Only Gujarat

Bollywood

‘હું ઈચ્છતો નથી કે મારી પત્નીને જ્યારે કિસ કરું, ત્યારે તેને ગમે નહીં’

મુંબઈઃ ટીવી એક્ટ્રસ દિવ્યાંકા ત્રિપાઠીએ તેના કરિયરમાં અનેક ટીવી શૉમાં કામ કર્યું છે. દિવ્યાંકાને ટીવી સિરીયલ ‘યે હૈ મહોબત્તે’થી ઓળખ મળી હતી. પ્રોફેશનલ ઉપરાંત પર્સનલ લાઇફમાં પણ દિવ્યાંકા પોતાનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. દિવ્યાંકા ત્રિપાઠીએ ઇન્સ્ટાગ્રામમાં લાઇવ થઈ વાત કરી હતી. આ દરમિયાન તેના પતિ વિવેક દહિયા પણ હાજર હતાં. વિવેકે આ ઇન્ટર્વ્યૂમાં કહ્યું કે, ‘તે ક્યારેય દાઢી કેમ વધારતા નથી.’

વિવેકે દાઢી રાખવા પાછળ પોતાની સ્વચ્છતા ઉપરાંત પત્ની દિવ્યાંકા પણ જવાબદાર છે. વિવેકે કહ્યું, ‘દાઢી ન વધારવી મારી વ્યક્તિગત પસંદ છે, મારા માટે પોતાની સ્વચ્છતા છે.’

દાઢી નહીં રાખવાનું કારણ પોતાની પત્નીને બતાવી વિવેકે કહ્યું કે, ‘હું ઈચ્છતો નથી કે મારી પત્નીને જ્યારે કિસ કરું, ત્યારે તેને ગમે નહીં. કારણ કે, હું આ દરેક વિશે વિચારનારો પતિ છું.’ ઇન્ટર્વ્યૂમાં જેવી વિવેકે આ વાત કહી તો દિવ્યાંકા હસવા લાગી હતી. દિવ્યાંકાએ વિવેકના ગાલ પર કિસ કરી અને કહ્યું, ‘હા, આ થોડાં કિસ ફ્રેન્ડલી છે.’

દિવ્યાંકા ત્રિપાઠી ટીવી પર એક મજબૂત મહિલાનો રોલમાં જોવા મળી હતી. આ ઉપરાંત દિવ્યાંકા પર્સનલ લાઇફમાં ખૂબ જ મજબૂત છે. દિવ્યાંકાએ તેને ખોટી રીતે અડનારા એક અજાણ્યાં વ્યક્તિને લાફો મારી દીધો હતો.

લૉકડાઉનને લીધે લોકો ઘરમાં બંધ છે. મુંબઈમાં શૂટિંગ પર પણ રોક લગાવી દેવામાં આવી છે.વિવેક અને દિવ્યાંકા પણ આ લૉકડાઉનનું પૂરી રીતે પાલન કરી રહ્યા છે અને ઘરની બહાર ઓછાં નીકળે છે.

 

You cannot copy content of this page