Only Gujarat

Bollywood

‘જોધા અકબર’ની આ એક્ટ્રેસ પરિવાર સાથે જીવે છે આવી લાઈફ, જુઓ તસવીરો

ટીવી સીરિયલ ‘જોધા અકબર’ માં જોધાબાઈનો રોલ કરી ઘરે-ઘરે જાણીતી બનેલ પરિધિ શર્મા અત્યારે ટીવી અને રૂપેરી પડદાથી દૂર પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહી છે, ઉલ્લેખનિય છે કે, એક બાળકની માતા બનવા છતાં, પરિધિ અત્યારે પહેલાં કરતાં પણ વધારે ફિટ અને સુંદર લાગવા લાગી છે.

ઉલ્લેખનિય છે કે, કરિયરની શરૂઆતમાં જ પરિધિએ લગ્ન કરી લીધાં હતાં. તેણે અમદાવાદના બિઝનેસમેન તન્મય સક્સેના સાથે લગ્ન કર્યાં છે. લગ્નના 5 વર્ષ બાદ એટલે કે, નવેમ્બર 2016 માં પરિધિ એક દીકરાની માતા બની છે.

પ્રેગ્નન્સી દરમિયાન પરિધિએ તેના એક્ટિંગના કામમાંથી બ્રેક લીધો અને અત્યારે તે મધરહૂડ એન્જોય કર્યું. પરિધિના દીકરાનું નામ રિધાર્વ છે અને તે અત્યારે 6 વર્ષનો થઈ ગયો છે.

ઉલ્લેખનિય છે કે, 6 વર્ષના દીકરાની માતા હોવા છતાં પરિધિએ પોતાની જાતને એકદમ ફિટ રાખી છે. આ જ કારણે 35 વર્ષની ઉંમરે પણ પરિધિ અત્યારે પહેલાં કરતાં પણ વધારે ફિટ અને સુંદર દેખાય છે.

પરિધિ એટલી ફિટ અને સુંદર છે કે, લોકો તેને સોશિયલ મીડિયામાં તેની ફિટનેસ અને સુંદરતાનું રહસ્ય પૂછતા રહે છે. તાજેતરમાં જ પરિધિએ તેની કેટલીક તસવીરો શેર કરી હતી. જેને જોઈને ફેન્સ પૂછી રહ્યા છે કે, હવે તેનો આગામી પ્રોજેક્ટ ક્યારે આવાનો છે?

ઉલ્લેખનિય કે, ટીવી સીરિયલ ‘જોધા અકબર’ બાદ પરિધિએ ‘યે કહાં આ ગયે હમ’ (2019) માં કામ કર્યું હતું. જોકે આ દરમિયાન જ પ્રેગ્નેન્સીના કારણે તેને લાંબો બ્રેક લેવો પડ્યો.

ત્યારબાદ પરિધિએ વર્ષ 2018 માં કમબેક કર્યું અને સીરિયલ ‘પટિયાલા બેબ્સ’ માં જોવા મળી. જેમાં તેણે બબીતા ચડ્ઢાનો રોલ કર્યો, જે એક ટીનેજ છોકરીની માતાના રોલમાં જોવા મળી.

આ સીરિયલ બાદ પરિધિ વર્ષ 2020 માં ‘જગ જનની માં વૈષ્ણો દેવી’ માં જોવા મળી. ત્યારબાદ તેણે વર્ષ 2021 માં તે બીજી એક સીરિયલ ‘ચીકૂ કી મમ્મી દૂર કી’ માં કામ કર્યું. આમાં પરિધિ નૂપુર જોશીના રોલમાં જોવા મળી.

પરિધિ શર્માના કરિયરની વાત કરીએ તો તેણે તેરે મેરે સપને, રૂક જાના નહીં, જોધા અકબર, કોડ રેડ. યે કહાં આ ગયે હમ, પટિયાલા બેબ્સ, જગ જનની માં વૈષ્ણો દેવી અને ચીકૂ કી મમ્મી દૂર કી જેવી સીરિયલ્સમાં કામ કર્યું છે.

You cannot copy content of this page