Only Gujarat

Gujarat

સુરતમાં નવા બની રહેલા કોમ્પ્લેક્સમાં ટ્રેકટર નીચે કોમળ બાળકી કચડાઈ

સુરતના અડાજણ-પાલ વિસ્તારમાં અરેરાટીભર્યો બનાવ સામે આવ્યો છે. જેમાં પિતાની બેદરકારીથી દીકરી કાળનો કોળિયો બની છે. નવ નિર્મિત કોમ્પ્લેક્સમાં ટ્રેકટર ચાલક પિતાએ પોતાની જ ત્રણ વર્ષની માસૂમ દીકરીને કચડી નાખતા મોતને ભેટી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કોમ્પ્લેક્સ કંપાઉન્ડમાં રેતીનું છારું ભરવા ટ્રેકટર રિવર્સમાં લેવા જતા દુર્ઘટના સર્જાય હોવાનું સામે આવ્યું છે. અડાજણ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

સુરેશભાઈ બારીયા (પીડિત પિતા)એ કહ્યું હતું કે, તેઓ જાલોદના રહેવાસી છે. ત્રણ મહિનાથી અડાજણ પાલના નવ નિર્મિત કોમ્પ્લેક્સ શ્રીપથમાં લેબર (મજૂરી) કામ કરી પત્ની અને બે માસૂમ દીકરીઓ સાથે ગુજરાન ચલાવી રહ્યા છે. આજે સવારે લગભગ 10 વાગ્યાના અરસામાં કોમ્પ્લેક્સના કંપાઉન્ડમાં પડેલું છારું ભરવાનું કામ મળતા ટ્રેકટર મંગાવ્યું હતું.

ટ્રેકટર રિવર્સમાં લેવા જતા એક બાળક ટ્રેકટર નીચે કચડાઈ ગયું હોવાની બૂમાબૂમ થઈ ગઈ હતી. ઉતરીને જોતા કાળનો કોળિયો બનેલી માસૂમ મારી જ નાની દીકરી શીતલ (ઉ.વ. 3) હતી. લોહી લુહાણ હાલતમાં નજીકની ખાનગી હોસ્પિટલ બાદ સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવતા મૃત જાહેર કરાય છે. કોન્ટ્રાકટર રાજુભાઇના માર્ગ દર્શન કામ ચાલતું હોવાનું સુપર વાઇઝરે જણાવ્યું હતું. અડાજણ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

You cannot copy content of this page