Only Gujarat

FEATURED National

એકદમ સહેલા પાસવર્ડ, ક્ષણભરમાં પડી જાય છે ખબર ને તમે થઈ જશો ખાલી

દર વર્ષે ખરાબ પાસવર્ડ્સનું લિસ્ટ સમગ્ર વિશ્વમાં બહાર પાડવામાં આવે છે. આ લિસ્ટમાં એવા પાસવર્ડ્સ છે જે ખૂબ જ નબળા છે અને આવા ખાતા ફક્ત એક સેકંડમાં હેક થઈ શકે છે. પાસવર્ડ મેનેજર સોલ્યુશન પ્રદાતા કંપની NordPass એ 2020ના સૌથી ખરાબ પાસવર્ડનું લિસ્ટ બહાર પાડ્યુ છે. તેના મુજબ, સૌથી વધુ લોકપ્રિય પાસવર્ડ્સ 123456 અને 123456789 છે. આમાંના મોટાભાગના પાસવર્ડ્સ એક સેકંડ કરતા ઓછા સમયમાં ક્રેક કરી શકાય છે.

123456 સિવાય, આ લિસ્ટમાંpicture1, password અને 12345678 જેવા ખૂબ નબળા અને ખરાબ પાસવર્ડો શામેલ છે. NordPass દર વર્ષે નબળા પાસવર્ડોનું લિસ્ટ જારી કરે છે.

NordPassએ 2020ના આવા 200 પાસવર્ડોનું લિસ્ટ બહાર પાડ્યુ છે જે સૌથી સામાન્ય છે. સાયબર એટેક દરમિયાન દર વર્ષે લાખો પાસવર્ડ્સની ચોરી કરવામાં આવે છે અને સલાહ આપવામાં આવે છે કે તમે મજબૂત પાસવર્ડો રાખો, આમ છતાં સામાન્ય પાસવર્ડ્સ એકદમ નબળા રાખવામાં આવે છે.

આ લિસ્ટમાં ટૉપ-5 પર 123456, 123456789, picture1, password અને 12345678 છે. આ પછી 123123, 1234567890 અને senha જેવા પાસવર્ડ્સ છે.

જો કે આ લિસ્ટમાં 200 કૉમન પાસવર્ડ છે, પરંતુ 20 નંબરો સુધીના પાસવર્ડ્સ ખૂબ નબળા છે. આ પછી પણ, એવા પાસવર્ડો છે જેને કોઈપણ સરળતાથી રમી શકે છે.

આવા જ પાસવર્ડોનું લિસ્ટ 2019માં આવ્યુ હતું અને આ વખતના લિસ્ટમાં મોટાભાગનાં પાસવર્ડો ગયા વર્ષ જેવા જ છે. જોકે કેટલાક પાસવર્ડો બદલાયા છે, પરંતુ હેકર્સ તેમને સરળતાથી ક્રેશ પણ કરી શકે છે.

જો તમે પણ આ 200 પાસવર્ડોમાંથી કોઈ એક પાસવર્ડનો ઉપયોગ કરો છો, તો તરત જ તેને બદલો. કારણ કે આવી સ્થિતિમાં તમે કોઈપણ સમયે હેકિંગનો શિકાર બની શકો છો.

પાસવર્ડ રાખતી વખતે મિક્સ કેરેક્ટરનો ઉપયોગ કરો. અપર કેસ, લોઅર કેસ, સ્પેશિયલ કેરેક્ટરને મિક્સ કરીને રેન્ડમ પાસવર્ડ બનાવો. મજબૂત પાસવર્ડ માટે તમે પાસવર્ડ જનરેટર ટૂલનો ઉપયોગ પણ કરી શકો છો. NordPassની વેબસાઇટની મુલાકાત લઈને તમે 200 નબળા પાસવર્ડોની સૂચિ પણ જોઈ શકો છો.

123456, 123456789, , picture1, password, 12345678,111111, 123123, 12345, 1234567890, senha, 1234567, qwerty, abc123, Million2, 000000, 1234, iloveyou, aaron431, password1, qqww1122, 123, omgpop, 123321, 654321, Qwertyuiop

You cannot copy content of this page