વાયરસ બીજિંગે તૈયાર કર્યો અને મહામારી છુપાવવાનો પ્રયાસ પણ કર્યો. ડૉ. લી મેંગ યાનનું કહેવું છે કે તે પુરાવાઓ રજૂ કરવા જઈ રહી છે કે જેનાથી સાબિત થશે કે, ચીનની લેબમાં જ વાયરસ તૈયાર કરવામાં આવ્યો.

ડૉ. લી મેંગ યાનનું કહેવું છે કે, તે એવા પુરાવા આપશે કે જેનાથી વૈજ્ઞાનિક સમુદાયના ન હોય એવા લોકો પણ સમજી જશે કે આ વાયરસને માણસોએ તૈયાર કર્યો છે. લી મેંગ યાન હૉન્ગ કૉન્ગ યુનિવર્સિટીમાં રિસર્ચર તરીકે કામ કરી રહી હતી. જ્યારે તેણે કોરોના વાયરસ પર અભ્યાસ શરૂ કર્યો.

ડેઈલી મેઈલના રિપોર્ટ અનુસાર, પોતાના જીવ પર જોખમ હોય તેવું લાગતા મેંગ યન અમેરિકા ચાલી ગઈ અને ત્યાં કોઈ સીક્રેટ જગ્યા પર રહે છે. લી મેંગ યાને કહ્યું કે ચીનની સરકારે તેની સાથે જોડાયેલી તમામ જાણકારી સરકારી ડેટાબેઝમાંથી ડીલીટ કરી દીધી છે.

વાયરોલૉજિસ્ટ લી મેંગ યાને સ્પષ્ટ કહ્યું છે કે, કોરોના વાયરસ વુહાનની લેબમાં તૈયાર કરવામાં આવ્યો છે. જોકે, ચીન આ આરોપોનો ઈન્કાર કરતું આવ્યું છે. લી મેંગ યાને કહ્યું કે વાયરના જીનોમ સીક્વન્સ ફિંગર પ્રિન્ટ જેવા હોય છે, જેનાથી એ ખબર પડી શકે છે કે તે લેબમાં બનાવવામાં આવ્યો છે કે કુદરતી છે.

લી મેંગ યાને કહ્યું કે હૉન્ગ કૉન્ગ છોડ્યા બાદ તેના વિશેનો તમામ ડેટા સરકારે ડીલીટ કરી નાખ્યો છે. તેની સાથે જોડાયેલા લોકોને કહેવામાં આવ્યું છે કે, તેના વિશે અફવા ફેલાવવામાં આવે કે તે જૂઠી છે. લી મેંગ યાને દાવો કર્યો છે કે તે કોરોના વાયરસ પર સ્ટડી કરનાર શરૂઆતના વૈજ્ઞાનિકોમાંથી એક છે. તેણે કહ્યું કે ડિસેમ્બરમાં તેના સુપરવાઈઝરે જ સાર્સ જેવા મામલાની તપાસ કરવાનું કહ્યું હતું. પરંતુ બાદમાં તેને ડરાવવામાં આવી.

You cannot copy content of this page