Only Gujarat

Bollywood

બ્રેકઅપ બાદ સ્ટેજ પર જ ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી હતી સલમાનની આ એક્ટ્રસ

મુંબઈઃ સલમાન ખાન સાથે ફિલ્મ ‘જય હો’માં કામ કરી ચૂકેલી એક્ટ્રસ સના ખાનએ 21 ઓગસ્ટે તેમનો 33મો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. તેમનો જન્મ 21 ઓગસ્ટ, 1987માં મુંબઈમાં થયો હતો. સનાએ તેમના ફિલ્મી કરિયરની શરૂઆત વર્ષ 2005માં ફિલ્મ ‘યહી હૈ હાઇ સોસાયટી’થી કરી હતી. ફિલ્મો ઉપરાંત સના સલમાન ખાનાના રિયાલિટી શો બિગબોસમાં પણ ખૂબ ચર્ચામાં રહી હતી. આ ઉપરાંત તે તેમની પર્સનલ લાઇફ અંગે પણ ખૂબ જ ચર્ચામાં રહી હતી. તેમના બોયફ્રેન્ડ મેલવિન લુઇસ સાથે બ્રેકઅપ પછી તે આઘાતમાં હતી.

સના ખાન અને મેલવિન લુઇસ એક સમયે રિલેશનશિપમાં હતાં, પણ અચાનક બંને વચ્ચે કંઈક એવું થયું કે, તેમનું બ્રેકઅપ થઈ ગયું. આ પછી સનાએ લુઈસ વિરુદ્ધ પ્રોટેસ્ટ શરૂ કરી દીધું હતું અને સના ખાને તેમના પર અનેક ગંભીર આરોપ પણ લગાવ્યા હતાં. જેના જવાબમાં લુઇસે સના પર પણ આરોપ લગાવ્યો હતો.

સનાએ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લુઇસ અંગે કહ્યું હતું કે, ‘તેમને તે જાણી ખૂબ જ દુખ થયું હતું કે, તેમનો બૉયફ્રેન્ડે એક નાની છોકરીને પ્રેગ્નેન્ટ કરી દીધી હતી. તે છોકરીઓ પાસેથી રૂપિયા લેતો હતો. તે તેમના સ્ટૂડન્ટ સાથે ફ્લર્ટ કરતો હતો. આ પરથી જાણ થઈ કે, તે કેવા ટીચર હતા. આ દરેક વાતો એક્ટ્રસને ડરાવી દીધો હતો. એટલા માટે તે આજ સુધી સંઘર્ષ કરી રહ્યો છે. ભગવાન તેને સજા આપશે.’

સનાએ એક સ્ટેજ પર ખુલાસો કર્યો હતો કે, ‘તે બ્રેકઅપને લીધે ડિપ્રેશનમાં જતી રહી હતી. એટલું જ નહીં તેને ઊંધની ગોળીઓ પણ ખાધી હતી.’ સનાએ જણાવ્યા મુજબ, ‘તે લુઇસ સાથે લગ્ન કરવાની હતી, પણ વચ્ચે તેમની હરકતો વિશે જાણ થઈ ગઈ અને તેમને બ્રેકઅપ કરી લીધું હતું.’

એક પ્રમોશન દરમિયાન સના બ્રેકઅપ પછી ધ્રૂસકે-ધ્રૂસકે રડવા લાગી હતી અને આ દરમિયાન તેમને તેમના બ્રેકઅપના દર્દને લોકો સામે શેર કર્યો હતો.

સનાએ લગાવેલા આરોપ પર લુઇસે પણ પલટવાર કર્યો હતો. તેમણે સનાનું એક રેકોર્ડિંગને પણ સાર્વજનિક કર્યું હતું. લુઇસે આરોપ લગાવ્યો હતો કે, ‘સનાનો મતલબ મારી છબી ખરાબ કરવાનો હતો.’

આ સાથે જ લુઇસે એવો પણ આરોપ લગાવ્યો હતો કે, ‘સના તેમની જાતિ અને રંગની મજાક ઉડાવતી હતી.’ અત્યારે બંને વચ્ચેનો આ વિવાદનો અંત થઈ ગયો છે અને બંને એકબીજાથી અલગ-અલગ પોતાની જિંદગી જીવી રહ્યા છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page