Only Gujarat

Gujarat

ગુજરાતી મહિલા લલીતાબેનના સંઘર્ષ અને હિંમતપૂર્વકના જીવનને સત-સત નમન

હિંમતે મર્દા તો મદદે ખુદા’ કહેવત તો સાંભળી જ હશે. આજે આવા જ એક સાહસિક મહિલાની અમે વાત કરવાના છીએ. જેઓ પોતાના પતિના મૃત્યુ બાદ પણ હિંમત ન હાર્યા અને ટ્રેક્ટર ચલાવતા શીખ્યા. તેમનું નામ છે લલિતાબેન. સુરતના ઉમરાછી ગામમાં રહેતા લલિતાબહેન હવે જાતે જ તેમના ખેતરમાં ટ્રેક્ટરથી હળ ફેરવે છે, અને ખેતી કરે છે. તેઓ ઘરની 50 વીઘા જમીનમાં ખેતી કરવાની સાથે સાથે પશુપાલન પણ કરે છે.

વાત એમ છે કે, ઉમરાછી ગામમાં રહેતા લલિતાબેન અને તેમના પતિ સતીષભાઈ પટેલ અન્યની 50 વીંઘા જમીનમાં ટ્રેકટર ચલાવી તેમાંથી આવક રળતા હતા. લગ્નજીવનમાં બે દીકરી અને એક દીકરો થયા. ત્યારબાદ સતીષભાઈને દાઢનું કેન્સર થતા પરિવાર પર આભૂ તૂટી પડ્યું. સારવાર છતાં તેમનું મૃત્યુ થયું અને જાણે લલિતાબેનના પગ તળેથી ધરતી સરકી ગઇ.

નાના નાના ત્રણ બાળકો સાથે લલિતાબેન વિધવા બની નિરાધાર બની ગયા. પરંતુ પતિ જ્યારે રમત રમતમાં ટ્રેકટર ચલાવતા શીખવ્યું હતું. જેથી તેમણે ખેતરમાલિકને કહી દીધું તમે ચિંતા ન કરતા તમારી બધી જ જમીન હું જાતે ખેડીશ કહી 50 વીઘા જમીનની જવાબદારી સ્વીકારી લીધી.

આ અંગે લલિતાબેને કહ્યું કે, પતિ ખેતરમાં ટ્રેકટર હંકારી મજૂરી કામ કરતા હતા. 10 વર્ષ પહેલાં કેન્સરથી તેમનું મૃત્યુ થયું. ત્યારથી ત્રણ છોકરાઓ સાથે નિરાધાર બની હતી. પણ પતિએજ મને ટ્રેકટર શીખવેલું અને એ ટ્રેકટર શીખી ખેતરમાલિકની 50 વીઘા જમીન જાતે ખેડવાનો નિર્ણય કર્યો. લલિતાબેન પશુપાલન પણ કરે છે.

તેઓ કહે છે કે, મહિલાઓ કોઈપણ પરિસ્થિતિમાં હિંમત ન હારે અને મજબૂત મનથી આગળ વધે તો સફળતા જરૂર મળે છે. કાળી મજૂરી અને અથાગ મહેનત કરી લલિતાબેન પગભર થયા છે. લલિતાબેને બે દીકરીઓને રંગેચંગે પરણાવી. જ્યારે તેમનો દીકરો અશોક જે હાલ માતા લલિતાબેન પાસેથી જ ટ્રેકટર શીખ્યો અને આજે માતાને ખેતીકામમાં મદદરૂપ થઇ રહ્યો છે.

આ વધુ એક પુરાવો છે કે સ્ત્રી શક્તિ ધારે તો શું કરી શકે. જ્યારે લોકો આ મહિલાને મળે છે ત્યારે તેઓ પણ નારી શક્તિને સલામ કરે છે. તળપદા કોળી સમાજમાંથી આવતા લલિતાબેન મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. એમના સંઘર્ષ અને હિંમતપૂર્વકના જીવનને ચોક્કસ નમન કરવાનું મન થાય.

You cannot copy content of this page