Only Gujarat

Bollywood

માંગમાં સિંદૂર સાથે ફ્લોરલ લહેંગામાં સુંદર જોવા મળી ‘મોહબ્બતે’ની આ અભિનેત્રી

મુંબઇઃ કોરોના લોકડાઉન વચ્ચે ‘યે હૈ મોહબ્બતે’ની ઇશિતા એટલે કે દિવ્યાંકા ત્રિપાઠીએ એક ફોટો શૂટ કરાવ્યું છે. જેમાં તે પતિ વિવેક દહિયા સાથે જોવા મળી રહી છે. ફોટોશૂટમાં દિવ્યાંકા ફ્લોરલ લહેંગોમાં સુંદર લાગી રહી છે. આ સાથે જ માંગમાં સિંદૂર અને મોટા-મોટા ઇયરરિંગ્સથી તેણે પોતાના લૂકને કંમ્પ્લીટ કર્યું છે. નોંધનીય છે કે દિવ્યાંકા ત્રિપાઠી પાસે સુંદર લહેંગાનું સારુ કલેક્શન છે. આ તસવીરોને ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા દિવ્યાંકા ત્રિપાઠીએ આ વાત કરી હતી કે તેણે સૌથી વધુ કમ્ફર્ટ લહેંગામાં જ મળે છે. જ્યારે પતિ વિવેદ દહિયા પણ શૂટમાં જોવા મળી રહ્યો છે.

એક્સ બોયફ્રેન્ડ શરદ મલ્હોત્રા સાથે બ્રેકઅપ બાદ દિવ્યાંકા ટીવી શો ‘યે હૈ મોહબ્બતેં’માં કામ કરી રહી હતી. આ દરમિયાન કો-સ્ટાર વિવેદ દહિયા સાથે તેના સંબંધો બંધાયા હતા.

ધીરે ધીરે વચ્ચે બંન્ને વચ્ચે મિત્રતા થઇ હતી અને પ્રેમ થયો. લગભગ એક વર્ષના ડેટિંગ બાદ બંન્નેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. દિવ્યાંકા અને વિવેકે આઠ જૂલાઇ 2016ના રોજ ભોપાલમાં લગ્ન કર્યા હતા.

બંન્નેના લગ્નનું ફંક્શન ભોપાલમાં થયું હતું. બાદમાં દિવ્યાંકા પોતાના સાસરિયા ચંડીગઢમાં ગઇ જ્યાં લગ્નનું રિસેપ્શન રાખ્યું હતું.

દિવ્યાંકાએ પોતાના કરિયરની શરૂઆત 2004થી ઝી ટીવીની ‘ઇન્ડિયાઝ બેસ્ટ સિનેસ્ટાર’થી કરી હતી. ઘણા ઓછા લોકો જાણે છે કે દિવ્યાંકા 2003માં મિસ ભોપાલનું ટાઇટ પોતાના નામે કરી ચૂકી છે.

દિવ્યાંકાએ સીરિયલ ‘બનૂ મેં તેરી દુલ્હન’ મારફતે નાના પડદા પર શરૂઆત કરી હતી. બાદમાં તે અત્યાર સુધી અનેક સીરિયલમાં કામ કરી ચૂકી છે.

દિવ્યાંકાનો જન્મ ભોપાલમાં થયો હતો. તેણે નૂતન કોલેજમાં અભ્યાસ કર્યો. ભોપાલ રાઇફલ એકેડમીથી રાઇફલ શૂટિંગનો કોર્સ કર્યો હતો.

જ્યારે તેના પતિ વિવેકે ‘યે હૈ આશિકી’ અને ‘એક વીર કી અરદાસ વીરા’માં જોવા મળી ચૂક્યો છે. સાથે તે ‘યે હૈ મોહબ્બતે’ સાથે સાથે ‘કવચઃ કાલી શક્તિઓ’માં પણ મહત્વની ભૂમિકા નિભાવી હતી.

દિવ્યાંકાએ અત્યાર સુધીમાં અનેક સીરિયલ્સમાં કામ કર્યું છે. હાલમાં તે ‘યે હૈ મોહબ્બતે’ના સ્પિન ઓફ સીરિયલ, ‘યે હૈ ચાહતે’માં કામ કરી રહી છે. દિવ્યાંકા પતિ વિવેદ સાથે નચ બલિએ સીઝન 9માં જોવા મળી હતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page