Only Gujarat

Gujarat

મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો હાઈવે, પળભરમાં બે-બે પરિવારનો માળો વિંખાયો

જામનગર-ખંભાળિયા હાઈવે પર આવેલા પુલ પરથી 20 ફૂટ નીચે નદીમાં કાર ખાબકતા આ ગમખ્વાર અકસ્માતમાં બે મહિલાઓનાં મોત થયા. જેમાં સાળા-બનેવીની નજર સામે જ બંનેની પત્નીના મોત થતાં હાહાકાર મચી ગયો. જ્યારે ત્રણ લોકોને ઇજા પહોંચતા તેમને સારવાર માટે જામગનરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

આ ગોઝારા અકસ્માતની વિગત એવી છે કે, જામનગર-ખંભાળિયા હાઇવે પર મોડપર ખાટિયા પાટિયા પાસે આવલા પુલ પરથી એક કાર નદીમાં ખાબકી હતી. લગભગ 20 ફૂટની ઊંચાઇએથી કાર નદીમાં ખાબકતાં બે મહિલાઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના આસોટા ગામના અને આહીર પરિવારના સભ્યો જામનગરમાં રહેતાં સંબંધીને ત્યાં મકાનના વાસ્તા પ્રસંગમાં હાજરી આપવા માટે જઇ રહ્યા હતા તે સમયે આ કરુણાંતિકા સર્જાઇ હતી. સાળા અને બનેવીની નજરે સામે જ તેમની પત્નીના મોત થતાં તેમના પર મુસીબતનો પહાડ તૂટી પડ્યો હતો.

વાત એવી છે કે, અકસ્માતનો ભોગ બનેલી કારમાં કારચાલ ઉપરાંત સાળો-બનેવી તેમની પત્નીઓ સાથે સવાર હતા. કાર પૂલ પરથી પસાર થઇ રહી હતી ત્યારે અકસ્માત સર્જાયો હતો. જેમાં બન્ને મહિલાઓના મોત નિપજ્યાં હતાં, જ્યારે કારચાલક સહિત સાળા-બેનેવીને ગંભીર ઇજા પહોંચી હતી.

ઘટનાને પગલે પોલીસ તથા 108ની ટીમ બનાવ સ્થળે દોડી આવી હતી, તો સ્થાનિક લોકો પણ મદદ માટે દોડી આવ્યા હતા. જેમની મદદથી ઘાયલોને રેસ્ક્યુ કરી કારમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને બાદમાં તેમને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે બંને મહિલાઓના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. તેથી તેમના ઘટના સ્થળે જ મોત થયા હતા. બીજી તરફ આ અકસ્માત કેવી રીતે સર્જાયો તેની પણ પોલીસ તપાસ કરી રહી છે.

You cannot copy content of this page